AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધર્મેન્દ્રને તેમનાથી 27 વર્ષ નાની અભિનેત્રી સાથે ત્રીજીવાર થયો હતો પ્રેમ, જાણ થતા જ હેમાએ કર્યો હંગામો અને પતિને આપી ચેતવણી

ધર્મેન્દ્રના જીવનનો એક રસપ્રદ કિસ્સો તેઓ ત્રીજીવાર પ્રેમમાં પડ્યા ત્યારનો છે. કિસ્સા બોલિવુડના વર્તુળોમાં એ સમયે જ્યારે ધર્મેન્દ્રએ હેમા માલિની સાથે લગ્ન કરી ચુક્યા હતા, બીજી તરફ જેની સાથે તેમના પ્રેમનો કિસ્સો શરૂ થયો તે અભિનેત્રી તેમનાથી 27 વર્ષ નાની હતી. જે બા હેમા માલિનીએ હંગામો મચાવી દીધો હતો.

ધર્મેન્દ્રને તેમનાથી 27 વર્ષ નાની અભિનેત્રી સાથે ત્રીજીવાર થયો હતો પ્રેમ, જાણ થતા જ હેમાએ કર્યો હંગામો અને પતિને આપી ચેતવણી
| Updated on: Nov 11, 2025 | 6:07 PM
Share

બોલીવુડના પ્રિય સ્ટાર ધર્મેન્દ્રને હંમેશા તેમની પેઢીના સૌથી સુંદર અભિનેતાઓમાંના એક માનવામાં આવે છે. પોતાના સમયમાં બોલીવુડ પર રાજ કરનાર આ પંજાબી અભિનેતા એટલા સુંદર હતા કે સામાન્ય છોકરીઓ જ નહીં પણ બોલીવુડની શ્રેષ્ઠ અભિનેત્રીઓ પણ તેમના પર મોહી જતી હતી. બોલીવુડમાં પ્રવેશતા પહેલા, 10 વર્ષના ધર્મેન્દ્રએ 1957 માં પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યા હતા. બોલીવુડમાં એન્ટ્રી કરી તો તેમને તેઓ પરિણીત હોવા છતાં ડ્રીમ ગર્લ હેમા માલિનીના પ્રેમમાં પડ્યા હતા. આ પ્રેમ માત્ર દેખાડા પૂરતો કે બનાવટી નહોતો. તેમણે હેમા સાથે આખરે 1980 માં લગ્ન કર્યા. આ તરફ ધર્મેન્દ્રને થયેલા ત્રીજા પ્રેમ વિશેનો પણ એક રોચક કિસ્સો છે.

એવું કહેવાય છે કે ધર્મેન્દ્ર હેમા માલિનીને ફિલ્મ ‘તુમ હસીન મેં જવાન’ ના સેટ પર જોયા પછી તેના પ્રેમમાં પડ્યા હતા. 1980 માં હેમા માલિની સાથે લગ્ન કર્યા પછી, ધર્મેન્દ્રને ફરી પ્રેમ થયો. ત્રીજી વખત, જે સ્ત્રી સાથે તેમને પ્રેમ થયો એ તેમના કરતા 27 વર્ષ નાની હતી.

View this post on Instagram

A post shared by Anita Raj (@anitaraaj)

અભિનેતાના લગ્ન જીવનમાં મુશ્કેલી

આ સમયગાળા દરમિયાન ધર્મેન્દ્રનું જીવન બરાબર ચાલી રહ્યું હતું. પરંતુ, 1980ના દાયકામાં, તેમને ઈન્ડસ્ટ્રીમાં એક મોટા ગજાની અનિતા રાજ સાથે મુલાકાત થઈ અને અહીંથી જ તેમની વાતો થવાની પણ શરૂ થઈ ગઈ. જે અભિનેતાના લગ્ન જીવનમાં સમસ્યાનું કારણ બની.

