Kajal Aggarwal Birthday: કાજલ અગ્રવાલ કેવી રીતે ઉદ્યોગપતિ ગૌતમ કિચલુને મળી, વાંચો સિંઘમ અભિનેત્રીની રસપ્રદ લવ સ્ટોરી
Kajal Aggarwal Birthday:સાઉથથી લઈને હિન્દી સિનેમા સુધી પોતાના અભિનયનો જાદુ ચલાવનાર કાજલ અગ્રવાલની લવ સ્ટોરી પણ ખૂબ જ રસપ્રદ છે. તેણે 2020માં ગૌતમ કિચલુ સાથે લગ્ન કર્યા હતા.

Kajal Aggarwal Gautam Kitchlu Love Story:કાજલ અગ્રવાલએ મનોરંજન ઉદ્યોગની એક એવી અભિનેત્રી છે, જેણે તમિલ, તેલુગુ તેમજ હિન્દી ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે. આજે, તેના સમગ્ર દેશમાં ચાહકો છે જેઓ તેના અભિનયની સાથે-સાથે તેની સુંદરતાથી પણ પ્રભાવિત છે.
પરંતુ શું તમે જાણો છો બિઝનેસમેન ગૌતમ કિચુલ જે કાજલનો પતિ છે. તેના પર દિલ કેમ આવ્યું, આજે 19 જૂનના રોજ કાજલ તેનો 38મો જન્મદિવસ મનાવી રહી છે. આ ખાસ દિવસ પર અમે તમને કાજલ અને ગૌતમની લવ સ્ટોરી વિશે જણાવીશું.
આ પણ વાંચો : સુહાનાની ડેબ્યુ ફિલ્મનું ટીઝર થયું રિલીઝ, શાહરૂખે પુત્રીને આ રીતે કર્યું વિશ, ફાધર્સ ડે પર કહી આ વાત
7 વર્ષ સુધી રહ્યા ફેન્ડ, 3 વર્ષ સુધી ડેટ કરી
કાજોલ અને ગૌતમની પ્રથમ મુલાકાત એક કોમન ફેન્ડ્સ દ્વારા થઈ હતી. ફર્સ્ટ મીટિંગ બાદ કાજોલ અને ગૌતમ વચ્ચે મિત્રતા થઈ હતી. બંન્ને અંદાજે 7 વર્ષ સુધી ફેન્ડ રહ્યા ત્યાર બાદ આ મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઈ અને ત્યારબાદ લગ્ન કર્યા
લોકડાઉન દરમિયાન લગ્નનો નિર્ણય લીધો
એક ઈન્ટરવ્યુમાં કાજોલે જણાવ્યું હતુ કે, કોઈ સોશિયલ પાર્ટી હોય કે પ્રોફેશનલ મીટિંગ બંન્ને એક બીજાને મળતા હતા પરંતુ લોકડાઉન દરમિયાન બંન્નેની મુલાકાત થોડા સમય ન થઈ તો બંન્ને લગ્ન કરવાનો વિચાર કર્યો હતો. ત્યારબાદ લગ્ન કર્યા હતા.
View this post on Instagram
વર્ષ 2020માં કાજોલ ગૌતમના પરિવારને મળ્યો અને સિક્રેટ સગાઈ થઈ અને 2020 ઓક્ટોમ્બર મહિનામાં બંન્ને લગ્નના બંધનમાં બંધાયા હતા. ગયા વર્ષે કાજોલ એક બાળકની માતા બની તેનું નામ નીલ રાખ્યું છે.
View this post on Instagram
કાજોલનું ફિલ્મી કરિયર
કાજોલે વર્ષ 2004થી બોલિવુડ કરિયરની શરુઆત કરી હતી. ત્યારબાદ અનેક ફિલ્મો હિટ આપી તે અજય દેવગનની સાથે ફિલ્મ સિંધમમાં જોવા મળી ચૂકી છે.