AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અક્ષય કુમાર ‘રિટાયરમેન્ટ’ લેશે? ફેન્સના ધબકારા વધારતા સવાલ પર ખેલાડી કુમારે આપ્યો ‘ચોંકાવનારો જવાબ’

બોલિવૂડના 'ખેલાડી' અક્ષય કુમારની ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ'નું શાનદાર ટ્રેલર રિલીઝ થતાં જ ફેન્સમાં ભારે ઉત્સાહ છે. જો કે, આ દરમિયાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 36 વર્ષ પૂરા કરનાર અક્ષય કુમારના રિટાયરમેન્ટની ચર્ચાએ જોર પકડ્યું છે.

અક્ષય કુમાર 'રિટાયરમેન્ટ' લેશે? ફેન્સના ધબકારા વધારતા સવાલ પર ખેલાડી કુમારે આપ્યો 'ચોંકાવનારો જવાબ'
| Updated on: Jun 16, 2026 | 7:25 PM
Share

અક્ષય કુમારની ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે અને તેને દર્શકો તરફથી શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. અક્ષયના ફેન્સ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. ફિલ્મમાં અંદાજે 30 સ્ટાર્સને કાસ્ટ કરવામાં આવ્યા છે અને તમામે શાનદાર કામ કર્યું છે. આ દરમિયાન અક્ષય કુમારની નિવૃત્તિ (રિટાયરમેન્ટ)ની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે.

મુંબઈમાં ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ની ટ્રેલર લોન્ચિંગ ઈવેન્ટ રાખવામાં આવી હતી, જેમાં ફિલ્મની લગભગ આખી સ્ટાર કાસ્ટ પહોંચી હતી. આમાં દિશા પાટની, જેકલીન, રાજપાલ યાદવ અને અન્ય સ્ટાર્સ લીડ રોલમાં છે અને તેઓ પણ ફિલ્મના ટ્રેલર લોન્ચિંગ ઈવેન્ટમાં પહોંચ્યા હતા. આ દરમિયાન અક્ષય કુમારને સવાલ કરવામાં આવ્યો કે, ‘તમે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 36 વર્ષથી કામ કરી રહ્યા છો, તો ક્યારેય એવું મન નથી થતું કે તમે રિટાયરમેન્ટ લઈ લો?’

અક્ષય કુમારને આવે છે ‘રિટાયરમેન્ટનો ખ્યાલ’

આ સવાલના જવાબમાં અક્ષય કુમારે કહ્યું, ‘આવું થાય છે, સવારે 4 વાગ્યે થાય છે જ્યારે હું ઉઠું છું પરંતુ તેના 5 સેકન્ડ પછી યાદ આવે છે કે, મારે શૂટ પર જવાનું છે. આ પછી મને યાદ આવે છે કે 300 લોકો મારી રાહ જોઈ રહ્યા હશે, પછી શૂટિંગ પર જાઉં છું. આ પછી બીજા દિવસે રિટાયરમેન્ટ વિશે વિચારું છું, તો બસ આવું જ ચાલ્યા કરે છે અને આવું કરતાં કરતાં જ 36 વર્ષ વીતી ગયા છે.’

‘ડોગ વોકર અને ગાર્ડનર બની જઈશ…’

અક્ષય કુમારે આગળ રિટાયરમેન્ટ પર કહ્યું, ‘મેં રિટાયરમેન્ટ પર કહેવા માંગીશ કે, જો હું રિટાયર પણ થઈ ગયો તો શું થઈ જશે. એમ પણ ઘરે બેઠા બેઠા શું મળી જશે. વધુમાં વધુ ઈલેક્ટ્રિશિયનનું કામ મળી જશે. હું ડોગ વોકર (કૂતરા ફેરવનારો) બની જઈશ. ગાર્ડનર (માળી) બની જઈશ. ઘરના બધા કામકાજ મને મળશે. મને લાગે છે કે, હું આના કરતાં કામ પર જાઉં અને રિટાયર ના થાઉં તે વધારે સારું લાગે છે.’

અક્ષયે આગળ ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા અંગે કહ્યું, ‘મારું પણ મન થાય છે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનું. મેં કોશિશ પણ કરી પરંતુ એક દિવસ પછી તેમણે કહ્યું કે, પિતાજી તમે ક્યારે જશો કામ પર? તો તમે કામ પર જાઓ બસ થઈ ગયું. સાચું કહું તો મને તો આ શબ્દ જ ખોટો લાગે છે. માણસ રિટાયર ત્યારે જ થાય જ્યારે મરવામાં 5 સેકન્ડ બાકી હોય. રિટાયર કોઈ ન થતા. જીવનભર કામ કરજો.’

‘વેલકમ ટુ ધ જંગલ’ની સ્ટાર કાસ્ટ અને રિલીઝ ડેટ

જો ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ની રિલીઝ અને સ્ટાર કાસ્ટ વિશે વાત કરવામાં આવે તો ફિલ્મમાં અક્ષય કુમાર સાથે અરશદ વારસી, જેકી શ્રોફ, દિશા પાટની, જેકલીન, રાજપાલ યાદવ, કૃષ્ણા અભિષેક, સુનીલ શેટ્ટી, રવીના ટંડન અને કીકુ શારદા જેવા અન્ય કલાકારો પણ મહત્વના રોલમાં છે. ટ્રેલર રિલીઝ થયા પછી ફેન્સ આ ફિલ્મની રિલીઝને લઈને ખૂબ એક્સાઈટેડ થઈ ગયા છે. તેને 26 જૂને સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.

આ સાથે જ જો ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ની વાર્તા વિશે વાત કરવામાં આવે તો આમાં જંગલની વાર્તા જોવા મળશે, જેમાં 30 કલાકારોથી સજેલી ફિલ્મમાં 2000 કરોડની ફિલ્મનું નિર્માણ કરવામાં આવે છે, જેમાં બધા કોમેડીનો જબરદસ્ત તડકો લગાવતા જોવા મળવાના છે.

સુપરહિટ અભિનેતાની સાથે હિટ બિઝનેસમેન છે મિથુન ચક્રવર્તી, જાણો કેટલી છે નેટવર્થ

Follow Us
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો
Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો
દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત
દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
g clip-path="url(#clip0_868_265)">