અનિતાની સુંદરતાના કાયલ બન્યા ધર્મેન્દ્ર

ધર્મેન્દ્ર અને અનિતાએ ‘કરિશ્મા કુદરત કા’, ‘જલજલા’ અને ‘ઇન્સાનિયત કે દુશ્મન’ સહિત અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન, ધર્મેન્દ્ર અનિતાની સુંદરતાથી મોહિત થયા હતા અને અહેવાલ મુજબ તેના પ્રેમમાં પડી ગયા હતા. કેટલાક અહેવાલો એવું પણ સૂચવે છે કે હેમા માલિની ધર્મેન્દ્ર અને અનિતાના નિકટના સંબંધોથી નારાજ હતી.

View this post on Instagram

A post shared by Anita Raj (@anitaraaj)

અનિતા સાથેના સંબંધોથી ઘણી નાખુશ હતી હેમા માલિની

ફિલ્મ વર્તુળોમાં એવી પણ ચર્ચા હતી કે ધર્મેન્દ્રએ ઘણા દિગ્દર્શકોને અનિતાના નામની ભલામણ કરવાનું શરૂ કર્યું હતું. દરમિયાન, હેમા ધર્મેન્દ્રના અનિતા સાથેના સંબંધોથી ખૂબ નારાજ હતી. હેમા માલિનીએ આખરે દરમિયાનગીરી કરી અને પરિવારમાં હંગામો મચાવ્યો. રિપોર્ટ્સમાં એવી વાતો પણ સામે આવી કે હેમાએ ધર્મેન્દ્રને અનિતાથી દૂર રહેવાની ચેતવણી આપી હતી.

કોઈને દુઃખ પહોંચાડવા નહોતી માંગતી

‘ડેક્કન ક્રોનિકલ’ સાથેની એક મુલાકાતમાં, હેમાએ ધર્મેન્દ્ર સાથે લગ્ન કરવાના પોતાના નિર્ણય વિશે વાત કરી. તેણીએ સમજાવ્યું કે તેણી ક્યારેય કોઈને દુઃખ પહોંચાડવા માંગતી ન હતી, ધર્મેન્દ્રની પહેલી પત્નીને પણ નહીં, અને તેથી, તેમણે ક્યારેય તેના જીવનમાં દખલ કરી નહીં. હેમાએ ગર્વથી જણાવ્યું કે તેમણેએ ક્યારેય ધર્મેન્દ્રને તેની પહેલી પત્ની અને બાળકોથી દૂર કરવાનો પ્રયાસ નથી કર્યો.

અનિતા, અભિનેતા જગદીશ રાજની પુત્રી

અનિતા રાજ ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવે છે. અભિનેતા જગદીશ રાજની પુત્રી, અનિતા રાજ ખુરાનાને તેના સમયની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે.

અનેક ટીવી શોમાં કામ કર્યું

ફિલ્મો ઉપરાંત, અનિતાએ ટેલિવિઝન સિરિયલોમાં પણ વ્યાપકપણે કામ કર્યું છે. અભિનેત્રીએ ‘એક થા રાજા એક થી રાની’ અને ‘છોટી સરદારની’ માં કુલવંત કૌર ધિલ્લોનની ભૂમિકા દ્વારા દરેક ઘરમાં ઓળખ મેળવી. જ્યારે અનિતાએ સુનીલ હિંગોરાનીના દિગ્દર્શનમાં પહેલી ફિલ્મ ‘કરિશ્મા કુદરત કા’ માં અભિનય કર્યો, ત્યારે તે બંને એકબીજાના પ્રેમમાં પડ્યા અને 1986 માં લગ્ન કર્યા.

ધર્મેન્દ્ર હિંદુ છે કે મુસ્લિમ, ક્યા ધર્મને માને છે ‘હીમેન’, શું બસન્તી માટે વીરુ દિલાવરખાન બન્યા હતા ?– વાંચો

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">