AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“ધુરંધર ફિલ્મમાં જે કંઈપણ બતાવાયુ છે એ બધુ જ સાચુ છે”- કરાંચી ના પૂર્વ મેયરનો ચોંકાવનારો દાવો, અનેકોની બોલતી બંદ

ધુરંધર અને ધુરંધર 2 ને પ્રોપેગેન્ડા ફિલ્મ અને સત્તારૂડ ભાજપની પ્રચારક ફિલ્મ હોવાના ઘણા આરોપો લાગ્યા છે. ત્યાં સુધી કે ફિલ્મના ડાયરેક્ટર આદિત્ય ધરે ફિલ્મમાં તથ્યોને તોડી-મરોડીને રજૂ કર્યા છે. પરંતુ હવે કરાચીને પૂર્વ મેયર અને પત્રકાર આરિક આજાકિયાએ કહ્યુ છે કે ફિલ્મમાં જે કંઈપણ બતાવવામાં આવ્યુ છે તે બધુ જ સાચુ છે અને તેઓ તેના સાક્ષી છે.

ધુરંધર ફિલ્મમાં જે કંઈપણ બતાવાયુ છે એ બધુ જ સાચુ છે- કરાંચી ના પૂર્વ મેયરનો ચોંકાવનારો દાવો, અનેકોની બોલતી બંદ
| Updated on: Jun 01, 2026 | 6:36 PM
Share

આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર’ અને ‘ધુરંધર 2’ ને ફિલ્મને દેશભરમાંથી જબરો પ્રતિસાદ મળ્યો છે અને આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે ત્યારે સમાજનો એક વર્ગ એવો પણ છે જે આ ફિલ્મને પ્રોપેગેન્ડા ફિલ્મ ગણાવી તેની ટીકા કરી રહ્યો છે. ફિલ્મને ભાજપની પ્રચારક ગણાવવામાં આવી રહી છે. ત્યાં સુધી કે સાઉથના સ્ટાર પ્રકાશ રાજ સહિતના અનેક બોલિવુડ જગતના લોકોએ તેમજ ફિલ્મ સમિક્ષકોએ તેના પર પ્રોપેગેન્ડા ફિલ્મ હોવાનો સિક્કો માર્યો છે. આ તમામ વચ્ચે એક પાકિસ્તાની પત્રકાર અને ભૂતકાળમાં કરાંચીના મેયર રહી ચુકેલા વ્યક્તિએ દાવો કર્યો છે કે ધુરંધર અને ધુરંધર-2 માં બતાવવામાં આવેલી દરેક ઘટના સંપૂર્ણ સત્ય છે અને તેઓ ખુદ તેના સાક્ષી છે.

કરાંચીના પૂર્વ મેયરનો દાવો- ‘ધુરંધરમાં બતાવેલી કહાની સત્ય છે’

પાકિસ્તાનના કરાંચીમાં જન્મેલા પત્રકાર, હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ અને કરાચીના પૂર્વ મેયર આરિફ આજાકિયાએ ટૉક જર્નાલિઝમ નામની એક ઈવેન્ટ દરમિયાન આ દાવો કર્યો છે. તેમણે જણાવ્યુ કે જે સમયની ઘટનાઓ ધુરંધર ફિલ્મમાં બતાવવામં આવી છે એ સમયે તેઓ લ્યારીમાં જ હતા અને ત્યાં જ નાના-મોટા થયા. આરિફ અજાકિયાનો વીડિયો ANI દ્વારા શેર કરવામાં આવ્યો છે. જે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

“ધુરંધર માં જે કહાની બતાવવામાં આવી, તે જ્યારે ઘટી ત્યારે હું ત્યાં હતો”

