AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ભારતે રોક્યો ન્યુઝીલેન્ડનો 7 વર્ષનો ‘વિજય રથ’, સતત 11 સિરીઝ જીતવાનો રેકોર્ડ પણ તૂટ્યો

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી રોમાંચક પાંચમી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરીને ન્યુઝીલેન્ડને 22 રને હરાવ્યું અને સિરીઝ 3-1થી પોતાના નામે કરી લીધી. આ જીત સાથે ભારતે ન્યુઝીલેન્ડની ધરતી પર તેમના છેલ્લા 7 વર્ષ અને સતત 11 વનડે સિરીઝ જીતવાના વિજય રથને પણ રોકી દીધો છે.

Breaking News: ભારતે રોક્યો ન્યુઝીલેન્ડનો 7 વર્ષનો 'વિજય રથ', સતત 11 સિરીઝ જીતવાનો રેકોર્ડ પણ તૂટ્યો
Image Credit source: Cricinfo
| Updated on: Nov 15, 2026 | 4:21 PM
Share

માઉન્ટ માઉંગાનુઈમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચમી વનડે મેચ રમાઈ હતી. ભારતીય ટીમે આ મુકાબલામાં ન્યુઝીલેન્ડને 22 રને હરાવી દીધું અને સિરીઝને 3-1થી પોતાના નામે કરી. ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને તેના જ ઘરમાં હરાવીને છેલ્લા 7 વર્ષ અને સતત 11 વનડે સિરીઝ જીતવાના તેમના શાનદાર રેકોર્ડને ખતમ કરી દીધો છે.

આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરતા 42.1 ઓવરમાં 209 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી આ મેચમાં એક પણ બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યો નહીં.

ટીમ ઈન્ડિયા માટે આ મેચમાં ઈશાન કિશન અને અક્ષર પટેલે 46-46 રનની ઇનિંગ રમી. આ બંને આ મેચમાં ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યા. જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ 48.1 ઓવરમાં 187 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ.

ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડર બેટ્સમેન રહ્યા ‘ફ્લોપ’

પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખુબ જ ખરાબ રહી. રોહિત શર્મા 7 રન અને વિરાટ કોહલી માત્ર 5 રન બનાવીને આઉટ થઈ ગયા. જોતજોતામાં 34 રનમાં જ ભારતની 3 વિકેટ પડી ગઈ હતી.

આ પછી કેપ્ટન શ્રેયસ અય્યરે 22 રનનું યોગદાન આપ્યું. અહીંથી અક્ષર પટેલ અને ઈશાન કિશને ઇનિંગને સંભાળી. આ બંને જ બેટ્સમેન 46-46 રન બનાવીને આઉટ થયા.

આ બંને વચ્ચે સારી ભાગીદારી થઈ. જો કે, તેમના આઉટ થયા પછી ઇનિંગ ફરી લથડી ગઈ અને નમન ધિરે 22 રન જોડ્યા. છેલ્લી ઓવરોમાં મોહમ્મદ સિરાજ (નાબાદ 14 રન) અને અર્શદીપ સિંહે (14 રન) કેટલાક ઝડપી રન બનાવ્યા. સાથે જ ટીમ ઈન્ડિયાના સ્કોરને 200 ને પાર પહોંચાડ્યો. ન્યુઝીલેન્ડ તરફથી જેકોબ ડફી અને મિચેલ સેન્ટનરે 3-3 વિકેટ લીધી.

ડીન ફોક્સક્રૉફ્ટે બનાવ્યા ન્યુઝીલેન્ડ માટે સૌથી વધુ રન

210 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમ ભારતીય બોલરો સામે ટકી શકી નહીં અને આખી ટીમ 48.1 ઓવરમાં 187 રન જ બનાવી શકી. ન્યુઝીલેન્ડ માટે ડીન ફોક્સક્રૉફ્ટે સૌથી વધુ 31 રન બનાવ્યા, જ્યારે કેપ્ટન મિચેલ સેન્ટનરે 24, નિક કેલીએ 24 અને વિલ યંગે 22 રનનું યોગદાન આપ્યું.

આ ઉપરાંત માઈકલ બ્રેસવેલે 19, ક્રિશ્ચિયન ક્લાર્કે 16, ટીમ સીફર્ટ અને બ્લેયર ટિકનરે 14-14 રન બનાવ્યા. કિવિ ટીમના લોઅર ઓર્ડરના બેટ્સમેન આ મુકાબલામાં કંઈ ખાસ કરી શક્યા નહીં.

ભારતની તરફથી અર્શદીપ સિંહે 3, જ્યારે મોહમ્મદ સિરાજ અને અક્ષર પટેલે 2-2 વિકેટ લઈને ટીમની જીત નક્કી કરી. આકિબ નબી, યશ ઠાકુર અને નમન ધિરને પણ 1-1 સફળતા મળી.

આવું કારનામું કરનાર ઇંગ્લેન્ડનો ‘પહેલો ખેલાડી’, ઓસ્ટ્રેલિયાની ધરતી પર બનાવ્યો ‘મોટો રેકોર્ડ’

Follow Us
અરવલ્લીમાં ઠાકોર યુવાનો દ્વારા OBC અનામત વર્ગીકરણની માંગ
અરવલ્લીમાં ઠાકોર યુવાનો દ્વારા OBC અનામત વર્ગીકરણની માંગ
મહેસાણાના વિસનગરમાં ચંદનના 14 વૃક્ષોની ચોરી ! Video
મહેસાણાના વિસનગરમાં ચંદનના 14 વૃક્ષોની ચોરી ! Video
મહેસાણામાં ST બસના ડ્રાઇવરે નશાની હાલતમાં ચલાવી બસ ! Video
મહેસાણામાં ST બસના ડ્રાઇવરે નશાની હાલતમાં ચલાવી બસ ! Video
Breaking News : અમદાવાદમાં મકાનમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ
Breaking News : અમદાવાદમાં મકાનમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ
વડોદરા દારૂકાંડમાં ખળભળાટ, બાપોદના PI-PSI સસ્પેન્ડ ! Video
વડોદરા દારૂકાંડમાં ખળભળાટ, બાપોદના PI-PSI સસ્પેન્ડ ! Video
વનવિભાગનાં કર્મીઓનો સિંહની પજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો
વનવિભાગનાં કર્મીઓનો સિંહની પજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો
સંત જલારામ બાપાની 227મી જન્મજયંતિ: વીરપુરમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ
સંત જલારામ બાપાની 227મી જન્મજયંતિ: વીરપુરમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ
ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં ગેનીબેને આગેવાનોને એક થવા કરી હાકલ
ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં ગેનીબેને આગેવાનોને એક થવા કરી હાકલ
ભાવનગરમાં APMCના નામે બનાવટી ખાતા બનાવી ₹2 કરોડનું કૌભાંડ આચરાયુ
ભાવનગરમાં APMCના નામે બનાવટી ખાતા બનાવી ₹2 કરોડનું કૌભાંડ આચરાયુ
Breaking News : દૂધ બાદ અમુલના દહીં અને લસ્સીના ભાવ વધ્યા
Breaking News : દૂધ બાદ અમુલના દહીં અને લસ્સીના ભાવ વધ્યા
g clip-path="url(#clip0_868_265)">