AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાજલ અગ્રવાલના 9 મહિનાના પુત્રએ કર્યો પ્લેન્ક, જુઓ Viral Video

કાજલનો (Kajal Aggarwal) પુત્ર નીલ કિચલુ હવે 9 મહિનાનો થઈ ગયો છે. નીલનો ફોટો અને વીડિયો કાજલે સોશિયલ મીડિયા પર પણ શેયર કર્યો છે. આ વીડિયો ખૂબ જ ખાસ છે જે હાલમાં જ કાજલે શેયર કર્યો હતો જેમાં નીલ પ્લેન્ક કરતો જોવા મળ્યો હતો.

કાજલ અગ્રવાલના 9 મહિનાના પુત્રએ કર્યો પ્લેન્ક, જુઓ Viral Video
Kajal Aggarwal sonImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2023 | 6:52 PM
Share

કાજલ અગ્રવાલ તેની એક્ટિંગની સાથે પોતાની ફિટનેસ માટે પણ ફેમસ છે. તેણે માતા બન્યા બાદ ફેન્સને પોતાનો એક અલગ જ અંદાજ બતાવ્યો છે. કાજલ અવારનવાર તેના પુત્ર સાથેના ફોટા અને વીડિયો પોસ્ટ કરીને તેના પર્સનલ લાઈફની ઝલક બતાવે છે. કાજલ અને તેના પતિ, ગૌતમ કિચલૂ 19 મે 2022ના રોજ માતા-પિતા બન્યા હતા. કાજલનો પુત્ર નીલ કિચલુ હવે 9 મહિનાનો થઈ ગયો છે. નીલનો ફોટો અને વીડિયો કાજલે સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે. આમાંથી એક વીડિયો ખૂબ જ ખાસ છે જે કાજલે હાલમાં જ શેયર કર્યો છે.

કાજલ અગ્રવાલના આ નવા વિડિયોમાં નીલ પ્લેન્ક કરતો જોવા મળી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે 9 મહિનાનું બાળક પરફેક્ટ પ્લેન્ક કરી રહ્યું છે. નીલ પણ આમાં તેની માતા કાજલને પાછળ છોડી ગયો છે. ઈન્સ્ટાગ્રામ પર નીલનો વીડિયો શેર કરતા કાજલે લખ્યું, “મને આશ્ચર્ય થાય છે કે તે શેના માટે ટ્રેનિંગ લઈ રહ્યો છે.” આ સાથે કાજલે એક હેશટેગ પણ લગાવ્યું છે જેમાં લખ્યું છે કે કાજલ કરતા પણ વધુ નીલ પ્લેન્ક કરી શકે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે પોતાના હાથ પર પોતાનું વજન સંભાળીને નીલ પ્લેન્ક પોઝિશનમાં છે.

કાજલના ફેન્સને પણ આ વીડિયો ગમ્યો અને એક નાના બાળકની ફિટનેસ પ્રત્યે આટલી મહેનત જોઈને તેઓ હેરાન થઈ ગયા. ઘણા ફેન્સે કાજલની પોસ્ટનો જવાબ આપતા કહ્યું છે કે આ ઓલિમ્પિક 2040ની તૈયારી છે. ઘણાએ કહ્યું કે તે તેની માતાને પણ પાછળ છોડવા તૈયાર છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ કાજલ અગ્રવાલે પુત્ર નીલના નવ મહિના પૂરા થવાનું સેલિબ્રેશન કર્યું છે અને ફોટો શેયર કર્યો હતો.

આ પણ વાંચો : Viral Video: આરાધ્યા બચ્ચનનો દેશભક્તિ ગીત ગાતો વીડિયો થયો વાયરલ, ફેન્સે કર્યા વખાણ

કાજલ અગ્રવાલના કામની વાત કરીએ તો તે હવે કમલ હાસનની સિક્વલ ફિલ્મ ઈન્ડિયન 2માં જોવા મળશે. ફિલ્મ નિર્માતા એસ શંકર દ્વારા નિર્દેશિનમાં બનેલી આ ફિલ્મ કમલ હાસનના પાત્ર સેનાપતિના જીવનનો એક નવો અધ્યાય જણાવશે. સિદ્ધાર્થ, પ્રિયા ભવાની શંકર, બોબી સિમ્હા અને ગુરુ સોમસુંદરમ પણ ફિલ્મમાં જોવા મળશે.

Follow Us
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">