Happy Birthday Vishal Dadlani: દુનિયાને પોતાના ગીતો પર નચાવનાર વિશાલ દદલાની વર્ષે કેટલી કરે છે કમાણી, જાણો તેની નેટવર્થ
વિશાલ દદલાણીનો જન્મ મુંબઈના સિંધી પરિવારમાં થયો હતો. તેમણે તેમનો પ્રારંભિક અભ્યાસ હિલ ગ્રેન્જ હાઈસ્કૂલમાંથી કર્યો હતો. આ પછી તેણે એચ.આર. કોલેજ ઓફ કોમર્સ બી. કોમ ડિગ્રી મેળવી હતી.પણ વિશાલ દદલાણીને સિંગીગમાં રસ હોવાથી તેમને કોલેજ ટાઈમથી જ ગીતો ગાવાનું ચાલુ રાખ્યુ હતુ .

Vishal Dadlani Birthday: બોલિવુડનો ફેમસ સિંગર અને રોક સ્ટાર વિશાલ દદલાની વિશે કોણ નથી જાણતુ. બોલિવૂડમાં પોતાના ગીતોથી એક અલગ નામના મેળવનાર પ્રખ્યાત ગાયક વિશાલ દદલાની એક ગાયકની સાથે સક્સેસફુલ કમ્પોઝર પણ છે. વિશાલે બોલિવુડમાં અનેક હિટ સોંગ આપ્યા છે. જો કે વિશાલ દદલાણીને દુનિયા વિશાલ શેખરની રીતે જ ઓળખે છે જો કે તે વિશાલની જોડી એટલે કે સિંગર શેખર અને વિશાલ એકસાથે જોડીમા ગીતો ગાતા હોવાથી આ નામ આપવામાં આવ્યુ હતુ.
બોલિવુડમાં અનેક હિટ સોંગ
28 જૂનના રોજ જન્મેલ વિશાલ દદલાણી આજે તેમનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ત્યારે બોલિવુડમાં ઝૂમે જો પઠાણ’, ‘બેશરમ રંગ’, ‘બલમ પિચકારી’ અને ‘સ્વેગ સે સ્વાગત’ સહિત ઘણા બ્લોકબસ્ટર ગીતો આપ્યા છે. તે ઉપરાંત અનેક રીયાલીટી સિંગીગ શોમાં પણ જજ પણ રહી ચૂક્યા છે. ત્યારે વિશાલ દદલાણી વર્ષે કેટલુ કમાય છે અને તેમની નેટવર્થ કેટલી છે તેના વિશે આજે આપણે જાણીશું.
વિશાલ દદલાણીનો જન્મ મુંબઈના સિંધી પરિવારમાં થયો હતો. તેમણે તેમનો પ્રારંભિક અભ્યાસ હિલ ગ્રેન્જ હાઈસ્કૂલમાંથી કર્યો હતો. આ પછી તેણે એચ.આર. કોલેજ ઓફ કોમર્સ બી. કોમ ડિગ્રી મેળવી હતી. પણ વિશાલ દદલાણીને સિંગીગમાં રસ હોવાથી તેમને કોલેજ ટાઈમથી જ ગીતો ગાવાનું ચાલુ રાખ્યુ હતુ .
કરિયરની શરુઆત
વિશાલે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત પ્યાર મેં કભી કભી ગીતથી કરી હતી. સંગીત પ્રેમીઓને આ ગીત ખૂબ પસંદ આવ્યું. પરંતુ વિશાલને 2003માં આવેલી ફિલ્મ ઝંકાર બીટ્સથી ઓળખ મળી. આ ફિલ્મમાં તેમની ગાયકીને કારણે તેમને ન્યૂ ટેલેન્ટ હન્ટ આરડી બર્મન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જે બાદથી જ વિશાલના કરિયરની ખરેખર શરૂઆત થઈ હતી. વિશાલ દદણી અને તેમના સહ-નિર્દેશક શેખરે ફિલ્મના ઘણા ગીતો માટે સંગીત આપ્યું છે તેમજ સંગીત નિર્દેશન પણ કર્યું છે. વર્ષ 2005 આ જોડી માટે સૌથી સફળ વર્ષ સાબિત થયું. આ વર્ષે તેણે ઘણી સુપરહિટ ફિલ્મોમાં સંગીત આપ્યું. વિશાલ ભારતીય સંગીતની સાથે-સાથે વેસ્ટર્ન મ્યુઝિકમાં પણ ખૂબ વાકેફ છે.
વિશાલ દદલાણીની નેટવર્થ
વર્ષ 2007માં ફરી એકવાર વિશાલનું નામ ચમક્યું. આ વર્ષે તેણે ફિલ્મ નિર્દેશક ફરાહ ખાનની બ્લોકબસ્ટર હિટ ફિલ્મ ઓમ શાંતિ ઓમનું સંગીત કમ્પોઝ કર્યું. આ ફિલ્મ માટે તેને આઈફા, ફિલ્મફેર અને અપ્સરા એવોર્ડ પણ મળ્યા હતા.
વિશાલ દદલાણી અને શેખરની જોડીએ અનેક ફિલ્મોમાં સંગીત આપ્યુ છે આ સાથે બન્ને અનેક લાઈવ શોથી પણ તગડી કમાણી કરે છે દદલાનીએ 2016માં સુપર હિટ ફિલ્મ સુલ્તાનનું બેબી કો બેઝ પસંદ હૈ ગીત તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા, દદલાણીની નેટ વર્થના વાત કરીએ તો એક વર્ષની કમાણી 7 થી 10 કરોડ રુપિયા છે. કાર, બંગલો , સ્ટારર લાઈફ સ્ટાઈલની સાથે વિશાલ દદલાણી ખાવાના પણ ઘણા શોખિન છે. તેમને સ્ટ્રીટ ફુડ વધુ પ્રિય છે.