રહેવું છે ભારતમાં વખાણ કરવા ઈરાનના, Khamenei મૃત્યુંથી દુખી થઈ અભિનેત્રી લોકોએ કહ્યું બુરખો પહેરીને શોક કર

ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક અભિનેત્રીએ અફસોસ વ્યક્ત કર્યો છે. અભિનેત્રીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે. તો ચાલો જુઓ કોણ છે આ અભિનેત્રી

રહેવું છે ભારતમાં વખાણ કરવા ઈરાનના,  Khamenei મૃત્યુંથી દુખી થઈ અભિનેત્રી લોકોએ કહ્યું  બુરખો પહેરીને શોક કર
| Updated on: Mar 03, 2026 | 10:53 AM

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ જંગમાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈનું મૃત્યું થયું છે. જેની અસર ભારતના લોકોમાં પણ જોવા મળી છે. કેટલાક લોકો ખામેનેઈના મૃત્યુ પર દુખ વ્યક્ત કરી રહ્યા છે. આ વચ્ચે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી પણ એક અભિનેત્રીનું એક નિવેદન સામે આવ્યું છે જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યું છે. જેને લઈ ધમાલ મચી ગઈ છે. આ અભિનેત્રી બીજું કોઈ નહી પરંતુ બિગ બોસ 19ની સ્ટાર ફરહાના ભટ્ટ છે. ખામેનેઈના મૃત્યું પર ફરહાના ભટ્ટનું રિએક્શન વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તો ચાલો આપણે જોઈએ અભિનેત્રીએ શું કહ્યું છે.

ફરહાનાનો વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર ફરહાનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ફરહાના ભટ્ટ ખામેનેઈના મૃત્યુ પર સવાલ કરવામાં આવે છે. જેના પર ફરહાના ભટ્ટે દુખ વ્યક્ત કર્યું હતુ. અભિનેત્રીએ કહ્યું તે એક એવા વ્યક્તિમાંથી છે. જેને ક્યારેય ભુલી શકાય નહી. તે હંમેશા અમારા દિલમાં જીવત રહેશે. કાશ્મીરના લોકો ખુબ દુખી છે.

 

 

શું બોલી ફરહાના ભટ્ટ?

ફરહાના ભટ્ટે આગળ કહ્યું કે, તમને વિશ્વાસ નહી થાય. સેહરી બાદ એક સેકન્ડ હું સુતી નથઈ. જ્યારે મે નમાઝ વાંચી અને ખુબ દુખી થઈ. આવું થવું જોઈતું ન હતુ.ઘણા લોકો માટે, તે કોઈ મસીહાથી ઓછા નહોતા. તે હંમેશા આપણી યાદોમાં રહેશે.” ફરહાના ભટ્ટનું નિવેદન હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. કેટલાક તેમના નિવેદનનું સમર્થન કરી રહ્યા છે, તો કેટલાક તેમને ટ્રોલ કરી રહ્યા છે.

યુઝર્સ ટ્રોલ કરી

ફરહાના ભટ્ટના આ વાયરલ વીડિયો પર ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે,આપણા દેશમાં એક પ્રકારનું ઝેર છે. તો બીજાએ કહ્યું સારું થયું બિગ બોસ 19નો ખિતાબ ગૌરવ ખન્નાએ જીત્યો. તો કેટલાક લોકોએ કહ્યું તને જો આટલું જ છે તો. બુરખો કેમ પહેરતી નથી. કેમ આવા કપડાં પહેરે છે. તું ઈરાન ચાલી જા.તમે હિઝાબ કેમ નથી પહેરતા…. તમારે બુરખો પહેરીને શોક કરવો જોઈતો હતો?

બિગ બોસ19માં ધમાલ મચાવતી સ્પર્ધક ફરહાનાનો આવો છે પરિવાર,જુઓ ફોટો અહી ક્લિક કરો