AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kajal Aggarwal On Mother’s Day : ‘મધર્સ ડે’ પર કાજલ અગ્રવાલે તેના પુત્ર સાથે સુંદર ફોટો કર્યો શેયર, સોશિયલ મીડિયા પર ભાવનાત્મક લખી નોંધ

મધર્સ ડેના (Mother's Day) અવસર પર કાજલ અગ્રવાલે તેના ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર તસવીર શેયર કરી છે. આ તસવીરમાં તે તેના પુત્ર સાથે જોવા મળી રહી છે. ફેન્સ તેની પોસ્ટને ખૂબ પસંદ કરી રહ્યા છે.

Kajal Aggarwal On Mother’s Day : 'મધર્સ ડે' પર કાજલ અગ્રવાલે તેના પુત્ર સાથે સુંદર ફોટો કર્યો શેયર, સોશિયલ મીડિયા પર ભાવનાત્મક લખી નોંધ
Kajal Aggarwal Birthday
TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2022 | 3:57 PM
Share

આજનો દિવસ દરેક માતા માટે ખૂબ જ ખાસ છે. મધર્સ ડે (Mother’s Day) નિમિત્તે દરેક માતા પોતાની જાતને સ્પેશિયલ અહેસાસ કરાવે છે. આ સાથે આજે સમગ્ર વિશ્વમાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. સાઉથ અભિનેત્રી કાજલ અગ્રવાલ (South Indian Actress) આજના ખાસ દિવસે ચર્ચામાં છે. કાજલે તેના પુત્ર નીલ કિચલુની પ્રથમ ઝલક તેના ચાહકોમાં શેયર કરી છે. જેમ તમે જાણો છો, કાજલ અગ્રવાલે (Kajal Aggarwal) ગયા મહિને પુત્રને જન્મ આપ્યો છે. તે દરમિયાન કાજલ ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આવી સ્થિતિમાં માતા બનેલી કાજલ અગ્રવાલે આ ખાસ અવસર પર પોતાના પુત્ર સાથે પોતાની એક સુંદર તસવીર શેયર કરી છે અને એક ઈમોશનલ નોટ પણ લખી છે.

કાજલ અગ્રવાલનો સંદેશ સ્પષ્ટપણે તેના પુત્ર પ્રત્યેની લાગણી દર્શાવે છે. આ સંદેશ દરેક માતા માટે છે જે તેના બાળક સાથે ખૂબ જ જોડાયેલા છે.

ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેયર કરતી વખતે અભિનેત્રીએ લખ્યું, “પ્રિય નીલ, હું ઈચ્છું છું કે તું જાણે કે તું મારા માટે કેટલો કિંમતી છે અને હંમેશા રહીશ. જે ક્ષણે મેં તને મારા હાથમાં લીધો, તારો નાનો હાથ મારા હાથમાં લીધો, તમારા ગરમ શ્વાસને અનુભવ્યો અને તમારી સુંદર આંખો જોઈ, હું જાણતી હતી કે હું તને હંમેશા માટે પ્રેમ કરીશ. તમે મારા પ્રથમ બાળક છો. મારો પ્રથમ પુત્ર.

અભિનેત્રીની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ અહીં જુઓ….

આની આગળ અભિનેત્રીએ લખ્યું છે કે, આવનારા સમયમાં હું તને બધું શીખવવાનો પૂરો પ્રયાસ કરીશ. પણ, તે મને ઘણું શીખવી દીધું છે. તે મને શીખવ્યું કે માતા બનવું એ શું હોય છે.

આ સાથે કાજલે તેના ઈન્સ્ટાગ્રામ પર ફેમિલી ફોટો પણ શેયર કર્યો છે. અભિનેત્રીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પુત્ર નીલ સાથે તેની બહેન, માતા, ભાભી અને અન્ય અગ્રવાલ અને કિચલૂ પરિવારના સભ્યોની ઘણી તસવીરો પણ શેયર કરી છે.

નોંધપાત્ર રીતે કાજલ અગ્રવાલે આ વર્ષે જ 19 એપ્રિલે તેના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું છે. આ કપલે અગાઉ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં સોશિયલ મીડિયા પર તેમની પ્રેગ્નન્સીની જાણકારી આપી હતી.

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">