AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફાઈટર ટ્રેલર: ઋતિક રોશન-દીપિકા પાદુકોણે દરેક ફ્રેમ પર લખ્યું છે સુપરહિટ! જુઓ વીડિયો

દીપિકા પાદુકોણ અને ઋતિક રોશનની અપકમિંગ ફિલ્મ ફાઈટરનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. 3 મિનિટ, 09 સેકન્ડના આ ટ્રેલરમાં ઋતિક રોશન અને દીપિકા ખૂબ જ ધૂમ મચાવી રહ્યા છે. ફિલ્મના ટીઝર, શાનદાર ગીતો અને પોસ્ટરે પહેલેથી જ ફેન્સની ઉત્સુકતા વધારી હતી. હવે ટ્રેલરે પણ જોરદાર ધૂમ મચાવી છે. જાણો આ ટ્રેલરમાં શું ખાસ છે.

ફાઈટર ટ્રેલર: ઋતિક રોશન-દીપિકા પાદુકોણે દરેક ફ્રેમ પર લખ્યું છે સુપરહિટ! જુઓ વીડિયો
Fighter Trailer
| Updated on: Jan 15, 2024 | 7:54 PM
Share

ઋતિક રોશન અને દીપિકા પાદુકોણની અપકમિંગ ફિલ્મ ફાઈટરને લઈને ચર્ચા ચાલી રહી છે. ફેન્સ તેમના સુપરસ્ટારની ફિલ્મો જોવા માટે ખૂબ જ એક્સાઈટેડ છે. 10 જાન્યુઆરીએ ઋતિકના બર્થડેના દિવસે મેકર્સે જાહેર કર્યું હતું કે ફિલ્મનું ટ્રેલર કયા દિવસે રિલીઝ થશે. હવે રાહ પૂરી થઈ છે. ફિલ્મના ટ્રેલરે ધૂમ મચાવી છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 25 જાન્યુઆરીએ થિયેટરોમાં આવવા માટે તૈયાર છે. બોલિવુડની કોઈ ફિલ્મમાં એરિયલ એક્શનનો ઉપયોગ પહેલીવાર થશે.

આ 3 મિનિટ, 09 સેકન્ડ લાંબા ટ્રેલરમાં દીપિકા અને ઋતિકના પાત્રની ઝલક જોઈ શકો છો. આ સિવાય તમને પાત્રનું મહત્વ પણ સમજાશે. ફિલ્મનું ટીઝર, શાનદાર ગીતો અને પોસ્ટરે પહેલેથી જ દર્શકોને હેરાન કરી દીધા હતા. હવે ટ્રેલરે પણ જોરદાર ધૂમ મચાવી છે. ટ્રેલરની શરૂઆત જ ધમાકેદાર ડાયલોગથી થાય છે, જેને જોઈને ફિલ્મ જોવાની તમારી રાહ વધી જશે. ટ્રેલર ક્લિપમાં મેકર્સ દ્વારા બતાવવામાં આવેલી એરસ્ટ્રાઈકની ઝલક મોટા પડદા પર ધૂમ મચાવશે.

અહીં જુઓ ફાઈટરનું ટ્રેલર

ટ્રેલરે મચાવી ધૂમ

તોફાની એક્શનની સાથે ઋતિક અને દીપિકા વચ્ચેનો રોમાંસ પણ ટ્રેલરમાં જોવા મળ્યો છે. ઘણા ખતરનાક ડાયલોગ્સ તમને ફિલ્મનું એડવાન્સ બુકિંગ કરવા માટે મજબૂર કરશે. ગઈકાલે 14 જાન્યુઆરીએ ઋતિક રોશને તેના ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં એક્ટરે ફાઈટરના ટ્રેલર વિશે જાણકારી આપી હતી. એક નાનકડી ટીઝર ક્લિપ શેર કરીને તેને કહ્યું હતું કે ટ્રેલર આજે 15 જાન્યુઆરીએ બપોરે 12 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. આ ફિલ્મમાં દીપિકા અને ઋતિકની જોડી જોવા માટે ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ છે. ટ્રેલરમાં દીપિકા અને ઋતિકની કેમેસ્ટ્રી પણ તમને ખૂબ એન્ટરટેઈન કરશે. એવરગ્રીન સ્ટાર અનિલ કપૂરની ધમાકેદાર એક્ટિંગે ટ્રેલરમાં જીવ પૂર્યો છે.

શમશેર પઠાનિયા બન્યો ઋત્વિક રોશન

ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદે તેના ડાયરેક્શનમાં કોઈ કસર છોડી નથી. ટ્રેલરમાં જોવા મળતાં વિઝ્યુઅલ જોઈને તમને ખ્યાલ આવી જશે કે મેકર્સે ફિલ્મને એક નેક્સ્ટ લેવલ પર લઈ જવાનો પૂરો પ્રયાસ કર્યો છે. પાત્ર વિશે વાત કરીએ તો ઋતિક રોશન ફાઈટરમાં સ્ક્વોડ્રન લીડર શમશેર પઠાનિયા ઉર્ફે પેટીના રોલમાં જોવા મળે છે. જ્યારે લીડ એક્ટ્રેસનો રોલ પ્લે કરી રહેલી દીપિકા પાદુકોણ સ્ક્વોડ્રન લીડર મીનલ રાઠોડ ઉર્ફે મીનીના રોલમાં જોવા મળી રહી છે. આ બે સુપરસ્ટાર સિવાય અનિલ કપૂર પણ ફિલ્મમાં મહત્વના રોલમાં જોવા મળે છે, જે ગ્રુપ કેપ્ટન રાકેશ જય સિંહ ઉર્ફે રોકીના રોલમાં જોવા મળશે. આ સિવાય કરણ સિંહ ગ્રોવર, સંજીદા શેખ અને અક્ષય ઓબેરોય જેવા કલાકારો પણ મહત્વના રોલમાં છે.

આ પણ વાંચો: અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’માં પણ આઈટમ સોન્ગ કરશે સામંથા રૂથ પ્રભુ? જાણો સત્ય

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">