AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kabir Singh Sequel: શાહિદ કપૂર અને કિયારા અડવાણીની ફિલ્મ ‘કબીર સિંહ’ની સિક્વલ બનશે? જાણો શું કહે છે મેકર્સ

કબીર સિંહમાં (Kabir Singh) દર્શકોને શાહિદ કપૂરનો અલગ જ અવતાર જોવા મળ્યો. આ ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. હવે મેકર્સે આ ફિલ્મને લઈને મોટી જાહેરાત કરી છે.

Kabir Singh Sequel: શાહિદ કપૂર અને કિયારા અડવાણીની ફિલ્મ 'કબીર સિંહ'ની સિક્વલ બનશે? જાણો શું કહે છે મેકર્સ
Kabir singh
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2022 | 4:05 PM
Share

નિર્માતા ભૂષણ કુમાર (Bhushan Kumar) અને મુરાદ ખેતાની હાલમાં અનીસ બઝમી દ્વારા દિગ્દર્શિત તેમની તાજેતરમાં રિલીઝ થયેલી હોરર કોમેડી, ભુલ ભુલૈયા 2 ની સફળતાની ઉજવણી કરી રહ્યા છે. 2019ની બ્લોકબસ્ટર ફિલ્મ કબીર સિંહ (Kabir Singh) પછી આ તેમની બીજી સુપરહિટ ફિલ્મ છે. પિંકવિલા સાથેની એક વિશિષ્ટ વાતચીતમાં, પ્રખ્યાત નિર્માતા જોડીએ પુષ્ટિ કરી છે કે તેઓ શાહિદ કપૂર અને કિયારા અડવાણીની કબીર સિંહને પણ ફ્રેન્ચાઇઝી તરીકે રજૂ કરવા માંગે છે. તમને જણાવી દઈએ કે, કબીર સિંહ વિજય દેવરકોંડાની ફિલ્મ “અર્જુન રેડ્ડી” ની હિન્દી રીમેક હતી.

મેકર્સનું શું કહેવું છે તે જાણો

તમારી કઈ ફિલ્મોને ફ્રેન્ચાઈઝીમાં ફેરવવી જોઈએ તેવા પ્રશ્નના જવાબમાં ભૂષણ કુમારે હસીને કહ્યું કે, મને લાગે છે કે, અમારી ફિલ્મ કબીર સિંહ ચોક્કસપણે સફળ ફ્રેન્ચાઈઝી બની શકે છે. તે એક પ્રખ્યાત પાત્ર બની ગયું છે અને આ ફિલ્મની સિક્વલ બની શકે છે.” મુરાદ ખેતાની પણ તેની સાથે સંમત થયા, “હા, કબીર સિંહનું પાત્ર એટલું લોકપ્રિય થઈ ગયું છે કે આપણે તેના માટે નવી વાર્તા વિશે વિચારવું જોઈએ.”

ભૂલ ભૂલૈયા 3 પણ કામ કરશે

મુરાદ વધુમાં કહે છે કે તે તેના નિર્માતા ભૂષણ કુમારને ટૂંક સમયમાં આશિકીનો ત્રીજો ભાગ બનાવતો જોવાનું પસંદ કરશે. ભૂલ ભુલૈયાની સફળતા સાથે, શું દર્શકોને આ ફિલ્મનો ભાગ 3 પણ જોવા મળશે? જ્યારે તેમને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેણે જવાબ આપ્યો કે અમે ચોક્કસપણે ભૂલ ભુલૈયા ફ્રેન્ચાઈઝીને આગળ લઈ જઈ રહ્યા છીએ. પરંતુ અમે યોગ્ય સમયે આ અંગે સત્તાવાર જાહેરાત કરીશું. ભૂષણ અને મુરાદ પણ તેમની આગામી ફિલ્મ એનિમલને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

ભૂષણ કુમાર એનિમલ ફિલ્મ વિશે વાત કરે છે

ફિલ્મ “એનિમલ” સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત છે. આ વિશે વાત કરતાં ભૂષણ કુમારે કહ્યું કે સંદીપ રેડ્ડી વાંગા હિન્દી ભાષી દર્શકોની સંવેદનશીલતાને સમજે છે. વાસ્તવમાં, દક્ષિણમાં જે પ્રકારની ફિલ્મો બને છે જેવી આપણે 1970 અને 80ના દાયકામાં બનાવી હતી. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માત્ર તે ફિલ્મોને રિપેકિંગ કરી રહી છે અને તેને મોટા પાયે બનાવી રહી છે, જે આપણે અહીં નથી કરી રહ્યા. તમને જણાવી દઈએ કે, રણબીર કપૂર, અનિલ કપૂર, રશ્મિકા મંદન્ના અને બોબી દેઓલ એનિમલમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">