શું Shah Rukh Khan સાથે ફિલ્મ કરવાની નયનતારાએ પાડી દીધી છે ના? ક્યાંક આર્યન ખાન તો નથી આનું કારણ!

જ્યારથી સમાચાર આવ્યા કે શાહરૂખ ખાન અને નયનતારા સાથે કામ કરવા જઈ રહ્યા છે, ચાહકો બંનેને સાથે જોવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા. પરંતુ હવે ફેન્સ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે.

શું Shah Rukh Khan સાથે ફિલ્મ કરવાની નયનતારાએ પાડી દીધી છે ના? ક્યાંક આર્યન ખાન તો નથી આનું કારણ!
Shah Rukh Khan, Nayanthara

શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને નયનતારા (Nayanthara)ના ચાહકો ઘણા ખુશ હતા કારણ કે થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે બંને સાથે કામ કરવા જઈ રહ્યા છે. ચાહકો બંનેની જોડીને એક સાથે જોવા માંગતા હતા, પરંતુ હવે જે સમાચાર આવ્યા છે તે જાણીને ચાહકો નિરાશ થઈ જશે. અહેવાલો અનુસાર શાહરૂખ ખાન જે તેની આગામી ફિલ્મમાં નયનતારા સાથે ડાયરેક્ટર એટલી (Atlee) સાથે કામ કરવાના હતા, તેમણે તેમના અંગત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓના કારણે શૂટિંગ મોકૂફ રાખ્યું હતું.

 

શાહરૂખ કામ પર ન આવવાને કારણે મેકર્સ હજુ પણ ફિલ્મમાં લાંબા શોર્ટ્સ માટે શાહરૂખ ખાનના બોડી ડબલનો ઉપયોગ કરી રહ્યા હતા. પરંતુ આ દરમિયાન હવે સમાચાર આવી રહ્યા છે કે નયનતારાએ ફિલ્મ છોડી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નયનતારાએ આર્યન ખાન (Aryan Khan) કેસને લઈને આ નિર્ણય લીધો નથી કારણ કે શાહરૂખ ખાન હાલમાં ડ્રગ્સના કેસમાં પુત્રની ધરપકડને લઈને ઘણા ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા તે આર્યનને મળવા જેલમાં પણ ગયા હતા.

 

ફિલ્મ કેમ છોડી?

જો કે હાલમાં જે સમાચાર સામે આવ્યા છે તે મુજબ નયનતારા પ્રોફેશનલ કારણોસર ફિલ્મમાંથી બહાર થઈ ગઈ છે. આને શાહરૂખના પુત્રના કેસ સાથે કોઈ લેવાદેવા નથી. એક વેબસાઈટ અનુસાર નયનતારાએ એટલીની ફિલ્મ માટે ઓક્ટોબર અને નવેમ્બરના શરુઆતના અડધા મહિનાની ડેટ્સ રાખી હતી. પરંતુ અત્યાર સુધી ફિલ્મનું શૂટિંગ તે સમયમાં થઈ શક્યું નથી અને હવે તેમણે બાકીના પ્રોજેક્ટ્સ માટે આપેલા કમિટમેન્ટ્સ પૂરા કરવાના હોવાથી તે આ ફિલ્મ માટે સમય કાઢી શકતી નથી.

 

સમાચાર એ પણ આવી રહ્યા છે કે મેકર્સ હવે આ ફિલ્મ માટે અન્ય અભિનેત્રીને ફાઈનલ કરવાનું વિચારી રહ્યા છે. તેઓને નયનતારા જેવી પાવરફુલ અભિનેત્રી જોઈએ છે. આ ફિલ્મ માટે અત્યાર સુધી જે નામ સામે આવ્યું છે તે છે સામંથા પ્રભુ. જોકે, મેકર્સ અને એક્ટ્રેસ તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હવે કારણ ગમે તે હોય, પરંતુ જે ચાહકો શાહરૂખ અને નયનતારાને એકસાથે જોવા માંગતા હતા, જેના માટે તેમને વધુ રાહ જોવી પડશે.

 

તમને જણાવી દઈએ કે નયનતારા પણ આ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી હતી. સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવ્યા બાદ હવે તે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની કમાલ બતાવવા જઈ રહી હતી. જો કે લાગે છે કે અભિનેત્રીને હવે બીજી ફિલ્મ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરવી પડશે.

 

 

આ પણ વાંચો :- ‘Antim: The Final Truth’ના ટ્રેલર લોન્ચમાં કાળા પોશાકમાં પહોંચ્યા સલમાન ખાન અને આયુષ, જુઓ Photos

 

આ પણ વાંચો :- ‘Antim: The Final Truth’ Trailer: સલમાન ખાનની પાવર-પેક એક્શન, આયુષ શર્માની જબરદસ્ત એક્ટિંગ, જુઓ ધમાકેદાર ટ્રેલર

 

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati