AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ બોલીવુડ સ્ટાર્સે કેવી રીતે છોડી સિગારેટની લત? ઋતિકનો આઈડીયા તમને પણ કામ લાગી શકે છે

World No Tobacco Day 2021: આજના આ દિવસે જાણો કે બોલીવુડના મોટા સ્ટાર્સે કેવી રીતે સ્મોકિંગને કહ્યું બાય બાય. તેમણે અપનાવેલા ઉપાય તમારા કામ પણ લાગી શકે છે.

આ બોલીવુડ સ્ટાર્સે કેવી રીતે છોડી સિગારેટની લત? ઋતિકનો આઈડીયા તમને પણ કામ લાગી શકે છે
આ સ્ટાર્સે કહ્યું સિગારેટને બાય બાય
| Updated on: May 31, 2021 | 2:14 PM
Share

World No Tobacco Day 2021: આજે World No Tobacco Day છે. ત્યારે ઘણા લોકો આજે પણ તમાકુ અને સ્મોકિંગની આદત છોડવા માટે કોશિશ કરતા હોય છે. આવામાં તમને જણાવી દઈએ કે ઘણા બોલીવુડ સ્ટાર્સ મોટા સ્મોકર્સ હતા. અમુક અભિનેતાઓ જે સિગારેટ વગર રહી પણ નહોતા શકતા. પરંતુ સમય સાથે અમુક કારણોસર કોઈએ સિગારેટ છોડી દીધી (Bollywood Celebrities Quit Smoking) તો કેટલાકને મજબુરીમાં છોડવી પડી.

પરંતુ આ અભિનેતાઓએ કેવી રીતે સિગારેટ છોડી, અને છોડવા પાછળનું કારણ શું હતું? તે જાણવું પણ અગત્યનું છે. કદાચ આ સેલિબ્રીટીના જીવન પરથી ઘણા લોકોને પ્રેરણા મળી શકે એમ છે. અને જો તમે પણ સિગારેટ છોડવા માંગતા હોવ તો તેને અનુસરી શકો છો.

અર્જુન રામપાલ (Arjun Rampal)

બોલીવુડમાં શાનદાર ફિલ્મો આપી છે તે અભિનેતા અર્જુન રામપાલ એક સમયે ચેન સ્મોકર હતો. અહેવાલો અનુસાર તે ખુબ સિગારેટ પીતો હતો. પરંતુ લોકડાઉને તેનું જીવન બદલી દીધું. ગયા વર્ષે લોકડાઉનના સમયમાં બાળકો સાથે અભિનેતા સમય વિતાવતો હતો. અને તે દરમિયાન સિગારેટથી દુર રેહવાનું પસંદ કર્યું. અર્જુને તાજેતરમાં જ કહ્યું છે કે તેને સિગારેટ પીધે લગભગ એક વર્ષ ઉપર થઇ ગયું.

સલમાન ખાન (Salman Khan)

‘દબંગ’ સુપરસ્ટાર ખુબ ધુમ્રપાન કરતો હતો. પરંતુ આરોગ્યની સમસ્યાઓ વધતા તેણે વર્ષો પેહલા સિગારેટ છોડવાનું નક્કી કરી લીધું. સલમાને 2010 ની શરૂઆતમાં આ આદત છોડી દીધી હતી.

સૈફ અલી ખાન (Saif Ali Khan)

નવાબ સૈફના ફેન્સ ખુબ પ્રમાણમાં છે. પરંતુ ખુબ ઓછા લોકોને જાણ હશે કે આ અભિનેતાને માત્ર 36વર્ષની ઉંમરે હાર્ટએટેક આવ્યો હતો. અને તે સમયે સ્થિતિ ખુબ ગંભીર બની ગઈ હતી. ત્યારબાદ અભિનેતાએ તબિયતને લઈને સજાગ રહેવાનું શરુ કરી દીધું. અને ધૂમ્રપાન કરવા જેવી આદતો હજુ સુધી ફરી લગાવી નથી.

અજય દેવગણ (Ajay Devgan)

સિંઘમ અજય દેવગણ એક સમયે ખુબ સિગારેટ પીતો હતો. પરંતુ બાદમાં તેના પરિવારમાં સ્વાસ્થ્ય લક્ષી સમસ્યાઓ વધી જતા અજયે સિગારેટ છોડવાનું નક્કી કરી લીધું હતું.

ઋતિક રોશન (Hrithik Roshan)

પોતાની ફીટનેશ માટે ખુબ જાણીતા અભિનેતા ઋતિક રોશન પર સ્મોકર હતો. તેણે સ્મોકિંગ છોડવા માટે પુસ્તકનો સહારો લીધો. અભિનેતા Easy Way To Stop Smoking પુસ્તકને અનુસરે છે. ઋતિક રોશને અપનાવેલો આ ઉપાય તમે પણ આસાનીથી અનુસરી શકો એમ છો.

આ પણ વાંચો: શું રિયલ લાઈફમાં ટપુ નથી રાખતો જેઠાલાલનું માન? વિવાદ પર દિલીપ જોશીએ આપ્યો જવાબ

આ પણ વાંચો: World No Tobacco Day 2021: શું ધુમ્રપાન અને તમાકુના સેવનથી વધી શકે છે કોરોનાનું જોખમ?

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">