અનિલ કપૂરનો ફોટો, અવાજનો ઉપયોગ કરવો પડશે મોંઘો, હાઈકોર્ટનો આવ્યો નિર્ણય
બોલિવુડ એક્ટર અનિલ કપૂરને (Anil kapoor) લઈને હાઈકોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. હવે કોઈ પણ એક્ટરની ઈમેજ, તેનો અવાજ, તેના ડાયલોગ્સનો ઉપયોગ કોમર્શિયલ હેતુઓ માટે કરી શકશે નહીં. જો આમ કરવામાં આવે તો તે વ્યક્તિ કે સંસ્થા સામે કાર્યવાહી થઈ શકે છે. કોર્ટમાં આ સિવાય કહેવામાં આવ્યું હતું કે અનિલ કપૂરની તસવીરો, તેમના જીઆઈએફ, રિંગટોન અને અવાજનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરવો ખોટું છે અને આવું ન થવું જોઈએ.

દિલ્હી હાઈકોર્ટે અનિલ કપૂરની (Anil kapoor) અરજી પર સુનાવણી કરતી વખતે તેના વચગાળાના આદેશમાં અભિનેતાના નામ, તેના અવાજ અને તેના ફોટોગ્રાફ્સનો ઘણી સંસ્થાઓને નાણાકીય લાભ માટે ઉપયોગ કરવા પર રોક લગાવી હતી. તમને જણાવી દઈએ કે અનિલ કપૂરે પોતાના નામ અને ઓળખના કોમર્શિયલ ઉપયોગ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. હવે કોર્ટે આ અંગે પોતાનો ચુકાદો આપ્યો છે. આ નિર્ણય અનિલ કપૂરની પક્ષમાં લેવામાં આવ્યો છે.
કોર્ટે શું કહ્યું?
કોર્ટમાં જસ્ટિસ પ્રતિભા સિંહે આ મામલે પોતાનો ચુકાદો આપતા કહ્યું- એ સાચું છે કે વાણી સ્વાતંત્ર્યની બાબતમાં આપણે કોઈ અજાણી વ્યક્તિ વિશે વાત કરી શકીએ છીએ, તેના પર લેખ લખી શકીએ છીએ, તેના પર સટાયર કરી શકીએ છીએ. તેને ક્રિટિસાઈઝ કરી શકીયે, પરંતુ સાથે સાથે એવું પણ બને છે કે આપણે લિમિટ ક્રોસ કરી દઈએ છીએ અને તેનો દુરુપયોગ કરવા લાગીએ છીએ. આ ગેરકાયદેસર છે. કોઈપણ વ્યક્તિના નામ, ઓળખ, સંવાદો અને અવાજનો પોતાના ફાયદા માટે અને પૈસા માટે ઉપયોગ કરવો સંપૂર્ણપણે ગેરકાયદેસર છે અને કાયદા દ્વારા તેની પરવાનગી નથી.
જસ્ટિસ પ્રતિભાએ વધુમાં કહ્યું – એક અભિનેતા તેની ઓળખને કારણે કમાય છે અને કેટલાક માટે તે તેની આજીવિકાનો મહત્વપૂર્ણ ભાગ બની શકે છે. આ સિવાય સુપ્રીમ કોર્ટ તે સેલિબ્રિટીના નામ અને ઓળખના દુરુપયોગની પણ વિરુદ્ધ છે. કોર્ટે કહ્યું કે આજકાલ ઘણા ટેક્નોલોજીકલ ટૂલ્સ ઉપલબ્ધ છે જેના દ્વારા યુઝર્સ કોઈપણ સેલેબ્સની ઓળખનો દુરુપયોગ કરે છે. આમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો પણ સમાવેશ થવો જોઈએ. કોઈપણ સેલેબ્સ પણ તેની પ્રાઈવસી એન્જોય કરવા માંગે છે અને તે ઈચ્છતા નથી કે તેના દ્વારા બનાવેલી ઈમેજનો દુરુપયોગ થાય.
આ પણ વાંચો: World Cup 2023 Anthem: વર્લ્ડકપનું ઓફિશિયલ એન્થમ સોન્ગ થયુ લોન્ચ, રણવીર સિંહે મચાવી ધમાલ
અમિતાભ બચ્ચન સાથે પણ આવું જ થયું હતું
કોર્ટમાં આ સિવાય કહેવામાં આવ્યું હતું કે અનિલ કપૂરની તસવીરો, તેમના જીઆઈએફ, રિંગટોન અને અવાજનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરવો ખોટું છે અને આવું ન થવું જોઈએ. તમને જણાવી દઈએ કે અનિલ કપૂર પહેલા અમિતાભ બચ્ચન સાથે પણ આવું જ થયું હતું. અનિલના વકીલે નવેમ્બર 2022માં બિગ બીની પ્રાઈવસી પર લેવાયેલા હાઈકોર્ટના નિર્ણયને પણ રિફ્રેન્સ તરીકે આપ્યો. તેના અવાજ, વ્યક્તિત્વ અને સ્ટારડમનો દુરુપયોગ કરવાનો મામલો પણ સામે આવ્યો હતો જેના પછી સૂચનાઓ આપવામાં આવી હતી.