AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pratik Gandhi Birthday : એક વેબ સિરીઝે બદલ્યું નસીબ, પછી ફિલ્મોમાં અજમાવ્યો હાથ

Pratik Gandhi Birthday : ગુજરાતી સિને જગતમાં પ્રતીક ગાંધી (Pratik Gandhi) તેની કલાને લીધે દરેક ચાહકોના દિલો પર રાજ કરે છે. તેનો આજે જન્મદિવસ છે. પ્રતિકે એક મધ્યમવર્ગના પરિવારનો છોકરો છે તેમજ તેને અભિનય પ્રત્યે રુચી ધરાવતો હોવાથી તેને થિયેટરમાં કામ કરવાનું ચાલું કર્યું હતું. તો જાણો તેની કરિયર વિશે...

Pratik Gandhi Birthday : એક વેબ સિરીઝે બદલ્યું નસીબ, પછી ફિલ્મોમાં અજમાવ્યો હાથ
Pratik Gandhi
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 9:55 AM
Share

ફિલ્મ અભિનેતા અને થિયેટર કલાકાર પ્રતીક ગાંધી (Pratik Gandhi) 29 એપ્રિલે એટલે કે આજે તેમનો જન્મદિવસ ઉજવશે. ગુજરાતમાં વર્ષ 1980માં જન્મેલા પ્રતીકે એન્જિનિયરિંગ કર્યું અને અભ્યાસ પૂરો કર્યા પછી નોકરી કરી. જો કે તેના નસીબમાં કંઈક બીજું જ લખાયેલું હતું. કારણ કે તેને અભિનયનો શોખ હતો. તો ચાલો જાણીએ તેમના જન્મદિવસ નિમિત્તે તેમના જીવન અને કરિયર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો….

અભિનયની દૂનિયા તરફ કર્યું પ્રયાણ

એક ઈન્ટરવ્યુ દરમિયાન પ્રતિક ગાંધીએ જણાવ્યું હતું કે, જ્યારે તેઓ ચોથા ધોરણમાં હતા ત્યારે તેમણે પ્રથમ વખત સ્ટેજ પર પરફોર્મ કર્યું હતું. તે માત્ર 5 મિનિટનું પરફોર્મન્સ હતું પરંતુ તેમને તેમની તાળીઓ યાદ આવી ગઈ અને ત્યારથી તેમણે અભિનય કરવાનું મન બનાવી લીધું. પ્રતિક મિડલ ક્લાસનો હતો એટલે તેના પિતા તેને ટેકો આપતા હતા પણ સાથે સાથે તે સેટલ થાય તેવું ઇચ્છતા હતા. તેથી તેણે કહ્યું કે, પહેલા ડિગ્રી કરો લે. ત્યારબાદ પ્રતીક ગાંધીએ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો.

થિયેટર એક્ટર તરીકે કર્યું ડેબ્યુ

પ્રતિક ગાંધીએ થિયેટર અભિનેતા તરીકે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો. તેમણે સ્ટેજ પર ઘણા નાટકો ભજવ્યા છે. તેણે ભલે આજ સુધી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હોય, પરંતુ તે કહે છે કે તેનો પહેલો પ્રેમ થિયેટર છે. પ્રતિક ગાંધીએ ગુજરાતી નાટક ‘આ પાર કે પેલે પાર’થી અભિનયની દુનિયામાં ઓળખ મેળવી હતી. તે પછી તે ઘણા ટીવી શોમાં જોવા મળ્યા હતા.

આ વેબ સિરીઝે બદલ્યું નસીબ

પ્રતીક ગાંધી મુખ્યત્વે થિયેટર કલાકાર અને ગુજરાતી સિનેમાનો એક ભાગ હતો, પરંતુ સોની લિવની વેબ સિરીઝ (1992 કૌભાંડ) સાથે તેમનું નસીબ બદલાઈ ગયું. ત્યારથી તેને દરેક ઘરમાં ઓળખ મળી. આ સિરીઝમાં પ્રતીક ગાંધીના અભિનયની સૌએ પ્રશંસા કરી હતી. આ પછી તેણે રાવણ લીલા ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી અને આજે તે લીડ એક્ટર તરીકે ઓળખાય છે.

પ્રતિક ગાંધી ‘જ્યોતિબા ફૂલે’ના રોલમાં

વર્કફ્રન્ટની વાત કરીએ તો પ્રતિક ગાંધી ફિલ્મ ‘ફૂલે’માં જોવા મળવાના છે. આ ફિલ્મમાં પ્રતિક ગાંધી સાથે અભિનેત્રી પત્રલેખા પણ જોવા મળશે. પ્રતિક ફિલ્મમાં ‘જ્યોતિબા ફૂલે’ના રોલમાં જોવા મળશે. જ્યારે પત્રલેખા ‘સાવિત્રી ફૂલે’ના રોલમાં જોવા મળશે. આ ઉપરાંત પ્રતિક ગાંધી પાસે વિદ્યા બાલન અને ઇલિયાના ડીક્રુઝ સાથે પણ એક પ્રોજેક્ટ છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  International Dance Day 2022 : જાણો તેને ઉજવવા પાછળનું કારણ ? કેવી રીતે થઇ તેને સેલિબ્રેટ કરવાની શરૂઆત ?

આ પણ વાંચો:  Irrfan Khan Death Anniversary : દૂધવાળાની પુત્રીના પ્રેમમાં હતો ઇરફાન ખાન, અભિનેતાને એક વસ્તુથી હતી નફરત, પત્નીનો ખુલાસો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
g clip-path="url(#clip0_868_265)">