Nana Patekar માત્ર મહાન અભિનેતા જ નહીં, નેશનલ લેવલના શૂટર પણ હતા, 55 વર્ષની ઉંમરે જીત્યો હતો મેડલ
દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન થયું છે. અભિનયની દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવનાર નાના પાટેકરના જીવનનું એક પાસું એવું પણ હતું, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. તેઓ રાષ્ટ્રીય સ્તરના શૂટર હતા અને 50 વર્ષની ઉંમર પાર કર્યા બાદ પણ શૂટિંગ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. તેમણે નેશનલ ચેમ્પિયનશિપમાં મેડલ પણ જીત્યો હતો.

નાના પાટેકરના નિધનના સમાચાર 8 ઓક્ટોબરની સવારે સામે આવ્યા હતા. તેઓ ગોવામાં પોતાના ડોના પૌલા સ્થિત નિવાસસ્થાને બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. ત્યારબાદ તેમને મણિપાલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને બચાવવાના પ્રયાસો કર્યા હતા. જોકે, સવારે લગભગ 5:20 વાગ્યે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમના નિધનથી ફિલ્મ જગત સહિત દેશભરમાં શોકની લાગણી ફેલાઈ છે.
નાના પાટેકરે 40 વર્ષની ઉંમર બાદ શૂટિંગ શરૂ કર્યું
અભિનય ઉપરાંત નાના પાટેકર શૂટિંગમાં પણ ખૂબ રસ ધરાવતા હતા. તેમણે નાની ઉંમરે નહીં, પરંતુ 40 વર્ષની ઉંમર બાદ શૂટિંગ શરૂ કર્યું હતું. 1991માં આવેલી ફિલ્મ ‘પ્રહાર’ માટે ભારતીય સેના સાથે લીધેલી તાલીમ દરમિયાન તેમનો શૂટિંગ પ્રત્યેનો રસ વધુ વધ્યો હતો. ત્યારબાદ તેમણે લગભગ 49 વર્ષની ઉંમરે સ્પર્ધાત્મક શૂટિંગમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું.
Did You Know? Nana Patekar is not just known for portraying tough, encounter-style characters on screen, his interest in firearms and shooting also extends into real life.
He has actively participated in rifle shooting as a sport, reportedly winning a state-level bronze medal and competing in national-level shooting events. To support his practice, he is said to have even built a 50-meter shooting range at his farmhouse near Pune.
As of 2005, Nana Patekar reportedly held a valid firearms licence. It would not be surprising if the licence remains valid today.
⚠️ Disclaimer: Civilian ownership is strictly regulated. All firearms and calibers require a valid NPB arms licence and compliance with local laws.
— IndiaGuns.com (@indiaguns) March 9, 2026
નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો
નાના પાટેકરે 50 મીટર રાઇફલ પ્રોન અને 300 મીટર બિગ-બોર જેવી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. તેઓ બંદૂક ચલાવવાની પોતાની કુશળતા વધારવા માટે નિયમિત પ્રેક્ટિસ કરતા હતા. તેમની મહેનતનું પરિણામ 2004માં જોવા મળ્યું, જ્યારે ઇન્દોરમાં યોજાયેલી 48મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં તેમણે 300 મીટર બિગ-બોર ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
રમતના મેદાનમાં પણ પોતાની પ્રતિભા સાબિત કરી
આટલું જ નહીં, 2007માં નાના પાટેકરે મહારાષ્ટ્રની ટીમ સાથે બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો. એટલે કે, ફિલ્મી પડદા પર પોતાના અભિનયથી લોકોના દિલ જીતનાર નાના પાટેકરે રમતના મેદાનમાં પણ પોતાની પ્રતિભા સાબિત કરી હતી. 40 વર્ષની ઉંમર બાદ શરૂ કરેલી તેમની આ સફર તેમને રાષ્ટ્રીય સ્તરના શૂટર સુધી લઈ ગઈ હતી.