આરિફ અજાકિયાએ ધુરંધર નો સપોર્ટ કરતા કહ્યુ, “હું કરાચી શહેરનો મેયર હતો. ધુરંધરમાં જે કહાની બતાવવામાં આવી છે, તે ઘટનાઓ જ્યારે બની ત્યારે હું ત્યાં જ હતો. મે ચૂંટણી જીતીને મેયરના પદ પર હતો. મારો જન્મ લ્યારીમાં થયો અને હું ત્યાં જ નાનો મોટો થયો છુ. આથી જ હું જાણુ છુ કે ફિલ્મમાં જે કંઈપણ બતાવવામાં આવ્યુ છે તે બધુ જ સાચુ છે. મારો જન્મ કરાંચીમાં થયો છે પરંતુ મારા માતાપિતા ગુજરાતના જુનાગઢમાં જન્મ્યા હતા. હું મારી જાતને પાકિસ્તાની નહીં પરંતુ ભારતીય મૂળનો માનું છુ.”

‘ધુરંધર’ અને ‘ધુરંધર -2’ ની કથાવસ્તુ શું છે?

‘ધુરંધર’ અને ‘ધુરંધર -2’ માં રણવીરસિંહે જસકિરત સિંહ રંગી નામના એક એવા ભારતીય જાસુસનો કિરદાર નિભાવ્યો છે, જે હમજા અલી મજારી બનીને પાકિસ્તાનમાં ઘુસી જાય છે. ત્યાં ખતરનાક ગુનેગારો અને તેમના નેક્સસ તેમજ આતંકી ઓપરેશન્સનો ધીરે ધીરે ખૂલાસો અને ખાત્મો કરે છે. જ્યાં ધુરંધર માં 1999 ના કંધાર વિમાન અપહરણથી લઈને ભારતીય સંસદ પર હુમલા અને 26/11 મુંબઈ હુમલા જેવી સાચી ઘટનાઓ ને પણ દેખાવવામાં આવી છે. તો પાકિસ્તાનના લ્યારી માં બલોચ ગેંગ અને પાકિસ્તાની રાજનીતિમાં મજારીને ઘૂસણખોરી કરતા બતાવાયા છે. જ્યારે બીજા ભાગમાં ‘ધુરંધર -2’માં પઠાણકોટ ના અતીત ની કહાની બતાવવામાં આવી છે. જેના પરિવારને સ્થાનિક ગુંડા દ્વારા પ્રતાડિત કરીને મારી નાખવામાં આવે છે, જે બાદ જસકિરત રંગી, હમઝા અલી મજારી બનીને રો ની મદદથી પાકિસ્તાન જાય છે. તે ત્યાં ગુનાઈત સિન્ડીકેટ અને રાજનીતિમાં પ્રવેશીને તેનુ મિશન પૂર્ણ કરે છે.

ધ્રુવ રાઠીએ ધુરંધરને ગણાવી ભાજપની પ્રચારક ફિલ્મ

માત્ર સાઉથના અભિનેતા પ્રકાશ રાજ જ નહીં પરંતુ યુટ્યુબર ધ્રુવ રાઠીથી લઈને સોશિયલ મીડિયા પર અનેક દર્શકોએ ધુરંધરને પ્રેપેગેન્ડા ફિલ્મ અને ભાજપની પ્રચારક ગણાવી છે. ‘ધુરંધર -2’ માં આદિત્ય ધરે 2014 પહેલાની કેટલીક ઘટનાઓ મોદી સરકાર આવ્યા બાદની અસર બતાવી. તેના કારણે આ ફિલ્મ પર પ્રોપેગેન્ડા ફિલ્મ હોવાના આરોપ લાગ્યા અને ડાયરેક્ટ આદિત્ય ધરે તથ્યોને તોડી મરોડીને રજૂ કર્યા એવી ટીકા કરાઈ. જો કે હવે કરાંચીના પૂર્વ મેયર આરિફ આજાકિયાએ ખુદ દાવો કર્યો છે કે ધુરંધર ફિલ્મમાં જે કંઈપમ બતાવ્યુ છે તે સત્ય છે.

ગરૂડ પુરાણ અનુસાર હિંદુ ધર્મમાં સૂર્યાસ્ત બાદ કેમ નથી કરવામાં આવતા મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર? જો કરવામાં આવે તો ક્યા દોષો લાગે?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">