AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગોવિંદાએ સુનીતા આહુજા સાથેના છૂટાછેડા પર તોડી ચુપ્પી, બોલ્યા- “આપણે હિન્દુ છીએ, આપણા ત્યાં તલાક…”

ગોવિંદાનું નામ જ્યાં તેમની કો-એક્ટ્રેસ કોમલ રાણી સ્વર્ણકાર સાથે જોડાઈ રહ્યું છે, તો વળી સુનિતા આહુજા સાથેના તેમના સંબંધોમાં ખટાશ પડવાના અહેવાલો પણ અવારનવાર સામે આવી રહ્યા છે. એવામાં પત્ની સુનિતા આહુજા સાથેના છૂટાછેડા અને કોર્ટમાંથી અરજી પાછી ખેંચવાના મામલે આખરે અભિનેતા ગોવિંદાએ લાંબી ચુપ્પી તોડી દીધી છે. ગોવિંદાએ આ મામલે મોટો ખુલાસો કરતા પોતાના અંગત સંબંધો વિશે ચોંકાવનારી વાત કહી છે.

ગોવિંદાએ સુનીતા આહુજા સાથેના છૂટાછેડા પર તોડી ચુપ્પી, બોલ્યા- આપણે હિન્દુ છીએ, આપણા ત્યાં તલાક...
| Updated on: Oct 25, 2026 | 9:15 PM
Share

બોલિવૂડના હીરો નંબર 1 એટલે કે ગોવિંદાએ પોતાની એક્ટિંગ અને અંદાજથી લોકોના દિલ ખૂબ જીત્યા છે. ગોવિંદા છેલ્લાં લાંબા સમયથી પોતાની અંગત જિંદગીના કારણે ચર્ચામાં રહ્યા છે. ગોવિંદા અને સુનિતા આહુજાનો સંબંધ હંમેશાં લાઇમલાઇટ ખેંચતો નજરે પડે છે.

ગોવિંદાનું નામ જ્યાં તેમની કો-એક્ટ્રેસ કોમલ રાણી સ્વર્ણકાર સાથે જોડાઈ રહ્યું છે, તો વળી સુનિતા આહુજા સાથેના તેમના સંબંધોમાં ખટાશ પડવાના અહેવાલો પણ અવારનવાર સામે આવતા રહે છે.

ગોવિંદાની પત્ની સુનિતા આહુજાએ થોડા સમય પહેલાં જ કોર્ટમાં જઈને છૂટાછેડા (ડિવોર્સ)ની અરજી પાછી ખેંચી હતી. આ મામલે હવે ગોવિંદાએ મૌન તોડ્યું છે. તેમણે જણાવ્યું કે, સુનિતા આહુજા જે કંઈ પણ કરી રહી છે; પોતાના બાળકો માટે કરી રહી છે.

ઇન્ટરવ્યુ દરમિયાન કર્યો ખુલાસો

ગોવિંદાએ ઇન્ટરવ્યુ દરમિયાન સુનિતા આહુજાને પોતાનો પહેલો પ્રેમ ગણાવ્યા. તેમણે કોમલ રાણી સ્વર્ણકાર સાથેના અફેયરના અહેવાલો પર કહ્યું, “બદનામી મારા નામનો હિસ્સો રહી છે. મારું નામ જ એવું છે. કોઈએ પ્રેમ કર્યો છે, તો કોઈએ ભવિષ્યવાણી કરી હતી કે; તું દગો આપીશ.” સુનિતા આહુજાનો આભાર માનતા ગોવિંદાએ તેમને ભાગ્યવાન અને લક્ષ્મી ગણાવ્યા. એક્ટરે કહ્યું, “સુનિતા આહુજાની આંખો પર પડદો પડેલો છે.”

છૂટાછેડા પર ગોવિંદાએ તોડ્યું મૌન

સુનિતા આહુજાએ કોર્ટમાં છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી હતી. આ મામલે ગોવિંદાએ કહ્યું, “અરજી પાછી લીધી અને લેવી પણ પડશે… કેમ નહીં લે?”

ગોવિંદાને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે, શું અરજી સુનિતા આહુજાએ ધમકીથી પાછી ખેંચી કે પ્રેમથી? તો તેના પર ગોવિંદાએ જવાબ આપ્યો, “ના ના, આપણે હિન્દુ માણસ છીએ અને આપણા ત્યાં છૂટાછેડા શબ્દ નથી. તમામ વ્યવસ્થાઓ આપણામાં છે.” ઉલ્લેખનીય છે કે, ગોવિંદા અને સુનિતા આહુજાએ વર્ષ 1987માં લગ્ન કર્યા હતા. તેમના લગ્ન વર્ષો સુધી ઇન્ડસ્ટ્રીથી છૂપા રહ્યા હતા.

પિક્ચર અભી બાકી હૈ! શાહરૂખ ખાનની ‘King’ નું કાઉન્ટડાઉન શરૂ, મોટી ફિલ્મો સાથે બોક્સ ઓફિસ પર થશે ‘ટક્કર’

Follow Us
ખડગેનું વિવાદિત નિવેદન: પટનાના કાર્યક્રમમાં હોબાળો અને મારામારી
ખડગેનું વિવાદિત નિવેદન: પટનાના કાર્યક્રમમાં હોબાળો અને મારામારી
રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ
રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ
ઓછા વરસાદને કારણે માલધારીઓની મુશ્કેલી વધી
ઓછા વરસાદને કારણે માલધારીઓની મુશ્કેલી વધી
અંબાજીમાં આ વર્ષે બે દિવસ શરદ પૂનમની ઉજવણી, મંદિરના પૂજારીની સ્પષ્ટતા
અંબાજીમાં આ વર્ષે બે દિવસ શરદ પૂનમની ઉજવણી, મંદિરના પૂજારીની સ્પષ્ટતા
સુરતમાં ₹110 કરોડના ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ
સુરતમાં ₹110 કરોડના ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ
ગીર પંથકમાં ધરતી ધ્રૂજી; 17 કલાકમાં ભૂકંપના 5 આંચકા ! Video
ગીર પંથકમાં ધરતી ધ્રૂજી; 17 કલાકમાં ભૂકંપના 5 આંચકા ! Video
નિયમોનું પાલન કરાવનાર તંત્ર સામે સવાલ, AMC JAL બોટલ પર FSSAI નંબર નહીં
નિયમોનું પાલન કરાવનાર તંત્ર સામે સવાલ, AMC JAL બોટલ પર FSSAI નંબર નહીં
દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ
દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ
તહેવારોમાં સુરતમાં ફૂડ વિભાગની તપાસ, કનૈયા ડેરી સામે કોર્ટ કેસ
તહેવારોમાં સુરતમાં ફૂડ વિભાગની તપાસ, કનૈયા ડેરી સામે કોર્ટ કેસ
દાહોદના ડામર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી
દાહોદના ડામર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી
g clip-path="url(#clip0_868_265)">