AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanuman Jayanti 2023 : તમને ખબર છે ‘રામાયણ’થી ‘આદિપુરુષ’ સુધી 36 વર્ષમાં ઓનસ્ક્રીન કેટલા બદલાયા હનુમાન ?

Ramayana To Adipurush Hanuman Look : રામાનંદ સાગરની 'રામાયણ'થી લઈને ડિરેક્ટર ઓમ રાઉતની ફિલ્મ 'આદિપુરુષ' સુધી હનુમાનનો લુક ઘણો બદલાઈ ગયો છે. હવે આદિપુરુષ ફિલ્મમાં હનુમાનના લુકને લઈને ઘણો હોબાળો થઈ રહ્યો છે. જાણો શા માટે હંગામો થયો?

Hanuman Jayanti 2023 : તમને ખબર છે 'રામાયણ'થી 'આદિપુરુષ' સુધી 36 વર્ષમાં ઓનસ્ક્રીન કેટલા બદલાયા હનુમાન ?
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2023 | 2:16 PM
Share

Hanuman Jayanti 2023 : ટીવીની દુનિયામાં પહેલીવાર રામાનંદ સાગરની ‘રામાયણ’એ લોકોને દિવાના બનાવ્યા હતા. રવિવારે દૂરદર્શન પર આવી રહેલી રામાયણ જોવાનો લોકોમાં એવો ક્રેઝ હતો કે આખું અઠવાડિયું રાહ જોવી મુશ્કેલ બની ગઈ હતી. રામાયણનું દરેક પાત્ર લોકોના દિલોદિમાગ પર છવાઈ ગયું. આજે પણ જ્યારે રામ-સીતા કે હનુમાનનું ચિત્ર મનમાં આવે છે ત્યારે રામાયણના કલાકારો જ સામે આવે છે. જો કે સમયની સાથે ટીવી પર રામાયણ અને તેના પાત્રોમાં ઘણો બદલાવ આવ્યો છે.

આ પણ વાંચો : Adipurush New Poster : ‘આદિપુરુષ’ના નવા પોસ્ટરમાં રામ, સીતા અને લક્ષ્મણના લુક પર ઉઠ્યા સવાલ, લોકોએ કહ્યું ‘તમે સંસ્કૃતિની મજાક ઉડાવી રહ્યા છો’

હવે અભિનેતા પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’માં હનુમાનના લુક અને પોશાકને લઈને વિવાદ છે. ટીઝરમાં હનુમાનને લેધર જેકેટ પહેરેલા બતાવવામાં આવ્યા છે, જેનો વિરોધ કરવામાં આવ્યો હતો. તે જ સમયે, રામ નવમી નિમિત્તે રિલીઝ થયેલા નવા પોસ્ટરને લઈને હંગામો થયો છે.

આદિપુરુષમાં હનુમાનજીના દેખાવને લઈને હોબાળો

હકીકતમાં આદિપુરુષનું ટીઝર રિલીઝ થયા પછી, ફિલ્મમાં હનુમાનના લુકને લઈને ઘણો હોબાળો થયો હતો. મધ્યપ્રદેશના બીજેપી નેતા નરોત્તમ મિશ્રાએ આરોપ લગાવ્યો હતો કે, ટીઝરમાં હનુમાનને લેધર જેકેટ પહેરેલા બતાવવામાં આવ્યા છે, જે ખોટું છે. હનુમાનને આ રીતે બતાવવા એ હિંદુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા સમાન છે.

હનુમાન દાઢીમાં છે, પણ મૂછ દેખાતી નથી

તે જ સમયે, કેટલાક લોકોએ હનુમાનની દાઢીને લઈને નારાજગી પણ વ્યક્ત કરી હતી. ટ્વિટર પર લોકોએ વાંધો ઉઠાવ્યો હતો કે હનુમાનને મુસ્લિમની જેમ બતાવવામાં આવ્યા છે. જેમાં તેને મૂછ વગર માત્ર દાઢીમાં બતાવવામાં આવ્યો છે. હિંદુઓ મૂછ વગર દાઢી રાખતા નથી. આ સમગ્ર મામલે ફિલ્મના નિર્દેશકને સીન અને કોસ્ચ્યુમ બદલવાની માંગ કરવામાં આવી હતી.

હનુમાન લેધર જેકેટ પહેરેલા જોવા મળ્યા

જો કે પોસ્ટરમાં પણ હનુમાનના લુકમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પોસ્ટરમાં હાથ જોડીને ઉભેલા હનુમાનને મૂછ વગર, માત્ર દાઢી સાથે બતાવવામાં આવ્યા છે. તેના શરીર પર લેધર જેકેટ પણ છે. જ્યારે રામાનંદ સાગરની રામાયણમાં હનુમાનને દાઢી અને મૂછ વગર બતાવવામાં આવ્યા છે. માથા પર મુગટ અને પવિત્ર જનોઈ પહેરવામાં આવી છે. આદીપુરૂષમાં હનુમાનજી રુદ્રાક્ષની જગ્યાએ સોનાની કંઠી પહેરેલા જોવા મળે છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Follow Us
અમેરિકાએ ઇઝરાયેલને સૈન્ય સહાય મોકલી, જુઓ Video
અમેરિકાએ ઇઝરાયેલને સૈન્ય સહાય મોકલી, જુઓ Video
'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર
'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર
12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો
12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો
રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video
રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video
આ અહંકાર હંમેશા બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે : અમિત ચાવડા
આ અહંકાર હંમેશા બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે : અમિત ચાવડા
મેઘરાજા મન મૂકીને વરસશે! ગુજરાતમાં 40 થી 50 ઈંચ વરસાદની આગાહી
મેઘરાજા મન મૂકીને વરસશે! ગુજરાતમાં 40 થી 50 ઈંચ વરસાદની આગાહી
ગેનીબેનને લઈને જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ Video
ગેનીબેનને લઈને જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ Video
સુરતમાં વાઇબ્રન્ટ રિજનલ કૉન્ફરન્સનું આયોજન, હરદીપ સિંઘ રહ્યા હાજર
સુરતમાં વાઇબ્રન્ટ રિજનલ કૉન્ફરન્સનું આયોજન, હરદીપ સિંઘ રહ્યા હાજર
બહારનું ખાવું મોંઘુ પડશે
બહારનું ખાવું મોંઘુ પડશે
સુરતના ચોર્યાસીમાં દેશનો પહેલો માનવ રહિત ટોલબુથ લોન્ચ, જુઓ વીડિયો
સુરતના ચોર્યાસીમાં દેશનો પહેલો માનવ રહિત ટોલબુથ લોન્ચ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">