પહેલા અભિનંદન અને પછી “તમારે ગટરમાં હોવું જોઈએ…” ભગવાન હનુમાનની ફિલ્મ પર ‘દેવ ડી’ના ડાયરેક્ટર ભાન ભૂલ્યા
ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ બેબાક અંદાજમાં બોલવાની અદાથી ખૂબ જ પ્રખ્યાત છે. આ વખતે અનુરાગે ફિલ્મ 'ચિરંજીવી હનુમાન' પર આકરી ટીકા કરી અને વિજયને ઠપકો આપ્યો છે.

ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ બેબાક અંદાજમાં બોલવાની અદાથી ખૂબ જ પ્રખ્યાત છે. ‘દેવ ડી’, ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ જેવી ફિલ્મો આપનારા ડાયરેક્ટર અનુરાગ કશ્યપને જ્યારે પણ કોઈ મુદ્દા પર પ્રશ્ન પૂછવામાં આવે છે, ત્યારે તેઓ ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે.
ફિલ્મ ‘ચિરંજીવી હનુમાન’ને લઈને આકરી ટીકા કરી
અનુરાગ કશ્યપ દરરોજ પોતાના નિવેદનો માટે હેડલાઇન્સમાં રહે છે. આ વખતે તેઓ ફરીથી તેમની એક પોસ્ટને લઈને ચર્ચામાં આવ્યા છે, જેમાં તેમણે આગામી ફિલ્મના નિર્માતાને સખત ઠપકો આપ્યો છે. અનુરાગે ઇન્સ્ટાગ્રામ પર આગામી AI-જનરેટેડ ફિલ્મ ‘ચિરંજીવી હનુમાન’ ના નિર્માતાની આકરી ટીકા કરી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેઓ ‘ચિરંજીવી હનુમાન – ધ એટરનલ’ના નિર્માતાને ઠપકો આપતા જોવા મળ્યા.
ફિલ્મ ચિરંજીવી હનુમાન – ધ એટરનલ વર્ષ 2026 માં હનુમાન જયંતિ પર રિલીઝ થવાની છે. ઘણા ફિલ્મ નિર્માતાઓ અને કલાકારો પહેલાથી જ ફિલ્મોમાં AI ના ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે અને અનુરાગ કશ્યપ પણ આવું જ કંઈક કરતા જોવા મળ્યા હતા. તેમનું માનવું છે કે, ફિલ્મોમાં AI નો ઉપયોગ કલાકારો અને ફિલ્મોમાંથી કમાણી કરતા લોકો માટે મોટો પડકાર છે. આ જ કારણ છે કે, અનુરાગ કશ્યપે આ ફિલ્મ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને નિર્માતાની પણ ટીકા કરી છે.
‘અભિનંદન વિજય સુબ્રમણ્યમ’ અનુરાગે આવું કેમ કહ્યું?
ફિલ્મનું પોસ્ટર શેર કરતાં અનુરાગે પોતાની પોસ્ટમાં લખ્યું કે, “અભિનંદન વિજય સુબ્રમણ્યમ. આ તે વ્યક્તિ છે જે કલેક્ટિવ આર્ટિસ્ટ નેટવર્કનું નેતૃત્વ કરે છે, જે કલાકારો, લેખકો અને દિગ્દર્શકોનું પ્રતિનિધિત્વ કરે છે અને હવે AI દ્વારા નિર્મિત ફિલ્મનું નિર્માણ કરી રહ્યો છે. સર્જકોના હિતોનું ધ્યાન રાખવા અને તેનું પ્રતિનિધિત્વ કરવા માટે આટલું જ જરૂરી છે. આખરે, આ બધી એજન્સીઓ ફક્ત તમારી પાસેથી પૈસા કમાવવામાં રસ ધરાવે છે અને તેઓ કલાકારો માટે વિકલ્પો ઊભા કરે છે પરંતુ જો પૂરતો નફો ન મળે તો અંતે તેઓ AI પર નિર્ભર રહે છે.
View this post on Instagram
અનુરાગ કશ્યપે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે, “કોઈપણ અભિનેતા કે જે પોતાને કલાકાર કહે છે અને હિંમત ધરાવે છે, તેણે કાં તો પ્રશ્ન કરવો જોઈએ અથવા એજન્સી છોડી દેવી જોઈએ; કારણ કે વિજયે સાબિત કરી દીધું છે કે તે AI સામે તમે કંઈ નથી.” આ હિન્દી ફિલ્મ ઉદ્યોગના કાયર કહેવાતા કલાકારોનું ભવિષ્ય છે. શાબાશ વિજય સુબ્રમણ્યમ. શરમ પૂરતી નથી. તમારે ગટરમાં જવું જોઈએ.’
ફિલ્મ વર્ષ 2026 માં મોટા પડદા પર રિલીઝ થશે
અનુરાગ કશ્યપની આ પોસ્ટ હવે હેડલાઇન્સમાં છે. ઘણા યુઝર્સ તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે અને પોતાની સંમતિ વ્યક્ત કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, AI જનરેટ ફિલ્મ ‘ચિરંજીવી હનુમાન – ધ એટરનલ’ ના નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ કર્યું છે. આ પ્રકારની પહેલી ‘મેડ-ઇન-એઆઈ’ ફિલ્મનું નિર્માણ વિક્રમ મલ્હોત્રા અને વિજય સુબ્રમણ્યમ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ વર્ષ 2026 માં હનુમાન જયંતિ નિમિત્તે મોટા પડદા પર રિલીઝ થશે.

