દેવેન્દ્ર ફડણવીસે લખ્યું ‘દેવાધિ દેવ’ ગીત, પત્ની અને ગ્રેમી એવોર્ડ વિજેતા સિંગરે આપ્યો સુર, જુઓ વીડિયો

|

Mar 07, 2024 | 1:00 PM

મહાશિવરાત્રિ નિમિત્તે શંકર મહાદેવન, દેવેન્દ્ર ફડણવીસ અને અમૃતા ફડણવીસનો નવો શિવ ટ્રેક "દેવાધિ દેવ" બુધવારે એટલે કે 06 માર્ચ 2024ના રોજ રિલીઝ થયો હતો. આ ગીત શંકર મહાદેવન અને અમૃતા ફડણવીસે ગાયું છે. આ ગીતની ખાસ વાત એ છે કે આ ભક્તિ ગીત મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લખ્યું છે.

દેવેન્દ્ર ફડણવીસે લખ્યું દેવાધિ દેવ ગીત, પત્ની અને ગ્રેમી એવોર્ડ વિજેતા સિંગરે આપ્યો સુર, જુઓ વીડિયો
Devendra Fadnavis writing song Devadhi Dev

Follow us on

દેવેન્દ્ર ફડણવીસે લખાયેલું અને શંકર મહાદેવને ગાયેલું ‘શિવ ટ્રેક’ 06 માર્ચ 2024ના રોજ સાંજે 6 વાગ્યે ટાઈમ્સ મ્યુઝિક સ્પિરિચ્યુઅલ યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું હતું. ગ્રેમી વિજેતા ગાયક-સંગીતકાર શંકર મહાદેવને દેવેન્દ્ર ફડણવીસ દ્વારા લખેલા ભક્તિ ગીત ‘દેવાધિ દેવ’ને પોતાનો અવાજ આપ્યો છે. ફડણવીસ દ્વારા લખાયેલું આ ગીત શિવભક્તોને શિવભક્તિમાં તરબોળ કરીને ભાવુક બનાવશે.

શંકર મહાદેવને ગીત વિશે કરી વાત

વીડિયોમાં દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસે ગાયેલું મહામૃત્યુંજય મંત્ર પણ દર્શાવવામાં આવ્યો છે. આ શિવ ટ્રેક મહાશિવરાત્રી ઉત્સવ માટે એક સરસ ગીત છે. આ ગીત વિશે વાત કરતાં સિંગર શંકર મહાદેવને કહ્યું કે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ખૂબ સુંદર રીતે લખેલા દેવાધિ દેવ ગીતને સંગીતમય રુપમાં સજાવીને ગાવું મારા માટે સન્માનની વાત છે.

જુઓ ‘દેવાધિ દેવ’ ગીતનો વીડિયો….

(Credit Source : Times Music Spiritual)

પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, મારો પરિવાર બાળપણથી જ મહાશિવરાત્રીની ઉજવણી કરે છે. ત્યારથી મારા પર શિવના ગુણો અને શિવપુરાણની વાર્તાઓની ખૂબ અસર થઈ છે. તેણે કહ્યું કે, આ શિવ ગીતના શબ્દો એક વર્ષ પહેલા એક પ્રવાસ દરમિયાન સ્વાભાવિક રીતે તેના મગજમાં આવ્યા હતા.

ગીત મહાશિવરાત્રીની ઉજવણીનો એક ભાગ બનશે : અમૃતા ફડણવીસ

આ સાથે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, એક ગાયક હોવાને કારણે મારી પત્ની અમૃતાએ ગીત તરીકે તેની ક્ષમતાનો અહેસાસ કર્યો અને તરત જ તેને શંકર સાથે શેર કર્યો હતો. તેણે કહ્યું કે, મને ખુશી છે કે મારા દ્વારા લખાયેલા ગીત શંકર મહાદેવન જેવા મહાન ગાયકે ગાયું છે. આ સાથે હું ખુશ છું કે મારી પત્ની અમૃતાએ પણ તેમાં નાનો ભાગ ગાયો છે. ડેપ્યુટી સીએમની પત્ની અને કલાકાર અમૃતા ફડણવીસે કહ્યું, દેવાધિ દેવ એક સુંદર ગીત છે. મને આશા છે કે આ ગીત મહાશિવરાત્રીની ઉજવણીનો એક ભાગ બનશે.

 

Next Article