દુબઈના બુર્જ ખલીફા પર શાહરૂખની ફિલ્મ ‘જવાન’નું ટ્રેલર જોવા મળ્યું, હજારોની સંખ્યામાં ચાહકો હાજર રહ્યા, જુઓ Video
Jawan Trailer Burj Khalifa Dubai: શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'નું ટ્રેલર (Jawan Trailer) લોન્ચ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. હવે દુબઈના બુર્જ ખલીફા પર જવાનનું ટ્રેલર જોઈને ચાહકો કિંગ ખાનના દિવાના થઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં 'જવાન'ના ગીત 'ચલેયા'નું અરબી વર્ઝન પણ લોન્ચ કરવામાં આવ્યું હતું.

ભારતમાં ધૂમ મચાવ્યા બાદ હવે શાહરૂખ ખાનની ‘જવાન’ (Jawan Trailer)નું દમદાર ટ્રેલર દુબઈના બુર્જ ખલીફા ખાતે લોન્ચ કરવામાં આવ્યું છે. દુબઈમાં કિંગ ખાનના હજારો ચાહકો તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક દેખાતા હતા. જવાનના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં 20 હજારથી વધુ ફેન્સ હાજર હતા, બુર્જ ખલીફા પર કિંગ ખાનને જોઈને ચાહકો દિવાના થઈ ગયા હતા. ટ્રેલર ઉપરાંત શાહરૂખ ખાનના જવાનના ગીત ‘ચલેયા’નું અરબી વર્ઝન પણ આ ઈવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : Jawan Trailer: શાહરૂખ ખાન બીજી બ્લોકબસ્ટર ફિલ્મ જવાન’નું ટ્રેલર રિલીઝ, શું જવાન પઠાણને પછાડશે
શાહરૂખ ખાને ચેન્નાઈમાં પ્રી-રીલીઝ ઈવેન્ટ પછી 20000થી વધુ ચાહકો સાથે બુર્જ ખલીફા ખાતે જવાનનું ટ્રેલર લોન્ચ કર્યું. બુર્જ ખલીફા પર જવાનનું ટ્રેલર જોઈને ચાહકો ચોંકી ગયા હતા. દમદાર ટ્રેલર જોઈને શાહરૂખ ખાનના હજારો ચાહકો ચીસો પાડવા લાગ્યા. જવાનનું ટ્રેલર બુર્જ ખલીફા ખાતે સવારે 10:30 અને રાત્રે 9:00 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું.
બુર્જ ખલીફા પર છવાયુ જવાનનું ટ્રેલર
આ સિવાય ફિલ્મના ગીત ‘ચલેયા’નું અરબી વર્ઝન પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. શાહરુખે જવાનના મેલોડી ગીત ‘ચલેયા’ પર જોરશોરથી ડાન્સ કર્યો હતો. શાહરૂખ અને નયનતારાની શાનદાર કેમેસ્ટ્રી જોઈને ફેન્સ પણ ડાન્સ કરવા મજબૂર થઈ ગયા હતા. આ જ ઈવેન્ટમાં કિંગ ખાન પોતે ડાન્સ કરતો જોવા મળ્યો હતો.
Awwwww !!!!
Fantastic #BurjKhalifa #JawanTrailer #ShahRukhKhan #Jawan #JawanCelebrationAtBurjKhalifapic.twitter.com/Xwx3BhC3za
— ✨️ (@SRKsSairaa) August 31, 2023
( Source : Twitter)
જવાનના ટ્રેલરે ખળભળાટ મચાવી દીધો
એક્શન અને એન્ટરટેઈનમેન્ટથી ભરપૂર શાહરૂખ ખાનના જવાનને લઈને ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જવાનના ટ્રેલરે ધૂમ મચાવી દીધી છે. હવે ચાહકો ફિલ્મની રિલીઝ ડેટ એટલે કે 7મી સપ્ટેમ્બરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
શાહરૂખ ખાનની ‘જવાન’ 7 સપ્ટેમ્બરે રિલીઝ થશે
શાહરૂખ ખાનની ફિલ્મ જવાનના દિગ્દર્શક એટલી કુમાર છે, જ્યારે સંગીત નિર્દેશક અનિરુદ્ધ રવિચંદર છે અને નિર્માતા ભૂષણ કુમાર છે. તેને ગૌરી ખાન અને ગૌરવ વર્માના પ્રોડક્શનમાં તૈયાર કરવામાં આવી છે. નયનતારા, વિજય સેતુપતિ ઉપરાંત દીપિકા અને સાન્યા મલ્હોત્રા જેવી ઘણી અભિનેત્રીઓએ આ ફિલ્મમાં ડેબ્યુ કર્યું છે. જવાન દુનિયાભરના સિનેમાઘરોમાં હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થશે.