AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush New Poster : ‘આદિપુરુષ’ના નવા પોસ્ટરમાં રામ, સીતા અને લક્ષ્મણના લુક પર ઉઠ્યા સવાલ, લોકોએ કહ્યું ‘તમે સંસ્કૃતિની મજાક ઉડાવી રહ્યા છો’

'આદિપુરુષ'નું નવું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે, તેની સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. જોકે, નવા પોસ્ટરમાં રામ, સીતા અને લક્ષ્મણનો લુક પણ ટ્રોલ થઈ રહ્યો છે.

Adipurush New Poster : 'આદિપુરુષ'ના નવા પોસ્ટરમાં રામ, સીતા અને લક્ષ્મણના લુક પર ઉઠ્યા સવાલ, લોકોએ કહ્યું 'તમે સંસ્કૃતિની મજાક ઉડાવી રહ્યા છો'
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2023 | 1:17 PM
Share

રામાયણ પરની બેસ્ટ મોસ્ટ અવેટેડ પૌરાણિક કાલ્પનિક ફિલ્મ ‘આદિપુરુષ‘ લાંબા સમયથી નિર્માણ હેઠળ છે. તેલુગુ સુપરસ્ટાર પ્રભાસને ફિલ્મમાં ભગવાન રામ તરીકે દર્શાવવામાં આવ્યા છે, જ્યારે કૃતિ સેનન માતા સીતાની ભૂમિકામાં છે અને સૈફ અલી ખાન રાવણની ભૂમિકા ભજવે છે, આ ફિલ્મ ઓમ રાઉત દ્વારા નિર્મિત છે. આ સાથે તમને જણાવી દઈએ કે ‘આદિપુરુષ’નું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે અને ફિલ્મની નવી રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. જોકે નવા પોસ્ટરમાં દેખાતા સ્ટાર્સના લુકને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

રામ નવમી પર ‘આદિપુરુષ’નું નવું પોસ્ટર રિલીઝ

આદિપુરુષના આ નવા પોસ્ટરમાં પ્રભાસને રામ, કૃતિ સેનનને જાનકી અને સન્ની સિંહને લક્ષ્મણ તરીકે દર્શાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં રામ દરબારનો પોઝ બતાવવામાં આવ્યો છે. પોસ્ટરમાં દેવદત્ત નાગે બજરંગબલી તરીકે જોવા મળે છે, ફિલ્મમાં ભગવાન રામના ધર્મ, બલિદાન અને બહાદુરીની કથા બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)

‘આદિપુરુષ’નું નવું પોસ્ટર ટ્રોલ થયું

‘આદિપુરુષ’નું નવું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે, તેની સાથે જ તે ટ્રોલના નિશાન પર પણ આવી ગયું છે. એક યુઝરે લખ્યું છે કે, તમે સંસ્કૃતિની મજાક કેમ ઉડાવી રહ્યા છો.” એકે લખ્યું, “100% ફ્લોપ.” પોસ્ટરમાં લક્ષ્મણના આઉટફિટ પર નિશાન સાધતા એક યુઝરે લખ્યું, “લક્ષ્મણના પાત્ર ડિઝાઇનર લેધર સ્ટ્રેપ પહેરી છે.”

આ પણ વાંચો : Adipurush Poster : રામ નવમી પર સામે આવ્યું Adipurushનું નવું પોસ્ટર, પ્રભાસ ભગવાન રામના લુકમાં જોવા મળ્યો

સીતાના લુકમાં ટ્રોલ થઈ રહી છે કૃતિ

એક યુઝરે રામના રોલમાં પ્રભાસ અને સીતાના રોલમાં જોવા મળેલી કૃતિ સેનનને તેના લુક માટે પણ ટ્રોલ કર્યા છે. એક યુઝરે લખ્યું કે, કૃતિ સેનન ક્યાંય સીતા જેવી દેખાતી નથી.  ”

પહેલા પણ આદિપુરુષને લઈને વિવાદ થયો

‘આદિપુરુષ’ અગાઉ જાન્યુઆરી 2023માં રિલીઝ થવાની હતી, જો કે, ટીઝર પરના વિવાદ બાદ એવું થઈ શક્યું નહીં અને તેની તારીખ લંબાવવામાં આવી.  ટીઝર રિલીઝ થયા પછી, ફિલ્મમાં રાવણ અને હનુમાનના લુક સાથે રામ અને સીતાના આઉટફિટને લઈને ઘણો હોબાળો થયો હતો. આ પછી, નિર્માતાઓએ તેમાં કેટલાક ફેરફારો કરવાની ફરજ પડી હતી

‘આદિપુરુષ’ ક્યારે રિલીઝ થશે?

‘આદિપુરુષ’ 16 જૂન 2023ના રોજ IMAX અને 3Dમાં મોટા પડદા પર રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મનું નિર્દેશન ઓમ રાઉત દ્વારા કરવામાં આવ્યું છે

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">