AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હાથ જોડીને, ભાવુક થયા.. પતિ ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર પછી હેમા માલિનીનો વીડિયો આવ્યો સામે, જુઓ

લેજન્ડરી અભિનેતા ધર્મેન્દ્રના 89 વર્ષની વયે અવસાનથી સમગ્ર બોલિવૂડ શોકમાં ગરકાવ છે. વિલે પાર્લે સ્મશાનગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર સંપન્ન થયા, જ્યાં પત્ની હેમા માલિની અત્યંત ભાવુક બન્યા હતા.

હાથ જોડીને, ભાવુક થયા.. પતિ ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર પછી હેમા માલિનીનો વીડિયો આવ્યો સામે, જુઓ
| Updated on: Nov 24, 2025 | 10:22 PM
Share

લેજન્ડરી અભિનેતા ધર્મેન્દ્રના અવસાન પછી સમગ્ર બોલિવૂડ શોકમાં છે. વિલે પાર્લે સ્મશાનગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર થયા, જ્યાં પરિવાર અને ફિલ્મ ઉદ્યોગના જાણીતા ચહેરાઓ ઉપસ્થિત રહ્યા. અંતિમવિધિ દરમિયાન તેમની પત્ની હેમા માલિની ભાવનાત્મક બની જતા જોવા મળ્યા હતા. સ્મશાનમાંથી બહાર આવતા તેમની લાગણીઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી અને કેમેરા સામે હાથ જોડીને તેમણે સૌને અભિવાદન આપ્યો.

ધર્મેન્દ્રનું અવસાન 89 વર્ષની ઉંમરે થયું હતું. છેલ્લા કેટલાક દિવસથી તેઓ સારવાર હેઠળ હતા, તબિયતમાં થોડો સુધારો આવ્યો હતો, પરંતુ બાદમાં તેમની સ્થિતિ ફરી બગડી ગઈ અને અંતે તેમણે દુનિયાને અલવિદા કહી દીધી. તેમની વિદાયને ફિલ્મ જગતમાં ન પૂરાઈ શકે એવું નુકસાન માનવામાં આવી રહ્યું છે.

Instagram पर यह पोस्ट देखें

Pinkvilla (@pinkvilla) द्वारा साझा की गई पोस्ट

અંતિમ સંસ્કાર બાદ હેમા માલિની અને તેમની પુત્રી એશા દેઓલ ઘરે જતા નજરે પડ્યા. બંનેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ મીડિયા સાથે હાથ મિલાવતા અને ત્યારબાદ કારમાં બેસીને રવાના થતા જોવા મળે છે. હેમા માલિનીના ચહેરા પરની ઉદાસી અને ભાવનાત્મક સ્થિતિને કારણે વીડિયો વધુ ચર્ચામાં રહ્યો.

અંતિમવિધિમાં દેઓલ પરિવાર સાથે અનેક બોલિવૂડ સ્ટાર્સ હાજર રહ્યા. અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, સલમાન ખાન, સલીમ ખાન, સંજય દત્ત, આમિર ખાન, અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, શબાના આઝમી, પૂનમ ધિલ્લોન સહિત અનેક દિગ્ગજોએ ધર્મેન્દ્રને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પી.

ધર્મેન્દ્રને હિન્દી સિનેમાના ‘હી-મેન’ તરીકે ઓળખવામાં આવે છે. પોતાના લાંબા કારકિર્દીમાં તેમણે અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. ‘ચુપકે ચુપકે’, ‘શોલે’ જેવી ફિલ્મો આજે પણ દર્શકો વચ્ચે એટલી જ લોકપ્રિય છે. તેમની અનેક ફિલ્મોના ગીતો અને સંવાદો આજે પણ લોકોના દિલમાં અમીટ છાપ મૂકી ચૂક્યા છે.

હેમા માલિની કે ધર્મેન્દ્ર કોણ વધુ ધનવાન છે? જાણવા માટે અહીં ક્લિક કરો.. 

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">