પ્રખ્યાત ફેશન ડિઝાઇનર સત્ય પૌલનું નિધન, બોલિવુડ સ્ટાર્સે આપી શ્રદ્ધાંજલી

ફેશન ઈન્ડસ્ટ્રી માટે આ વર્ષની શરૂઆત ઉદાસીન રહી, સુપ્રસિદ્ધ ફેશન ડિઝાઇનર સત્ય પૌલનું 79 વર્ષની વયે કોઈમ્બતુરના ઇશા યોગ સેન્ટરમાં નિધન થયું

  • tv9 webdesk39
  • Published On - 17:52 PM, 7 Jan 2021

બોલિવુડ અને ફેશન ઈન્ડસ્ટ્રી માટે આ વર્ષની શરૂઆત ઉદાસીન રહી કારણ કે સુપ્રસિદ્ધ ફેશન ડિઝાઇનર સત્ય પૌલનું 79 વર્ષની વયે કોઈમ્બતુરના ઇશા યોગ સેન્ટરમાં નિધન થયું, તેઓને ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં સ્ટ્રોક આવ્યો હતો જોકે ત્યારબાદ તેઓ સાજા પણ થઈ ગયા હતા. મૃત્યુ સમયે પૌલ કોઈમ્બતુરનાં ઇશા યોગ સેન્ટરમાં રહેતા હતા. તેઓ 2015 થી ત્યા રહેતા હતા. તેમને સ્ટ્રોક આવ્યા બાદ ઇલાજના થોડા સમય પછી તેમને ઇચ્છા પ્રમાણે ઇશા યોગ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા મળતી માહિતી અનુસાર તેઓ શાંતિથી મૃત્યુ પામ્યા છે.

ઇશા ફાઉંડેશનના સ્થાપક સદ્દગુરુએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક સંદેશ પોસ્ટ કર્યો જેમાં તેમણે પૌલને શ્રદ્ધાંજલી પાઠવી છે. બોલીવુડમાં ખબર ફેલાતા જ સ્ટાર્સએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શ્રદ્ધાજલિ પાઠવી.

અભિનેત્રી કંગના રનાઉતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શોક વ્યક્ત કર્યો હતો.
https://twitter.com/KanganaTeam/status/1347117057633087494

જાણીતા ફિલ્મ મેકર મધુર ભંડારકરે પણ શોક વ્યક્ત કર્યો હતો જ્યાં તેમણે શોકગ્રસ્ત પરિવારને સાત્વના પાઠવી.
https://twitter.com/imbhandarkar/status/1347106754279206917