મલાઈકાથી લઈને વિરાટ કોહલી સુધી, આ સ્ટાર્સ પીવે છે બ્લેક વોટર, કિંમત જાણીને તમે ચોંકી જશો!
ઘણા સેલિબ્રિટીઓ ફિટ રહેવા માટે બ્લેક વોટર પીવે છે. તેમાં સાદા પાણી કરતાં વધુ પોષક તત્વો હોય છે. ચાલો જાણીએ કે બ્લેક વોટર શું છે અને તેના ફાયદા શું છે.
બોલિવૂડ (Bollywood) સ્ટાર્સ ઘણીવાર પોતાની ફિટનેસ (Fitness) અને ફેશન સ્ટાઇલને (Fashion) લઇને ચર્ચામાં રહે છે. Pilates થી લઈને keto diet સુધી, સેલિબ્રિટીઝ ઘણીવાર આવા ફિટનેસ ટ્રેન્ડને ફોલો કરે છે. અહેવાલો અનુસાર મલાઈકા અરોરા (Malaika Arora), ઉર્વશી રૌતેલા, શ્રુતિ હસન અને વિરાટ કોહલી (Virat Kohli) પણ ફિટ રહેવા માટે બ્લેક આલ્કલાઇન વોટર પીવે છે. સેલિબ્રિટીઝમાં બ્લેક વોટર ખૂબ ટ્રેન્ડમાં છે. પરંતુ શું તમે જાણો છો કે તે સાદા પાણીથી આ કેવી રીતે અલગ છે અને તેના ફાયદા શું છે. ચાલો વિલંબ કર્યા બ્લેક આલ્કલાઇન વોટરના (Black alkaline water) ફાયદાઓ વિશે જાણીએ.
શું છે પાણીની કિંમત?
એક અહેવાલ મુજબ આ પાણી બનાવવા માટે વપરાતા ખનીજ બ્લેક હોય છે. 70 ટકા ખનીજ આ પાણીમાં ભળે છે, જેના કારણે પાણીનો રંગ કાળો એટલે કે બેલ્ક થઈ જાય છે. આ પાણીની કિંમત 200 રૂપિયા પ્રતિ લીટર છે.
પાણી કેમ પીવું જોઈએ
પાણી આપણા જીવન માટે સૌથી મહત્વની વસ્તુ છે. આપણું શરીર 60 ટકા પાણીથી બનેલું છે. શરીરના તમામ અંગો સારી રીતે કામ કરી શકે એટલા માટે જરૂરી છે કે આપણે પૂરતું પાણી પીએ. પીવાનું પાણી શરીરમાંથી ટોક્સિક પદાર્થો બહાર કાવાનું કામ કરે છે. તે આપણા શરીરમાં તાપમાન જાળવે છે અને મિનરલ્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કામ કરે છે. આ બધા ફાયદાઓ સિવાય બ્લેક વોટર સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે.
આલ્કલાઇન બ્લેક વોટર આરોગ્ય માટે છે ફાયદાકારક
ભારતમાં બ્લેક વોટરનું વેચાણ કરતી એકમાત્ર કંપની દાવો કરે છે કે સાદા પાણીમાં ઘણા જરૂરી મિનરલ્સ નથી હોતા જે સ્વાસ્થ્ય માટે જરૂરી છે. સાદા આરોનું પાણી નીચું પીએચ સ્તર ધરાવે છે, એસિડિક અને કડવું હોય છે જે શરીર માટે શોષવું થોડું મુશ્કેલ છે. આલ્કલાઇન બ્લેક વોટર સાદા પાણી જેવું છે પરંતુ તેમાં વધુ પોષક ગુણધર્મો છે. તે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હાઈ કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે ફાયદાકારક છે. ચાલો આલ્કલાઇન વોટરના ફાયદાઓ વિશે જાણીએ.
હાઇડ્રેશન
આલ્કલાઇન વોટરના કણો નાના હોય છે જે શરીરમાં સરળતાથી શોષાય છે. તે સાદા પાણી કરતાં વધુ હાઇડ્રેટિંગ હોય છે. તે સ્નાયુઓને સુધારવામાં મદદ કરે છે અને સાંધાને લુબ્રિકેટ કરવામાં મદદ કરે છે, સાથે સાથે કિડની પણ સારી રીતે કામ કરે છે.
એસિડિટી ઘટાડે છે
આલ્કલાઇન વોટર એસિડિટી ઘટાડીને શરીરના પીએચને સંતુલિત કરવામાં મદદ કરે છે. તે શરીરના ભાગોમાંથી મુક્ત થતા એસિડને સામાન્ય બનાવવામાં મદદ કરે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે છે
આલ્કલાઇન વોટર પાચનતંત્રમાં સુધારો કરે છે અને ખોરાકમાંથી પોષક તત્વોને શોષવામાં મદદ કરે છે. તે રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે અને તમને રોગોથી દૂર રાખે છે.
મેટાબોલિઝમને વેગ આપે છે
મેટાબોલિઝમ વધુ સારું ત્યારે હોય છે જો તમારું પાચન તંત્ર યોગ્ય રીતે કામ કરે. તે તમને કેલરી બર્ન કરવામાં અને દિવસભર સક્રિય રહેવામાં મદદ કરે છે.
વૃદ્ધત્વ વિરોધી ગુણધર્મો
આલ્કલાઇન વોટર એન્ટી-ઓક્સિડન્ટ્સ અને ખનિજોથી સમૃદ્ધ હોય છે જે મુક્ત રેડિકલ ઘટાડવામાં મદદ કરે છે. આને કારણે વૃદ્ધાવસ્થાની પ્રક્રિયા ધીમી પડી જાય છે અને ત્વચા અને વાળ પણ સારા થાય છે.
આ પણ વાંચો: Dental Care : શું તમને દાંતની આ સમસ્યાની પીડા છો, તો આ ઉપાય અજમાવો
આ પણ વાંચો: Women Health : લગ્ન પછી સ્ત્રીઓનું વજન વધવા પાછળ આ સાત કારણો છે જવાબદાર
(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)