વિવાદોથી ભરેલીથી Jayda pradaની જિંદગી, ત્રણ બાળકોના પિતાની જીવનસાથી તરીકે કરી હતી પસંદગી
વીતેલા જમાનાની એક્ટ્રેસ જયા પ્રદા ( Jayda prada )શનિવારે એટલે કે આજે 66મોં બર્થડે મનાવી રહી છે. આંધ્રપ્રદેશના રાજા મુન્દ્રીમાં જન્મેલી જયા એ તેની કરિયરમાં ઘણી હિન્દી હિટ ફિલ્મમાં કામ કર્યું હતું.
વીતેલા જમાનાની એક્ટ્રેસ જયા પ્રદા (Jayda prada )શનિવારે એટલે કે આજે 66મોં બર્થડે મનાવી રહી છે. આંધ્રપ્રદેશના રાજા મુન્દ્રીમાં જન્મેલી જયા એ તેની કરિયરમાં ઘણી હિન્દી હિટ ફિલ્મમાં કામ કર્યું હતું. જયાના પિતા ફાઇનાન્સર હતા અને તેની માતા ગૃહિણી હતી. જયાએ તેના સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં પરફોર્મ કરી હતી. જયારે એક નિર્દેશકએ તેને જોયા હતા ત્યારે તેની ફિલ્મમાં કાસ્ટ કરવાનો ફેંસલો કર્યો હતો.
તે સમયે જયા માત્ર 12 વર્ષની હતી અને તેને એક ફિલ્મના ગીતમાં પરફોર્મ કરવાની તક મળી હતી. ફિલ્મનું નામ ‘ભૂમિ કોસમ’ હતું. જયા આ ફિલ્મના ત્રણ મિનિટના ગીતમાં પરફોર્મ કરવાના હતા. જયાએ ફિલ્મોમાં કામ કરવામાં ખચકાટ અનુભવી હતી પરંતુ તેના પરિવારે તેને પ્રોત્સાહન આપ્યું હતું, ત્યારબાદ તેણે આ ક્ષેત્રમાં આગળ વધવાનું નક્કી કર્યું હતું. જણાવી દઈએ કે, પ્રથમ ફિલ્મ માટે તેને ફક્ત 10 રૂપિયા ફી મળી હતી.
જયા તેના વર્કફ્રન્ટ સિવાય તેની અંગતજીવનને લઈને ઘણી ચર્ચામાં આવી હતી. 22 ફેબ્રુઆરી 1989 ના રોજ જયાએ શ્રીકાંત નહાટા સાથે લગ્ન કર્યા. શ્રીકાંતએ જયારે જયા સાથે લગ્ન કર્યા તે પહેલા જ તે સમયે શ્રીકાંત પરણિત હતા. જયા સાથે લગ્ન કર્યા પછી પણ શ્રીકાંતે તેની પહેલી પત્ની સાથે છૂટાછેડા લીધા ના હતા. જેના કારણે આ લગ્ન સમાચારોમાં ખૂબ ચર્ચામાં રહ્યા હતા.બહુ ઓછા લોકોને ખબર છે કે શ્રીકાંતને તેની પહેલી પત્નીથી ત્રણ બાળકો હતા.
તો જયા પ્રદા અને શ્રીકાંતને કોઈ બાળકના હતા. જયાએ બાદમાં તેના બહેનના બાળકને દત્તક લીધું હતું.જેનું ભરણ પોષણ કર્યું હતું. મોટાભાગના ચાહકો જયા પ્રદાનું અસલી નામ જાણતા નથી.તેનું અસલી નામ કે તેનું અસલી નામ લલિતા રાની હતું, પરંતુ પછીથી, મોટા ભાગના કલાકારો જેમ જેમ તેમનું નામ બદલતા હતા. તેમ જયાએ પણ રૂપેરી પડદા માટે તેનું નામ બદલ્યું હતું. જણાવી દઈએ કે જયા પ્રદાની બોલિવૂડ કેરિયરને ફક્ત ચાર વર્ષ જ રહી હતી. પરંતુ તેણીની ગણતરી 1984થી માત્ર ટોચની અભિનેત્રીઓમાં કરવામાં આવી હતી. આ મવાલી, તોઈફા જેવી ફિલ્મોએ જયા પ્રદાને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી.