AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good News : અક્ષય કુમારની ફિલ્મ ઓહ માય ગોડ 2 નું શૂટિંગ શરૂ, પંકજ ત્રિપાઠી પણ મચાવશે ધમાલ

અક્ષયે 'ઓહ માય ગોડ 2' માં ભગવાન કૃષ્ણની ભૂમિકા માટે 15-20 દિવસ ફાળવ્યા છે. અક્ષય કુમાર બીજી વખત પંકજ ત્રિપાઠી સાથે કામ કરવા જઈ રહ્યા છે.

Good News : અક્ષય કુમારની ફિલ્મ ઓહ માય ગોડ 2 નું શૂટિંગ શરૂ, પંકજ ત્રિપાઠી પણ મચાવશે ધમાલ
Akshay Kumar
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 7:57 PM
Share

લાંબા સમયથી ફિલ્મ ‘ઓહ માય ગોડ’ની સિક્વલને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. જેમાં અક્ષય કુમાર ફરી એકવાર ભગવાન કૃષ્ણની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે આ વખતે પરેશ રાવલની જગ્યાએ અભિનેતા પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે. આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહેલા ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે, જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો આ ધમાકેદાર સોશિયલ ડ્રામા ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં શરૂ થઈ ગયું છે.

પંકજ ત્રિપાઠીએ શરૂ કર્યું કામ

એક અહેવાલ મુજબ, ફિલ્મના કલાકારોમાંથી સૌથી પહેલા પંકજ ત્રિપાઠી સાથે સિક્વન્સ શૂટ શરૂ કરવામાં આવ્યું છે કેટલાક દિવસો માત્ર પંકજ આ ફિલ્મના સોલો દ્રશ્યો શૂટ કરવાના છે અને થોડા સમય પછી ફિલ્મની મુખ્ય અભિનેત્રી યામી ગૌતમ ધર તેમને જોઈન્ટ કરશે.

ઓક્ટોબરમાં ફિલ્મમાં જોડાશે અક્ષય કુમાર

ફિલ્મમાં ભગવાનથી બનેલા અભિનેતા અક્ષય કુમાર આ ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબરમાં શરૂ કરી દેશે. એવું કહેવામાં આવ્યું હતું કે અક્ષયે ‘ઓહ માય ગોડ 2’ માં ભગવાન કૃષ્ણના પાત્ર માટે 15-20 દિવસ ફાળવ્યા છે. અક્ષય કુમાર બીજી વખત પંકજ ત્રિપાઠી સાથે કામ કરવા જઈ રહ્યા છે. પંકજ ત્રિપાઠીએ તાજેતરમાં અક્ષય કુમાર સાથે બચ્ચન પાંડેમાં કામ કર્યું છે. ઓહ માય ગોડ અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની સાથે બીજી ફિલ્મ હશે.

ફિલ્મના ડાયરેક્ટર બદલ્યા

અગાઉ આ ફિલ્મના સિક્વલની શૂટિંગ મે-જૂન 2021 માં થવાની હતી. પરંતુ કોરોના વાયરસ રોગચાળાને જોતા તેનું શૂટિંગ આગળ ધપાવવામાં આવ્યું છે.આ વખતે ફિલ્મના નિર્દેશક પણ બદલાયા છે. ‘ઓહ માય ગોડ’ નું નિર્દેશન ઉમેશ શુક્લાએ કર્યું હતું જ્યારે ‘oh my god 2’ અમિત રાય દ્વારા નિર્દેશિત કરવામાં આવી રહ્યું છે.

ઓહ માય ગોડ પર થયો હતો વિવાદ

2012 માં આવેલી ફિલ્મ ઓહ માય ગોડ ઘણો વિવાદ થયો હતો. ફિલ્મમાં ધર્મ વિશે ઘણા સંવાદો પર વિવાદ થયો હતો, ત્યારબાદ અક્ષય કુમાર અને પરેશ રાવલ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, અક્ષય કુમારને પોલીસ સુરક્ષા પણ આપવી પડી હતી.

ગુજરાતી નાટક પર આધારિત

ઓહ માય ગોડ ગુજરાતી નાટક પર આધારિત છે. જેનું નામ હતું કાનજી વિરુદ્ધ કાનજી (કાનજી Vs કાનજી) આ સિવાય, આ ફિલ્મ એક અંગ્રેજી ફિલ્મ The Man Who Sued Godથી પણ પ્રેરિત હતી. ફિલ્મ ‘ઓહ માય ગોડ’ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી જ્યારે તેની ઓપનિંગ ઘણી ધીમી હતી. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં અક્ષયની ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ માંગ છે. અત્યારે અક્ષય લગભગ 6 ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. જે 2021-22માં રિલીઝ થશે. આમાંની કેટલીક ફિલ્મો તો રિલીઝ માટે પણ તૈયાર છે વર્કફ્રન્ટની વાત કરીએ તો તેમની આગામી ફિલ્મો સૂર્યવંશી, અતરંગી રે, પૃથ્વીરાજ, બચ્ચન પાંડે, રક્ષાબંધન અને રામ સેતુ છે.

આ પણ વાંચો :- Kiara Advaniના ટોપલેસ ફોટોશૂટ પર ડબ્બુ રતનાનીનો ખુલાસો, જાણીને ચાહકો પણ થઈ જશે હેરાન

આ પણ વાંચો :- Bharti Singhને ફોટોગ્રાફર્સે પૂછ્યું અમે મામા ક્યારે બનીશું? કોમેડિયને એવો જવાબ આપ્યો કે સાંભળીને પતિને પણ આવશે શરમ

Follow Us
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
તંત્ર નિદ્રામાં! રસ્તાઓ બિસ્માર બનતા ગ્રામજનોએ જાતે જ મોરચો સંભાળ્યો
તંત્ર નિદ્રામાં! રસ્તાઓ બિસ્માર બનતા ગ્રામજનોએ જાતે જ મોરચો સંભાળ્યો
મોરબીના કૂવામાં પાણીના હિલોળા પાછળનું કારણ જાણો
મોરબીના કૂવામાં પાણીના હિલોળા પાછળનું કારણ જાણો
g clip-path="url(#clip0_868_265)">