ફ્રીડમ એટ મિડનાઈટનું ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ, જાણો ક્યાં અને ક્યારે જોઈ શકશો આ સીરિઝ
ભારતીય સિનેમાના જાણીતા ફિલ્મ નિર્માતા નિખિલ અડવાણી હાલમાં પોતાની વેબ સિરીઝ ફ્રીડમ એટ મિડનાઈટને લઈ ચર્ચામાં રહ્યા છે. આ સિરીઝમાં સિદ્ધાંત ગુપ્તા પંડિત જવાહરલાલ નેહરુ, ચિરાગ વોહરા મહાત્માગાંધીના પાત્રમાં જોવા મળશે.
બોલિવુડના જાણીતા ફિલ્મ નિર્માતા નિખિલ અડવાણીની વેબ સિરીઝ ફ્રીડમ એટ મિડનાઈટનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે. જેમાં તમામ સ્ટારની ઝલક જોવા મળી છે. ટ્રેલર જોઈ નેહરુના પાત્રમાં સિદ્ધાર્થના ખુબ વખાણ કરવામાં આવ્યા છે.તમને જણાવી દઈએ કે, ફ્રીડમ એટ મિડનાઈટનું પ્રીમિયર 15 નવેમ્બરના રોજ ઓટીટી પ્લેટફોર્મ સોની લિવ પર કરવામાં આવશે. નિર્માતાએ લખ્યું ભારતની આઝાદીની રોમાંચક સ્ટોરીનો ત્રીજો ભાગ જુઓ.
View this post on Instagram
ફ્રીડમ એટ મિડનાઈટ 15 નવેમ્બરના રોજ સોની લિવ પરઆ વેબ સિરીઝ લેરી કોલિન્સ અને ડોમિનિક લેપિએરની બુક ફ્રીડમ એટ મિડનાઈટ પર આધારિત છે. જે ટુંક સમયમાં સોની લિવ પર પ્રસારિત થશે.
ફ્રીડમ એટ મિડનાઈટ વેબ સિરીઝ અહીં જોઈ શકાશે
રોકેટ બોયઝ બાદ નિખિલ અડવાણી આ વેબ સીરિઝ લાવી રહ્યા છે. જે દેશના પહેલા વડાપ્રધાન બનવાની સ્ટોરીને એક અલગ દ્રષ્ટિકોણથી બતાવશે. ફ્રીડમ એટ મિડનાઈટ લેરી કૉલિન્સ અને ડોમિનિકની લખેલી આ નામની બુક પર આધારિત છે. આ વેબ સીરિઝમાં બ્રિટિશ રાજ દરમિયાન થયેલી દરેક નાની -મોટી સ્ટોરી દેખાડવામાં આવી છે. આ સિરીઝમાં રાજેશ કુમાર, આર જે મલિશકા સાથે અન્ય સ્ટાર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
The History You May Not Know The History You Should Know
Presenting the third drop of the electrifying story of India’s Independence. Freedom At Midnight streaming on 15th November on Sony LIV#FreedomAtMidnightOnSonyLIV #FAMOnSonyLIV pic.twitter.com/F8xjUs7AIQ
— Sony LIV (@SonyLIV) November 4, 2024
જો તમે આ વેબ સિરીઝ ઓટીટી પર જોવા માંગો છો. તો તમે સોની લિવ પર આ વેબ સિરીઝ જોઈ શકશો.