Dharmendra famous Dialogues: લોકો ધર્મેન્દ્રના આ 10 શાનદાર ડાયલોગ પાછળ પાગલ છે! રીલ લાઇફથી લઈને વાસ્તવિક જીવન સુધી છે ફેમસ
"હી-મેન" તરીકે જાણીતા બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. અહીં સ્વર્ગસ્થ અભિનેતાના 10 ફેમસ ડાયલોગ આપેલ છે. જુઓ તમને ક્યો વધારે ગમે છે.

Dharmendra s Top 10 Dialogues
બોલીવુડના “હી-મેન” તરીકે જાણીતા પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. તેમના મૃત્યુથી ફિલ્મ ઉદ્યોગને ખૂબ જ આઘાત લાગ્યો છે. ધર્મેન્દ્ર લાંબા સમયથી બીમારી માટે સારવાર લઈ રહ્યા હતા. શરૂઆતમાં તેમને ઘણા દિવસો સુધી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમને ઘરે સતત તબીબી સારવાર માટે રજા આપવામાં આવી હતી. 24 નવેમ્બર, 2025 ના રોજ તેમનું અવસાન થયું.
ધર્મેન્દ્રના એ ડાયલોગ ચાહકોના હૃદયમાં ખાસ સ્થાન ધરાવે છે
- બસંતી ઈન કુત્તો કે સામને મત નાચના (ફિલ્મ-શોલે) બ્લોકબસ્ટર ફિલ્મ શોલેની ઘણી યાદો હજુ પણ તાજી છે, પરંતુ ધર્મેન્દ્રના ડાયલોગ એ ચાહકોના હૃદયમાં ખાસ સ્થાન ધરાવે છે. ચેતવણી સાથે કહેવામાં આવી આ યાદગાર લાઈન ધર્મેન્દ્રના પાત્ર, વીરુને અમર બનાવી દીધું.
- કભી જમીન સે બાત કી હૈ ઠાકુર, યે જમીન હમારી માં હૈ (ફિલ્મ-ગુલામી) આ ડાયલોગ ફિલ્મ ગુલામનો છે. જેમાં ધર્મેન્દ્ર, નસીરુદ્દીન શાહ અને મિથુન ચક્રવર્તીએ સાથે અભિનય કર્યો છે.
- કુત્તે, કમીને, મૈં તેરે ખૂન પી જાઉંગા (ફિલ્મ-યાદોં કી બારાત) આ ડાયલોગ આજે પણ નાના બાળકોના હોઠ પર છે. તે ધર્મેન્દ્રના સૌથી પ્રખ્યાત ડાયલોગમાંથી એક છે. સ્વર્ગસ્થ અભિનેતાનો આ ડાયલોગ તેની જોશિલી ડાયલોગ ડિલિવરી માટે ચાહકોનો પ્રિય છે.
- પહલે એક હિન્દુસ્તાની કો સમજ જાઓ, હિંન્દી અપને આપ આ જાયેંગી (ફિલ્મ- અપને) દેશભક્તિ પર આધારિત ફિલ્મ “અપને” માં ધર્મેન્દ્ર અને તેમના પુત્રો સની દેઓલ અને બોબી દેઓલ પણ હતા.
- ઓયે ઈલાકા કુત્તો કા હોતા હૈ, શેર કા નહીં (ફિલ્મ-યમલા પગલા દીવાના) ધર્મેન્દ્ર, સની દેઓલ અને બોબી દેઓલ મુખ્ય ભૂમિકાઓમાં અભિનય કરતી ફિલ્મ ‘યમલા પગલા દીવાના’ એક ક્લાસિક બની હતી. આ ફિલ્મમાં દિવંગત અભિનેતાનો સ્વેગ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો.
- દિલ ભી કોઈ ચીજ હૈ જો હર કિસી કો દે દૂં (ફિલ્મ- અનુપમા) અનુપમા ફિલ્મનો આ ડાયલોગ ખૂબ જ ભાવનાત્મક છે, જે દર્શાવે છે કે ધર્મેન્દ્ર એક હી-મેન હોવા ઉપરાંત, એક નરમ દિલના વ્યક્તિ પણ હતા જેમને બધા પ્રેમ કરતા હતા.
- મા કે આંચલ સે બડી કોઈ છાંવ નહીં હોતી (ફિલ્મ-યાદો કી બારાત) આ ડાયલોગ 1973માં રિલીઝ થયેલી ફિલ્મ યાદો કી બારાતનો છે. આ ફિલ્મમાં ધર્મેન્દ્રની સામે ઝીનત અમાન હતી.
- હમ પ્યાર મેં હારકર ભી જીત જાતે હૈં (ફિલ્મ-ફૂલ ઔર પથ્થર) સ્વર્ગસ્થ અભિનેતા ધર્મેન્દ્રનો આ ડાયલોગ ફિલ્મ ફૂલ ઔર પથ્થરનો છે. જેમાં ધર્મેન્દ્ર સાથે મીના કુમારીએ અભિનય કર્યો હતો. આ ફિલ્મ 1966માં રિલીઝ થઈ હતી.
- તુમ મુસ્કુરાતી રહો, યહી મેરી જીત હૈ(ફિલ્મ- દિલ્લગી) આ ફિલ્મમાં ધર્મેન્દ્ર અને હેમા માલિની મુખ્ય ભૂમિકામાં છે, જે તેમના લગ્ન પહેલા રિલીઝ થઈ હતી. આ ફિલ્મ 1978માં રિલીઝ થયેલી એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ હતી.
- જિસને મહોબ્બત કી વો ડર નહીં સકતા (ફિલ્મ- આયા સાવન ઝૂમ કે) 1969માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં ધર્મેન્દ્ર આશા પારેખ સાથે જોવા મળ્યા હતા.
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. બોલિવુડના વધારે ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
