ઓસ્કાર વિજેતા The Elephant Whispererના નિર્માતાએ કરી છેતરપિંડી, બોમન-બેલીએ 2 કરોડની નોટિસ મોકલી
ઓસ્કાર વિજેતા ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ (The Elephant Whisperer)ના અસલી હીરો બોમન અને બેલી આ ડોક્યુમેન્ટ્રીના દિગ્દર્શક કાર્તિકી ગોન્સાલ્વીસથી અત્યંત નિરાશ છે. બંનેએ ડાયરેક્ટર સામે લીગલ નોટિસ મોકલી 2 કરોડ રૂપિયાની માંગણી કરી છે.

વર્ષ 2023 દેશ માટે ઐતિહાસિક વર્ષ હતું. આ વર્ષે એવું થયું જે આજ સુધી થઈ શક્યું નથી. આ વર્ષે ભારતને એક નહીં પરંતુ બે ઓસ્કર મળ્યા છે. કાર્તિક ગોન્સાલ્વિસની શોર્ટ ફિલ્મ ધ એલિફન્ટ વ્હીસ્પર્સ ભારતમાં પ્રથમ ઓસ્કાર મળ્યો. આ ફિલ્મના અસલી હીરો બોમન અને બેલી છે. ઓસ્કાર બાદ બંનેની ખૂબ જ ચર્ચા થઈ હતી અને બંનેએ ખૂબ જ ધ્યાન ખેંચ્યું હતું. પરંતુ એવું લાગે છે કે બોમન અને બેલી ડોક્યુમેન્ટ્રીના ડિરેક્ટરથી ખુશ નથી. એટલા માટે તેણે કાર્તિકી વિરુદ્ધ લીગલ નોટિસ જાહેર કરી છે અને 2 કરોડ રૂપિયાની માંગણી કરી છે.
નાણાકીય સહાય આપવા માંગ કરી
બોમન અને બેલીની વાત કરીએ તો તેમણે ઓસ્કર વિનિંગ ડાયરેક્ટર કાર્તિક ગોઝાલિવ્સ વિરુદ્ધ લીગલ નોટીસ મોકલી છે, તેમના નિવેદનમાં કહ્યું કે, તેને એક પાકું મકાન, તેમજ અન્ય નાણાકીય સહાય આપવા માંગ કરી હતી પરંતુ આજ સુધી તેને કાંઈ આપવામાં આવ્યું નથી. બોમન અને બેઈલીને લાંબા સમયથી ઓળખતા હોવાનો દાવો કરનારા સામાજિક કાર્યકર અને વકીલ પરવીન રાજે પણ બંને વતી પોતાનો કેસ રજૂ કર્યો છે.
View this post on Instagram
પરવીને પીટીઆઈ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે, હાથીની દેખરેખ રાખનાર બોમન અને બેલી ફિલ્મના ડાયરેક્ટર કાર્તિકીથી ખુબ નિરાશ છે. કાર્તિકીએ ફિલ્મ બનાવતી વખતે એવો દાવો કર્યો હતો કે, તે બંન્નેને નાણાકીય સપોર્ટ કરશે તેમજ બેલીની પૌત્રીના અભ્યાસમાં પણ મદદ કરશે. પરંતુ હવે ડાયરેક્ટરે ફિલ્મ દ્વારા થયેલી કમાણીનો એક પણ હિસ્સો આપવાની ના પાડી દીધી છે.
કાર્તિકીની ટીમમાંથી નિવેદન સામે આવ્યું
પરવીને કહ્યું કે, બોમન અને બેલી એવી આશામાં હતા કે, ડાયરેક્ટર તેની મદદ કરશે પરંતુ તેના તરફથી કોઈ પોઝિટીવ રિસ્પોન્સ મળી રહ્યો નથી. કાર્તિકી હવે બોમનનો ફોન પણ રિસીવ કરતી નથી. તમને જણાવી દઈએ કે, કાર્તિકીની ટીમ તરફથી રીએક્શન સામે આવ્યું છે. ટીમનું માનવું એવું છે કે, તે બોમન અને બેલીનું સન્માન કરે છે પરંતુ તેના દ્વારા કરવામાં આવેલા આરોપો સાવ ખોટા છે. હવે જોવાનું એ રહેશે કે, આના પર બોમન અને બેલીશું રિએક્ટ કરે છે.
શું છે ફિલ્મની સ્ટોરી?
ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો તેમાં બોમન અને બેલીની વાર્તા બતાવવામાં આવી છે. તેઓ રઘુ નામના હાથીનો ઉછેર કરે છે અને તેની સાથે રહે છે. આ એક પ્રાણી સંવેદનશીલ શોર્ટ ફિલ્મ છે અને તે બતાવે છે કે પ્રાણીઓ પ્રત્યે માનવીએ કેટલું સતર્ક અને સંવેદનશીલ હોવું જરૂરી છે. આ ફિલ્મ પ્રાણીઓની જાગૃતિને પ્રોત્સાહન આપે છે અને હવે ઓસ્કાર જીતીને ઈતિહાસ રચ્યો છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો.
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો