AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oscar 2023: કોણ છે આ દંપતી જેમના પર આધારિત છે ‘ધ એલિફન્ટ વ્હીસ્પરર્સની’ સ્ટોરી

The Elephant Whispers ઓસ્કાર જીતનારી પ્રથમ ભારતીય ફિલ્મ બની. 40 મિનિટની આ શોર્ટ ફિલ્મની વિશ્વભરમાં પ્રશંસા થઈ હતી અને તેને ઓસ્કાર એવોર્ડ આપવામાં આવ્યો હતો.

Oscar 2023: કોણ છે આ દંપતી જેમના પર આધારિત છે 'ધ એલિફન્ટ વ્હીસ્પરર્સની' સ્ટોરી
The real hero of The Elephant Whisper
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2023 | 5:03 PM
Share

ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે આજનો દિવસ ખુબ જ ખાસ રહ્યો છે. આજે દેશવાસીઓને ઓસ્કર 2023માં બેવડી ખુશી મળી છે.  ભારતે એક જ દિવસમાં બે ઓસ્કર જીત્યા છે. દેશને તેનો પ્રથમ ઓસ્કાર શોર્ટ ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’ માટે મળ્યો હતો, જ્યારે એસએસ રાજામૌલીની RRRના ગીત નાટુ નાટુને પણ ઓસ્કાર આપવામાં આવ્યો હતો.

વાસ્તવિક જીવન પર આધારિત ફિલ્મ

ઈતિહાસની વાત આવે છે ત્યારે દેશને પ્રથમ ઓસ્કાર અપાવવાનો શ્રેય કાર્તિકી ગોન્સાલ્વીસ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’ને જશે. આ ફિલ્મ વાસ્તવિક જીવન પર આધારિત છે. આવો જાણીએ કે ફિલ્મની વાસ્તવિક વાર્તા શું હતી અને તમને એવા બે લોકોનો પરિચય કરાવીએ કે જેમના કારણે આ ફિલ્મ બની છે.

મનુષ્ય અને પ્રાણી વચ્ચેના પ્રેમની સ્ટોરી

આ ડોક્યુમેન્ટરી આદિવાસી દંપતી બોમન અને બેલીના જીવન પર આધારિત હોવાનું કહેવાય છે. આદિજાતિ વિસ્તારમાં રહેતા દંપતીએ રઘુ અને અમ્મુ નામના બે હાથીઓની સંભાળ લીધી અને તેમને સારું જીવન આપ્યું. 40 મિનિટની આ ફિલ્મમાં મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચેના ભાવનાત્મક જોડાણ અને તેમની સંવેદનશીલતાની ઊંડાઈ બતાવવામાં આવી છે. આ ફિલ્મનો પાયો બોમેન અને બેલી નામના આ દંપતીના જોડાણ અને સંઘર્ષ પર નખાયો હતો, જેઓ સાદું જીવન જીવી રહ્યા છે અને સીધા ઓસ્કર સુધી પહોંચી ગયા.

તમિલનાડુના મુદામલ્લાઇ રાષ્ટ્રીય ઉદ્યાનથી સંબંધિત, બોમન અને બેલી કાયુન્યાકર જનજાતિનો ભાગ છે અને વાસ્તવિક જીવનમાં યુગલ છે. તે વર્ષ 2017 ની વાત છે જ્યારે દંપતીને એક ઘાયલ બચ્ચું હાથી મળ્યું હતું. દંપતીએ હાથીના બાળકનો બોજ ઉપાડી લીધો અને તેને પોતાના બાળકની જેમ ઉછેરવાનું શરૂ કર્યું.

આ હાથીનું નામ રઘુ છે. આ પછી પરિવારમાં બીજો હાથી જોડાયો અને તેનું નામ અમ્મુ રાખવામાં આવ્યું. પરંતુ જ્યારે રઘુ મોટો થયો ત્યારે તેને તેના રક્ષણ માટે વધુ સક્ષમ વ્યક્તિને સોંપવામાં આવ્યો. હવે આ પરિવારમાં બોમન, બેઈલી અને અમ્મુ બાકી છે જેઓ થેપ્પકાડુ એલિફન્ટ કેમ્પમાં ખુશીથી રહે છે અને રઘુને પણ મિસ કરે છે.

g clip-path="url(#clip0_868_265)">