લગ્નના 5 મહિના પછી ઈશા અંબાણીની રોમેન્ટિક તસવીર આવી સામે, જુઓ આ તસવીર

લગ્નના 5 મહિના પછી ઈશા અંબાણીની રોમેન્ટિક તસવીર આવી સામે, જુઓ આ તસવીર

મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી હાલમાં દુનિયાના જાણીતા ફેશન ઈવેન્ટ મેટ ગાલામાં પહોંચી હતી. જયાં તેના લુકને ખુબ પસંદ કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે 12 ડિસેમ્બરે ઈશા અંબાણીએ ઉદ્યોગપતિ આનંદ પિરામલની સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નમાં બોલીવુડ, રાજનીતિ અને સ્પોટર્સથી જોડાયેલી તમામ દિગ્ગજ હસ્તીઓ પહોંચી હતી. લગ્ન પહેલા ઈશા અંબાણી અને આનંદ પિરામલે ઈટલીના […]

Kunjan Shukal

|

May 12, 2019 | 9:45 AM

મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી હાલમાં દુનિયાના જાણીતા ફેશન ઈવેન્ટ મેટ ગાલામાં પહોંચી હતી. જયાં તેના લુકને ખુબ પસંદ કરવામાં આવ્યો હતો.

ગયા વર્ષે 12 ડિસેમ્બરે ઈશા અંબાણીએ ઉદ્યોગપતિ આનંદ પિરામલની સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નમાં બોલીવુડ, રાજનીતિ અને સ્પોટર્સથી જોડાયેલી તમામ દિગ્ગજ હસ્તીઓ પહોંચી હતી. લગ્ન પહેલા ઈશા અંબાણી અને આનંદ પિરામલે ઈટલીના લેક કોમોમાં 22 ડિસેમ્બર 2018એ સગાઈ કરી હતી.

સગાઈ 3 દિવસ સુધી ચાલી હતી અને કરોડો રૂપિયા ખર્ચ કર્યા હતા. હવે સગાઈની એક તસવીર સામે આવી છે. જેમાં બંને લોકો રોમેન્ટિક અંદાજમાં નજર આવી રહ્યાં છે. ઈશા અને આનંદ ડાન્સ કરતા નજરે આવી રહ્યાં છે. સગાઈના પ્રસંગે વિલાને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાન સમયે બોગસ વોટિંગના કારણે છઠ્ઠા તબક્કામાં આણંદ જિલ્લાના ધર્મજમાં આજે ફરી મતદાન

સગાઈના ફંક્શનના બીજા દિવસે સવારે Villa Gastelમાં ઈટલીના પરંપરાગત અંદાજ અને સંગીતની ધુન સાથે મહેમાનોએ મસ્તી કરી હતી, ત્યારે સાંજે Villa Olmoમાં આલીશાન ડિનરની વ્યવસ્થા કરી હતી. 3 દિવસના આ પ્રસંગમાં બોલીવુડની જાણીતી હસ્તીઓ પણ હાજર રહી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati