AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jawan: ઓસ્કારમાં જશે જવાન? જાણો એટલીએ શું કહ્યું

શાહરૂખ ખાનની (Shah Rukh Khan) ફિલ્મ જવાન હિન્દી ઈન્ડસ્ટ્રીની સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે 400 કરોડનો આંકડો ખૂબ જ ઝડપથી પાર કર્યો છે અને તેનું વર્લ્ડવાઈડ કલેક્શન પણ 800 કરોડને પાર થઈ ગયું છે. હવે એટલીએ કહ્યું છે કે તે શાહરૂખ ખાન સાથે ફિલ્મને ઓસ્કાર માટે મોકલવા માટે વાત કરશે. હાલમાં આ ફિલ્મને લઈને ડાયરેક્ટર એટલીએ મોટું નિવેદન આપ્યું છે.

Jawan: ઓસ્કારમાં જશે જવાન? જાણો એટલીએ શું કહ્યું
JawanImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2023 | 9:18 PM
Share

બોલિવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના (Shah Rukh Khan) જોરદાર કમબેકની દરેક જગ્યાએ ચર્ચા છે. ફિલ્મને લઈને ફેન્સ તરફથી ઘણા પોઝિટીવ રિએક્શન મળી રહી છે અને રિલીઝના 10 દિવસમાં જ ફિલ્મે 800 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ ફિલ્મે ધૂમ મચાવી છે અને દર્શાવે છે કે આ ફિલ્મને દુનિયાભરના લોકોએ પસંદ કરી છે. હાલમાં આ ફિલ્મને લઈને ડાયરેક્ટર એટલીએ મોટું નિવેદન આપ્યું છે.

ફિલ્મને ઓસ્કરની રેસમાં જોવા માંગે છે એટલી

એટલીએ હાલમાં જ જવાન અને ફિલ્મની સફળતા વિશે વાત કરી હતી. તેને એમ પણ કહ્યું છે કે તે આ ફિલ્મને ઓસ્કરની રેસમાં જોવા માંગે છે. જ્યારે એટલીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તેઓ હવે તેમના વલણને ગ્લોબલ લેવલ પર લઈ જઈ રહ્યા છે ત્યારે ઓસ્કરનો વિષય પણ સામે આવ્યો હતો. એટલીએ પણ આને લઈને પ્રતિક્રિયા આપી હતી.

જાણો એટલીએ શું કહ્યું

તેને કહ્યું – હા, કેમ નહીં, જવાનને પણ ઓસ્કાર માટે જવું જોઈએ. મારા મતે, દરેક વ્યક્તિ, દરેક કલાકાર, દરેક ડાયરેક્ટર અને દરેક ટેકનિશિયન જે તેના તમામ પ્રયત્નો કરે છે તેની નજર ફક્ત ગોલ્ડન ગ્લોબ, ઓસ્કર અને નેશનલ એવોર્ડ્સ પર હોય છે. તો હા, હું પણ જવાનને ઓસ્કાર માટે મોકલવા માંગુ છું. મને લાગે છે કે જો ખાન સર પણ આ ઈન્ટરવ્યુ જોઈ રહ્યા હોય કે સાંભળતા હોય તો હું આ અંગે તેમનો અભિપ્રાય લેવા ઈચ્છીશ. હું તેમને પણ ફોન કરીશ અને પૂછીશ કે શું આ ફિલ્મ ઓસ્કાર માટે મોકલી શકાય છે.

આ પણ વાંચો: જ્યારે ફિલ્મોમાં જોવા મળ્યા ગણપતિ, શાહરૂખથી લઈને સલમાન સુધી બધાએ કરી ઉજવણી, જુઓ Video

દુનિયાભરમાં કેટલી કમાણી કરી?

ફિલ્મ જવાનની વાત કરીએ તો આ ફિલ્મમાં શાહરૂખ ખાનનો ડબલ રોલ છે. આમાં સાઉથ અને બોલિવgડનું કોમ્બિનેશન જોવા મળ્યું છે. ફિલ્મમાં નયનતારા, દીપિકા પાદુકોણ, સાન્યા મલ્હોત્રા, રિદ્ધિ ડોગરા અને વિજય સેતુપતિ પણ મહત્વની રોલમાં જોવા મળશે. આ ફિલ્મ હિન્દીમાં 500 કરોડની કમાણી તરફ ઝડપથી આગળ વધી રહી છે, તેનું વર્લ્ડવાઈડ કલેક્શન 800 કરોડને પાર કરી ગયું છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">