‘કુંડી મત ખડકાઓ રાજા’ ગીત પર સારા અલી ખાન-શહેનાઝ ગિલે કર્યો રોમાંસ?, જુઓ Viral Video

TV9 GUJARATI

|

Updated on: Mar 19, 2023 | 5:55 PM

શહેનાઝ ગિલનો (Shehnaaz Gill) શો દેશી વાઈબ્સ વિથ શહેનાઝ ગિલ હાલમાં સતત ચર્ચામાં છે. આ શોમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ શહેનાઝ સાથે જોવા મળ્યા હતા. હવે સારા અલી ખાન તેના શોમાં પહોંચી છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

'કુંડી મત ખડકાઓ રાજા' ગીત પર સારા અલી ખાન-શહેનાઝ ગિલે કર્યો રોમાંસ?, જુઓ Viral Video
Shehnaaz Gill - Sara Ali Khan

Shehnaaz Gill-Sara Ali Khan Viral Video: શહેનાઝ ગિલ હાલમાં તેના ચેટ શો ‘દેશી વાઈબ્સ વિથ શહેનાઝ ગિલ’ માટે સતત ચર્ચામાં છે. આ શોમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ શહેનાઝ સાથે ચેટ કરતા જોવા મળે છે. આ શોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

અત્યાર સુધી આ શોમાં શાહિદ કપૂરથી લઈને આયુષ્માન ખુરાના, કપિલ શર્મા સહિત ઘણા સ્ટાર્સે સામેલ થયા છે. એક્ટ્રેસના અપકમિંગ એપિસોડમાં બોલીવુડની ફેમસ એક્ટ્રેસ સારા અલી ખાન જોવા મળશે. આ દરમિયાન તેનો એક પ્રોમો વીડિયો પણ સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

શહેનાઝ અને સારા અલી ખાનનો ફની વીડિયો

View this post on Instagram

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

આ વીડિયોમાં સારા અને શહેનાઝ ગિલ ખૂબ જ મસ્તી કરતા જોવા મળે છે. આ વીડિયોની શરૂઆતમાં શહેનાઝ નોક-નોક કરતી જોવા મળે છે, પછી પડદો હટે છે અને સારા દેખાય છે. આ દરમિયાન સારા કહે છે, કુંડી મત ખડકાઓ રાજા, સીધા અંદર આઓ ગીત ગાતી જોવા મળે છે.

પછી શહેનાઝ પડદા પાછળ ચાલી જાય છે. પછી સારા બહાર આવીને કહે છે કે ચિત્રાંગદા મેમના ગીત પર ગરમી વધારી દીધી. ફરી શહેનાઝ કહે છે કે મારી બધી લિપસ્ટિક જતી રહી. શહેનાઝ ગિલ અને સારા અલી ખાનને એકસાથે જોઈને ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ થઈ ગયા છે.

ગેસ લાઈટના પ્રમોશન માટે પહોંચી સારા અલી ખાન

તમને જણાવી દઈએ કે સારા આ શોમાં તેની અપકમિંગ ફિલ્મ ગેસ લાઈટના પ્રમોશન માટે આવી છે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 31 માર્ચે રિલીઝ થવાની છે. ફિલ્મમાં સારાની સાથે એક્ટ્રેસ ચિત્રાંગદા અને વિક્રાંત મેસી જોવા મળશે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું.

આ પણ વાંચો : Mrs Chatterjee Vs Norway એક્ટ્રેસ ગોલ્ડન ટેમ્પલ પહોંચી, રાની મુખર્જીના ફોટો થયો વાયરલ

સારા અલી ખાનની અપકમિંગ ફિલ્મ

વર્ક ફ્રન્ટની વાત કરીયે તો સારા પાસે ગેસ લાઈટ સિવાય આ વર્ષે ઘણી ફિલ્મો પાઈપલાઈનમાં છે. સારા ટૂંક સમયમાં જ વિકી કૌશલની સાથે ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’માં જોવા મળશે. આ સિવાય ‘એ વતન મેરે વતન’, ‘મેટ્રો ઈન દિનો’ અને લુકા છુપ્પી 2 આ લિસ્ટમાં સામેલ છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati