”પદ્મશ્રી”થી સન્માનિત કંગનાનો બફાટ ‘1947 માં ભીખ માંગીને મળી આઝાદી’, વરુણ ગાંધીએ પુછ્યું આને પાગલપન કહેવું જોઈએ કે દેશદ્રોહ ?

અભિનેત્રી કંગનાનો એક વીડિયો ટ્વિટર પર ઝડપથી વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં તે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન કહી રહી છે કે, 1947માં દેશને આઝાદી નથી મળી પરંતુ ભીખ માંગીને મેળવી હતી.

''પદ્મશ્રી''થી સન્માનિત કંગનાનો બફાટ '1947 માં ભીખ માંગીને મળી આઝાદી', વરુણ ગાંધીએ પુછ્યું આને પાગલપન કહેવું જોઈએ કે દેશદ્રોહ ?
India attained freedom in 1947 by begging Kangana Ranaut statement after winning Padma Shree stirs controversy
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 2:18 PM

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત (Bollywood Actress Kangana Ranaut) ફરી એકવાર ટ્રોલર્સમા નિશાને આવી ગઇ છે. આ વખતે તેણે સ્વતંત્રતા વિશે એક વાહિયાત નિવેદન આપ્યું છે, જેના માટે સોશિયલ મીડિયા (Social Media) પર તેની આકરી ટીકા થઈ રહી છે. ભાજપના સાંસદ વરુણ ગાંધીએ (Varun Gandhi) પણ તેમના પર નિશાન સાધ્યું છે. તેના પર સ્વાતંત્ર્ય સેનાનીનું અપમાન કરવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે, મારે તેમની વિચારસરણીને પાગલપન કહેવું જોઈએ કે દેશદ્રોહ. તો ચાલો જાણીએ શું છે મામલો?

અભિનેત્રી કંગનાનો એક વીડિયો ટ્વિટર પર ઝડપથી વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં તે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન કહી રહી છે કે, 1947માં દેશને આઝાદી નથી મળી પરંતુ ભીખ માંગીને મેળવી હતી. તેમના મતે વાસ્તવિક આઝાદી 2014માં મળી હતી. કંગનાના આ નિવેદનને લઈને ઘણો હોબાળો થયો છે. આ વાહિયાત નિવેદન માટે દરેક તેમની ટીકા કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ તેને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી છે.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

બીજેપી સાંસદ વરુણ ગાંધી પણ કંગનાના આ નિવેદનથી ખૂબ નારાજ છે. તેણે ટ્વિટર પર લખ્યું, ‘મહાત્મા ગાંધીના બલિદાન અને તપસ્યાનું ક્યારેય અપમાન ન કરો, એક બાજુ તેમના હત્યારાનું સન્માન, અને હવે શહીદ મંગલ પાંડેથી લઈને રાણી લક્ષ્મીબાઈ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અને વધુ સુધીના લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનની નિંદા. શું આ વિચારને હું પાગલપન કહું કે રાજદ્રોહ?’

એક્ટ્રેસના આ નિવેદન બાદ લોકો તરફથી કોમેન્ટ્સનુ પુર આવ્યુ છે. કેટલાક તેને પુરસ્કાર મેળવવાનો ખેલ કહી રહ્યા છે તો કેટલાકે તેને દેશની આઝાદી માટે બલિદાન આપનારા તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન ગણાવ્યું છે. કંગનાના નિવેદનને લઈને ઘણા લોકોએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.

રિટાયર્ડ IAS સૂર્યપ્રતાપ સિંહે ટ્વિટ કર્યું છે કે, ‘જો તમને ખ્યાતિ મળે તો સોનુ સૂદ બનો, કંગના નહીં.’ તો સાથે જ યુથ કોંગ્રેસના પ્રમુખે ટ્વિટ કરીને લખ્યું છે કે, આવા લોકોને પદ્મશ્રી આપનાર મોદી સરકારે જવાબ આપવો જોઈએ. શું આપણે બલિદાનથી મળેલી ‘આઝાદી’નું 75મું વર્ષ ઉજવીએ છીએ કે તમારા ભક્તો અનુસાર ‘ભિક્ષામાં મળેલી આઝાદી’?’

આ પણ વાંચો –

કુપોષણને દૂર કરવા 13 રાજ્યોના 23 જિલ્લામાં 75 ન્યુટ્રી સ્માર્ટ વિલેજ પ્રોગ્રામ શરૂ, પાકમાં પોષણ મૂલ્ય વધારવા પર ભાર મૂકવામાં આવ્યો

આ પણ વાંચો –

TMKOC : તારક મહેતાની સોનુ થઇ ગઇ મોટી, બિકીનીમાં દરિયાની વચ્ચે સર્ફિંગ કરતી તસવીર થઇ વાયરલ

આ પણ વાંચો –

Vehicle carbon Pollution: પેસેન્જર કાર, માલવાહક વાહનો કે પ્લેન… જાણો પર્યાવરણને સૌથી વધુ નુકસાન કોણ કરી રહ્યું છે?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">