OMG 2 Teaser : ‘રખ વિશ્વાસ તુ હૈ શિવ કા દાસ’ સામે આવ્યું ‘ઓહ માય ગોડ 2’નું ધમાકેદાર ટિઝર

OMG 2 Teaser Release: અક્ષય કુમાર હાલમાં તેની અપકમિંગ ફિલ્મ 'ઓહ માય ગોડ 2'ને લઈને ચર્ચામાં છે. પોસ્ટરમાં અક્ષયને લાંબા વાળ, કપાળ પર ભસ્મ અને ગળામાં રુદ્રાક્ષ પહેરેલા જોવા માટે ચાહકો પહેલેથી જ ખૂબ જ ઉત્સાહિત હતા. આ દરમિયાન ફિલ્મનું ટીઝર પણ રિલીઝ થઈ ગયું છે.

OMG 2 Teaser : 'રખ વિશ્વાસ તુ હૈ શિવ કા દાસ' સામે આવ્યું 'ઓહ માય ગોડ 2'નું ધમાકેદાર ટિઝર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2023 | 12:02 PM

OMG 2 Teaser Release: બોલિવુડના ખેલાડી અક્ષય કુમાર હાલમાં તેની અપકમિંગ ફિલ્મ ‘ઓહ માય ગોડ 2‘ને લઈ ચર્ચામાં છે. બોકસ ઓફિસ પર અક્ષય કુમારની ફિલ્મ રિલીઝ પહેલા જ હિટ માનવામાં આવે છે. છેલ્લા કેટલાક સમથી તેના માટે બોલિવુડમાં ફિલ્મ હિટ ગઈ નથી. ફિલ્મ રિલીઝ સતત થઈ રહી છે પરંતુ ફિલ્મોને વધુ પસંદ કરવામાં આવી રહી નથી. થોડા સમય પહેલા જ અક્ષય કુમારે તેની સૌથી શાનદાર ફિલ્મોમાંથી એક ‘ઓહ માય ગોડ 2’ની સીક્વલની જાહેરાત કરી છે.

બોક્સ ઓફિસ પર બેક ટુ બેક ફ્લોપ આપ્યા બાદ આ વખતે અક્ષય કુમાર ભગવાન શિવના અવતારમાં આવવા જઈ રહ્યો છે. હાલમાં જ ફિલ્મનું પોસ્ટર સામે આવ્યું હતું, જેમાં અક્ષય કુમાર લાંબા વાળ, કપાળ પર ભસ્મ અને ગળામાં રુદ્રાક્ષ પહેરેલા જોવા મળ્યા હતા. અક્ષય કુમારના ફેન્સ પણ તેના લુકને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા. આ દરમિયાન ફિલ્મ ‘ઓહ માય ગોડ 2’નું ટીઝર પણ રિલીઝ થઈ ગયું છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પણ વાંચો : Ajay Devgn : શા માટે અજય દેવગણે કાજોલને આ એક્ટર સાથે કામ કરવાની ના પાડી? થયો ખુલાસો

શું અક્ષયની OMG-2 ફ્લોપની ચેન તોડી શકશે?

અક્ષય કુમારની ફિલ્મ OMG વર્ષ 2012માં આવી હતી, હવે લગભગ 11 વર્ષ બાદ OMGની સિક્વલ 11 ઓગસ્ટે જ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. જો કે સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મની ટક્કર અક્ષયની ફિલ્મ સાથે જોવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે ‘ગદર-2’ની રિલીઝ ડેટ પણ 11 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે.

View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

(Akshay kumar film: Instagram)

સમ્રાટ પૃથ્વીરાજ, બચ્ચન પાંડે, રામ સેતુ, સેલ્ફી અને અતરંગી રેમાં અલગ અલગ અંદાજમાં જોવા મળ્યા બાદ પણ અક્ષય કુમાર ચાહકોના દિલમાં સ્થાન જમાવી શક્યો નહિ.બજેટ વધ્યું, અભિનેત્રી બદલાઈ, સ્ટોરી બદલાઈ અને મલ્ટિસ્ટારર ફિલ્મ બનાવીને નવા પ્રયોગો પણ કરવામાં આવ્યા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અક્ષય કુમારની દરેક ફિલ્મને લોકોએ નકારી કાઢી છે. જો કે, અભિનેતાને આગામી ફિલ્મ OMG-2 પાસેથી ઘણી આશાઓ છે.

ફિલ્મમાં અક્ષય સાથે જોવા મળશે પંકજ ત્રિપાઠી

ફિલ્મ ઓહ માય ગોડ 2માં અક્ષય કુમારન સાથે યામી ગૌતમ, પંકજ ત્રિપાઠી અને અરુણ ગોવિલ મુખ્ય પાત્રમાં જોવા મળશે. ભગવાન શિવના અવતારમાં અક્ષય કુમારને જોઈ ચાહકો પહેલાથી જ ખુબ ખુશ છે. હવે ચાહકો તેની આ ફિલ્મને કેટલી પસંદ કરે છે તે તો 11 ઓગસ્ટના રોજ જ ખબર પડશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">