AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parineeti Raghav Wedding: 23 સપ્ટેમ્બરથી શરૂ થશે પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાના લગ્નની વિધિ, જુઓ વેડિંગ કાર્ડ

Parineeti Raghav Wedding: સગાઈ થઈ ત્યારથી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા (Parineeti Chopra and Raghav Chadha) ક્યારે લગ્ન કરશે તેની ચર્ચા ચાલી રહી હતી. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈ દિલ્હીમાં થઈ હતી, જેમાં રાજકારણીઓની સાથે બોલીવુડની હસ્તીઓએ હાજરી આપી હતી. . પરંતુ હવે બંનેના લગ્નનું કાર્ડ સામે આવ્યું છે. બંને આ મહિને લગ્ન કરવા જઈ રહ્યા છે. હવે આ કપલે લગ્ન માટે ઉદયપુર પસંદ કર્યું છે. બંનેના લગ્ન ઉદયપુરના લીલા પેલેસમાં થશે.

Parineeti Raghav Wedding: 23 સપ્ટેમ્બરથી શરૂ થશે પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાના લગ્નની વિધિ, જુઓ વેડિંગ કાર્ડ
Parineeti Chopra and Raghav ChadhaImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2023 | 5:06 PM
Share

બોલિવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાના (Parineeti Chopra and Raghav Chadha) લગ્નની ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. જ્યારે પણ બંનેને જાહેરમાં સ્પોટ કરવામાં આવ્યા હતા, ત્યારે તેમને ચોક્કસપણે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે બંને ક્યારે લગ્ન કરી રહ્યા છે. હવે આ સવાલનો જવાબ મળી ગયો છે. બંને આ મહિને જ લગ્ન કરવાના છે. બંનેના લગ્નનું કાર્ડ સામે આવ્યું છે, તેનાથી ખબર પડે છે કે બંને 24 સપ્ટેમ્બરે લગ્ન કરશે. લગ્નની વિધિ 23 સપ્ટેમ્બરથી શરૂ થશે.

ઉદયપુરના લીલા પેલેસમાં થશે પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાના લગ્ન

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈ દિલ્હીમાં થઈ હતી, જેમાં રાજકારણીઓની સાથે બોલીવુડની હસ્તીઓએ હાજરી આપી હતી. હવે આ કપલે લગ્ન માટે ઉદયપુર પસંદ કર્યું છે. બંનેના લગ્ન ઉદયપુરના લીલા પેલેસમાં થશે. તમે નીચે લગ્ન સંબંધિત તમામ વિગતો જોઈ શકો છો.

ક્યારે કઈ વિધી થશે?

  • 23મી સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યે પરિણીતી ચોપરાની ચૂડા સેરેમની યોજાશે
  • 24 સપ્ટેમ્બરે બપોરે 1 વાગ્યે તાજ લેક પેલેસમાં રાઘવ ચઢ્ઢાના સેહરાબંદી કરવામાં આવશે
  • બપોરે 2 કલાકે તાજ લેક પેલેસથી જાન નીકળશે
  • લીલા પેલેસ બપોરે 3:30 કલાકે જયમાલા કાર્યક્રમ યોજાશે
  • સાંજે 4 વાગ્યે સાત ફેરા થશે અને પછી પરિણીતી ચોપરા સાંજે 6:30 વાગ્યે વિદાય થશે
  • 24મીએ રાત્રે 8:30 કલાકે કોર્ટયાર્ડમાં રિસેપ્શન રાખવામાં આવ્યું છે

અહીં જાણો વધુ ડિટેલ્સ

23મી સપ્ટેમ્બરથી ધાર્મિક વિધિઓ સાથે લગ્નની શરૂઆત થશે. 24 સપ્ટેમ્બરે લીલા પેલેસના તાજ લેકથી રાઘવ ચઢ્ઢા લગ્નની જાન લઈને નીકળશે. 3 વાગ્યે જયમાલાનો કાર્યક્રમ થશે અને ત્યારબાદ 4 વાગ્યે બંને ફેરા સાથે સાત જન્મના બંધનમાં બંધાશે. વિદાય પણ એ જ દિવસે થશે. વિદાયનો સમય સાંજે 6:30 કલાકે રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Toronto International Film Festivalમાં હાજરી આપવા માટે એક્સાઈટેડ છે અનિલ કપૂર, આ ફિલ્મ દ્વારા એક્ટરનું સપનું થશે સાકાર

ક્યારે થઈ હતી સગાઈ?

તમને જણાવી દઈએ કે બંનેને એકસાથે પાપારાઝીએ ડિનર ડેટ પર સાથે સ્પોટ કર્યા હતા. ત્યારથી બંને પોતાના રિલેશનશિપને લઈને ચર્ચામાં હતા. બંનેએ આ વર્ષે 13 મેના રોજ સગાઈ કરીને પોતાના સંબંધોને સ્વીકાર્યા હતા. લગભગ ચાર મહિનાની સગાઈ બાદ બંને લગ્ન કરવા જઈ રહ્યા છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">