Ileana D’Cruz: ‘પેટમાં ડાન્સ પાર્ટી ચાલી રહી છે’ બાળકની લાતથી ઈલિયાના ડીક્રુઝની ઊંઘ હરામ થઈ
એક્ટ્રેસ ઈલિયાના ડીક્રુઝ તેની પ્રેગ્નન્સીને લઈને ઘણી ચર્ચામાં છે. અભિનેત્રી આ દિવસોમાં તેના પ્રેગ્નન્સીના દિવસોને ખૂબ એન્જોય કરી રહી છે. આ દરમિયાન તેણે પોતાનો અનુભવ શેર કર્યો છે.

અભિનેત્રી ઈલિયાના ડીક્રુઝ લાંબા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર પોતાના અંગત જીવનનો આનંદ માણી રહી છે. હાલમાં અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે, તેના જીવનમાં કોઈ પ્રવેશવા જઈ રહ્યું છે. ઇલિયાના ડીક્રુઝે માતા બનવાના સમાચાર બધા સાથે શેર કર્યા છે. હવે અભિનેત્રી ગર્ભાવસ્થાના આ તબક્કાને ખૂબ જ માણી રહી છે. એક તરફ ઈલિયાના ડીક્રુઝના માતા બનવાના સમાચાર સાંભળીને તેના ફેન્સ ખૂબ જ ખુશ છે. કેટલાક લોકો એ પણ જાણવા માંગે છે કે તેમના બાળકના પિતા કોણ છે.
ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કેટલાક નવા ફોટો શેર કર્યા
જો કે હજુ સુધી ઈલિયાના ડીક્રુઝે એ વાતનો ખુલાસો કર્યો નથી કે બાળકના પિતાનું નામ શું છે. પરંતુ અભિનેત્રી તેના શરીરમાં થઈ રહેલા ફેરફારો અને આ સમયે તે કેવું અનુભવી રહી છે તેની માહિતી શેર કરી રહી છે. ઈલિયાના ડીક્રુઝે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કેટલાક નવા ફોટો શેર કર્યા છે. જેમના દ્વારા તેણે તેના ગર્ભાવસ્થાના અનુભવને શેર કર્યા છે.
View this post on Instagram
ઈલિયાના ડીક્રુઝે પોતાનો એક ફોટો શેર કરતા કહ્યું કે બાળકે તેને લાત મારવાનું શરૂ કરી દીધું છે. શેર કરેલા ફોટોમાં ઇલિયાના સુતી જોવા મળી રહી છે. તેના કેપ્શનથી સ્પષ્ટ છે કે, તે ઊંઘવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ તેના પેટમાં રહેલું બાળક તેને વારંવાર લાત મારી રહ્યું છે. અભિનેત્રીના કહેવા પ્રમાણે, તે સૂવા માંગે છે પરંતુ બાળક તેના પેટમાં ડાન્સ પાર્ટી કરી રહ્યું છે. શેર કરેલા ફોટોમાં ઈલિયાનાની પ્રેગ્નન્સી ગ્લો તેના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે.

તમને જણાવી દઈએ કે, ગયા મહિને ઇલિયાનાએ પોતાની પ્રેગ્નન્સીનો ખુલાસો કર્યો હતો. અભિનેત્રીએ એક પોસ્ટ શેર કરી હતી. જેના પર મમ્મી લખેલું હતું. તે પોસ્ટ જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સનો એક જ સવાલ હતો કે જો લગ્ન નથી થયા તો કોનું બાળક છે. જો કે, અત્યાર સુધી ઇલિયાનાએ બાળકના પિતાના નામના સમાચાર પર કોઈ નિવેદન આપ્યું નથી.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…