AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gadar 2 Collection: ‘ગદર 2’એ ફરી સ્પીડ પકડી, 9માં દિવસે છપ્પડફાડ કમાણી કરી

સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ 'ગદર 2' (Gadar 2)એ બોક્સ ઓફિસ પર કબજો જમાવ્યો છે. ફિલ્મ સતત ધમાકેદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મ ટૂંક સમયમાં 350 કરોડનો આંકડો પાર કરશે. આ દરમિયાન 'ગદર 2'ના 9મા દિવસનું કલેક્શન પણ બધાની સામે આવી ગયું છે.

Gadar 2 Collection: 'ગદર 2'એ ફરી સ્પીડ પકડી, 9માં દિવસે છપ્પડફાડ કમાણી કરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2023 | 10:22 AM
Share

Gadar 2 Collection : સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ (Gadar 2)એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. આ ફિલ્મની રિલીઝનો આજે 10મો દિવસ છે, પરંતુ ચાહકોમાં ઉત્સાહ યથાવત છે. તારા સિંહનું પાકિસ્તાન જવું અને તેમના પુત્રને પરત લાવવાને લોકો પસંદ કરી રહ્યા છે. ફિલ્મ કમાણીના નવા રેકોર્ડ બનાવી રહી છે. ‘ગદર 2’ની આગ બોક્સ ઓફિસ પર સ્પષ્ટ દેખાઈ રહી છે. ફિલ્મના બિઝનેસમાં તેજી આવી છે.

આ પણ વાંચો : Jee Bhar Ke Tum Song: શ્રેયા ઘોષાલનું લેટેસ્ટ આલ્બમ સોંગ ‘જી ભર કે તુમ’નો Video અને Lyrics, જુઓ અહીં

‘ગદર 2’ 11 ઓગસ્ટના રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર ઉંચી ઉડાન ભરી રહી છે. ફિલ્મે બીજા વિકએન્ડ એટલે કે, શનિવાર 19 ઓગસ્ટના રોજ કમાણી શાનદાર રહી છે,સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મે રિલીઝના પહેલા અઠવાડિયામાં 284.63 કરોડની કમાણી કરી હતી.બીજા અઠવાડિયાની શરૂઆત ફિલ્મ માટે ઘણી સારી સાબિત થઈ છે. જ્યાં બીજા શુક્રવારે ફિલ્મે 19.50 કરોડની કમાણી કરી હતી. બીજી તરફ શનિવારે ફિલ્મની કમાણી લગભગ બમણી થઈ ગઈ છે.

9માં દિવસે ભારતમાં 32 કરોડનો જબરદસ્ત બિઝનેસ

પ્રાપ્ત માહિતી અનુસાર, ‘ગદર 2’ એ ફિલ્મની રિલીઝના બીજા શનિવારે અને 9માં દિવસે ભારતમાં 32 કરોડનો જબરદસ્ત બિઝનેસ કર્યો છે. જેની સાથે હવે ફિલ્મનું કુલ કલેક્શન 336.13 કરોડ થઈ ગયું છે. બીજી તરફ જો રવિવારે ફિલ્મના બિઝનેસની ગતિ એવી જ રહી તો આ ફિલ્મ આજે 350 કરોડનો આંકડો સરળતાથી પાર કરી જશે. જોકે, સની દેઓલના ચાહકો ‘ગદર 2’ને ભારતની સૌથી મોટી ફિલ્મ બનાવવા માંગે છે.

અક્ષય કુમારની ઓએમજી 2 પણ રિલીઝ થઈ

તમને જણાવી દઈએ કે, ગદર 2 રિલીઝ પહેલા એવું માનવામાં આવી રહ્યું હતુ કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કાંઈ કમાલ કરી શકશે નહિ, કારણ કે, સનીની ફિલ્મની સાથે અક્ષય કુમારની ઓએમજી 2 પણ રિલીઝ થઈ છે. અને 10 ઓગસ્ટના રોજ રજનીકાંતની ફિલ્મ જેલર રિલીઝ થઈ હતી. ત્યારે બોક્સ ઓફિસ કલેક્શન તમામ ફિલ્મોમાં વહેચાય ગયું છે. ગદર 2ની કમાણીને લઈ મેકર્સને થોડો દર હતો પરંતુ રિલીઝથી લઈ અત્યાર સુધી ગદર 2 કમાણી મામલે તમામ ફિલ્મોને ટક્કર આપી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">