AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Twinkle Khanna 48 વર્ષની ઉંમરે બની સ્ટુડન્ટ, ‘વૃદ્ધાવસ્થા’ વિશે કરી વાત, શેર કર્યો કોલેજનો Video

Twinkle Khanna Student Life Video: એક્ટ્રેસ અને રાઈટર ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna) હવે 48 વર્ષની ઉંમરે કોલેજ સ્ટુડન્ટની જિંદગી જીવી રહી છે. તેણે પોતાની કોલેજ લાઈફનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Twinkle Khanna 48 વર્ષની ઉંમરે બની સ્ટુડન્ટ, 'વૃદ્ધાવસ્થા' વિશે કરી વાત, શેર કર્યો કોલેજનો Video
Twinkle KhannaImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2023 | 8:44 PM
Share

London: ઘણા મોટા લોકો એવું કહેતા સાંભળવા મળે છે કે ભણવાની કોઈ ઉંમર હોતી નથી. ઉંમર માત્ર એક નંબર છે, બીજું કંઈ નથી, આવી વાતો કરવી સહેલી છે પણ આ વાતોને અનુસરીને દરેક વ્યક્તિમાં પોતાની ઉંમરને નજરઅંદાજ કરવાની હિંમત નથી હોતી. પરંતુ બોલિવુડ એક્ટ્રેસ અને રાઈટર ટ્વિંકલ ખન્નાએ (Twinkle Khanna) આવું જ એક ઉદાહરણ રજૂ કર્યું છે. તે હવે 48 વર્ષની ઉંમરે કોલેજ સ્ટુડન્ટનું જીવન જીવી રહી છે. હાલમાં જ તેણે પોતાની કોલેજ લાઈફનો એક વીડિયો શેર કરીને બધાને હેરાન કરી દીધા છે.

ક્યા કોર્સમાં લીધું એડમિશન?

ટ્વિંકલ ખન્ના પોતાની મરજીની માલિક છે, તેણે આ વાત એક વાર નહીં, પરંતુ ઘણી વખત સાબિત કરી છે. પહેલા તે એક્ટ્રેસ બની, પછી રાઈટર અને પછી પ્રોડ્યુસર, હવે તે આ બધું છોડીને માસ્ટર્સનો અભ્યાસ કરવા લંડન યુનિવર્સિટી પહોંચી છે. અક્ષય કુમારની પત્ની હાલમાં લંડન યુનિવર્સિટીની ગોલ્ડસ્મિથ કોલેજમાં ફિક્શન રાઈટિંગમાં માસ્ટર્સ કોર્સ કરી રહી છે.

સ્ટુડન્ટ લાઈફ એન્જોય કરી રહી છે ટ્વિંકલ

ટ્વિંકલ ખન્નાએ રવિવારે તેના ફેન્સને હેરાન કરી દીધા જ્યારે તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો. આ વીડિયોમાં તે તેના સ્ટુડન્ટ લાઈફની ઝલક બતાવી રહી છે. તેણે પોતાના આઈડી કાર્ડથી લઈને કોલેજના ગેટ સુધી બધું જ બતાવ્યું. વીડિયોમાં ટ્વિંકલ તેની બેગ લઈને કોલેજ જતી અને તેના મિત્રો સાથે મસ્તી કરતી જોઈ શકાય છે.

ઉંમરને લઈને લખી લાંબી નોટ

આ વીડિયોને શેર કરતી વખતે ટ્વિંકલે કેપ્શનમાં તેની ઉંમર વિશે એક લાંબી નોટ પણ લખી છે. જેમાં તેણે જણાવ્યું હતું કે ઉંમર માત્ર એક નંબર છે, જે બાદબાકી ન કરવી જોઈએ પરંતુ સરવાળો કરીને જોવી જોઈએ. ટ્વિંકલે કેપ્શનમાં લખ્યું છે કે, “આ પૃથ્વી પર મારા 50માં વર્ષમાં યુનિવર્સિટીમાં પાછા ફરવા જેવું શું છે? મને ક્લાસમાં હાજરી આપ્યાને 9 મહિના થઈ ગયા છે અને હું મારી સમજદારી પર સવાલ ઉઠાવી રહી હતી.” કારણ કે હું મારા માસ્ટર્સ પૂર્ણ કરવાના છેલ્લાં સ્ટેજ પર છું. કોણ જાણતું હતું કે હું હું મારી જાતને સબમિશન અને ગ્રેડમાં બિઝી રાખીશ અને લેક્ટર્ચ પર ધ્યાન આપવાનો પ્રયાસ કરવા માટે એક હજાર મગ કોફી પીશ. ક્યારેક મને લાગે છે કે મારે રાઈટિંગ કરતાં અજીબ જીવનમાં વિકલ્પોમાં માસ્ટર્સ માટે અરજી કરવી જોઈએ!”

આ પણ વાંચો : Archies Movie: ‘ધ આર્ચીઝ’ના નવા પોસ્ટરમાં સુહાના અને ખુશીનો બદલાયો લુક, અમિતાભ બચ્ચનનો પૌત્ર અગસ્ત્ય લાગે છે ક્યૂટ

“પરંતુ બીજી તરફ, મારી પાસે આ નવા અનુભવો અને યુનિવર્સિટી ગેંગ નહીં હોય. શાનદાર મહિલાઓ જેમના ઉપર હું વિશ્વાસ કરી શકું છું તે મને ડેડલાઈન પાર કરી દેશે અને લંચ બ્રેક દરમિયાન મને હસાવશે. ટાઈટ સ્કિન, ફ્લેટ ટમી અને ક્યારેય સમાપ્ત ન થનાર એનર્જી, તમે ગુમાવેલી વસ્તુઓની ગણતરી કરી શકો છો, અથવા તમે શું મેળવ્યું છે તે જોઈ શકો છો. વૃદ્ધત્વ એ માત્ર એક મેથેમેટિકલ ઈક્વેશન છે. હું તેને બાદબાકી તરીકે જોવા નથી માંગતી. હું તેને બદલે ગુણાકારનો સરવાળો ગણીશ. સંમત? અસંમત ?”

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
g clip-path="url(#clip0_868_265)">