AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્સર સામે ઝઝુમી રહેલી હિના ખાન માટે ઉભું થવું પણ ખુબ મુશ્કેલ, પોસ્ટ શેર કરી દુખ વ્યક્ત કર્યું

હિના ખાનની કેન્સર સામેની લડાઈ હજુ પણ ચાલુ છે. પરંતુ આ બીમારી હોવા છતાં, તાજેતરમાં જ એક કાર્યક્રમમાં હાજરી આપીને તેણે સાબિત કર્યું કે, તે જીવનમાં ક્યારેય હાર નહીં માને.તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી છે.

કેન્સર સામે ઝઝુમી રહેલી હિના ખાન માટે ઉભું થવું પણ ખુબ મુશ્કેલ, પોસ્ટ શેર કરી દુખ વ્યક્ત કર્યું
| Updated on: Oct 09, 2024 | 1:51 PM
Share

યે રિશ્તા ક્યાં કહેલાતા હૈની મશહુર અભિનેત્રી હિના ખાનને જ્યારે ત્રીજા સ્ટેજ બ્રેસ્ટ કેન્સરની જાણ થઈ તો. તેમને ખુબ મોટો ઝટકો લાગ્યો હતો પરંતુ આ દરમિયાન કહ્યું કે, તે ડરશે નહિ પરંતુ બિમારી સામે લડશે. તેની આ લડાઈથી તમામ કેન્સરના દર્દીઓને હિંમત મળે એટલા માટે પોતાની આ બિમારીને લઈ સોશિયલ મીડિયા પર અપટેડ શેર કરતી રહે છે. હાલમાં તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ પણ શેર કરી છે. નીના ગુપ્તાની દિકરી અને મશહુર ફેશન ડિઝાઈનર મસાબાની માફી પણ માંગી છે.

લાંબી પોસ્ટ લખી વીડિયો શેર કર્યો

હિના ખાને ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક લાંબી પોસ્ટ લખી વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં હિના ખાન સાડી પહેરેલી જોવા મળી રહી છે. સાડી પહેરી લિફ્ટ તરફ જતી વખતે હિના ખાનને જ્યારે પુછવામાં આવે કે, તેમણે સાડી નીચે પગમાં શું પહેર્યું છે. ત્યારે તે પોતાની સાડી નીચે પગમાં પહેરેલા શૂઝ દેખાડે છે અને કહે છે. આજકાલ તે આવી રીતે કામ કરી રહી છે. પરંતુ તેમ છતાં તે હાર માનશે નહિ અને તે કામ કરશે અને લડશે.

View this post on Instagram

A post shared by (@realhinakhan)

વધારે સમય અભિનેત્રી ઉભી રહી શકતી નથી

જે ફેશન ઈવેન્ટ માટે હિનાએ સાડી પહેરી રેમ્પ વોક કર્યું હતુ. તે ઈવેન્ટ વિશે વાત કરતા હિના ખાને કહ્યું કે,આપ સૌને આના વિશે જાણકારી હશે કે, આ બિમારીના કારણે અનેક વખત દુખાવો થયો છે. હું થોડી મિનિટ માટે ઉભી પણ રહી શકતી નથી. કેન્સરની સારવાર પછી મને અનેક સાઈડ ઈફેક્ટનો સામનો કરવો પડશે. આ વાતની જાણ મને હતી.

View this post on Instagram

A post shared by (@realhinakhan)

મસાબા ગુપ્તાની માફી માંગી

પોસ્ટમાં હિના ખાને કહ્યું હું દુખાવાને કારણે આ ઈવેન્ટમાં સામેલ થવાની ન હતી કારણ કે, મારે દોઢ કલાક સુધી આ મંચ પર ઉભા રહેવાનું હતુ. આ વાત વિચારીને પણ મને ડર લાગતો હતો. હું ઈવેન્ટના તમામ પૈસા પણ પરત કરવાની હતી. મને લાગી રહ્યું હતુ કે, હું આ ઈવેન્ટ નહિ કરી શકીશ. પરંતુ ભગવાનની કૃપાથી મને આ ઈવેન્ટમાં ભાગ લેવાની તાકાત મળી. મને પગમાં કમજોરી છે એટલા માટે મે સાડી નીચે પગમાં શૂઝ પહેરવાનો નિર્ણય લીધો હતો. ડિઝાઈનર મસાબા ગુપ્તાની માફી પણ માંગી હતી.

g clip-path="url(#clip0_868_265)">