રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીના સંબંધોમાં આવી ખટાશ? એક્ટ્રેસના પતિએ ટ્વિટ કરીને કહ્યું- ‘અમે અલગ થઈ ગયા છીએ’
બોલિવુડ ઈન્ડસ્ટ્રીનું ફેમસ કપલ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને રાજ કુન્દ્રા (Raj kundra) કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. શિલ્પા અને રાજ વચ્ચેના સંબંધોમાં બંનેએ થોડા સમય પહેલા મુશ્કેલીનો કરવો પડ્યો હતો. પરંતુ એક્ટ્રેસ હંમેશા તેના પતિને સપોર્ટ કરતી જોવા મળી છે. પરંતુ આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે હવે શિલ્પા અને રાજ અલગ થઈ ગયા છે. એવું માનવામાં આવે છે કે તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે.
બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) દરરોજ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. પોતાના કામની સાથે સાથે એક્ટ્રેસ તેના પતિ રાજ કુન્દ્રા (Raj kundra) અને પરિવાર માટે હંમેશા ચર્ચામાં રહે છે. ઘણા સમયથી બિઝનેસમેન રાજ કુન્દ્રા માસ્ક પાછળ પોતાનો ફેસ છુપાવતો જોવા મળ્યા હતા. પરંતુ હવે તેને પોતાનું માસ્ક હટાવી લીધું છે અને તેની ફિલ્મ UT69નું એલાન કર્યું છે. પરંતુ આ દરમિયાન રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીના સંબંધોમાં ખટાશના સમાચાર સામે આવી રહ્યા છે.
એક તરફ શિલ્પા શેટ્ટી હંમેશા રાજ કુન્દ્રાને સપોર્ટ કરતી જોવા મળે છે. જ્યારે રાજનું નામ પોર્નોગ્રાફી કેસમાં જોડાયું અને તેને જેલમાં જવું પડ્યું ત્યારે શિલ્પા શેટ્ટી તેના સૌથી મજબૂત સપોર્ટ તરીકે તેની સાથે ઉભી રહી. એક્ટ્રેસે તેના પરિવાર અને પતિ બંનેની કેર કરી હતી. પરંતુ તાજેતરમાં રાજ કુન્દ્રાએ ટ્વિટર પર એક ટ્વિટ કરીને પોતાના અને શિલ્પાના અલગ થવાના સમાચાર આપ્યા છે. રાજે લખ્યું છે કે, અમે અલગ થઈ ગયા છીએ અને કૃપા કરીને આ મુશ્કેલ સમયમાં અમને સમય આપો.
અહીં જુઓ ટ્વિટ
પરંતુ રાજ કુન્દ્રાએ આ ટ્વીટમાં એ સ્પષ્ટ કર્યું નથી કે તેને પોતાના અને શિલ્પાના અલગ થવાની વાત કરી છે. પરંતુ આ ટ્વીટ સામે આવ્યા બાદ લોકો અનુમાન લગાવી રહ્યા છે કે હવે આ કપલના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. રાજ કુન્દ્રાની આ ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ટ્વિટ સામે આવ્યા બાદ બોલિવુડ કોરિડોરમાં હોબાળો મચી ગયો છે. ફેન્સ શિલ્પા શેટ્ટીના રિએક્શનની રાહ જોઈ રહ્યા છે.
તો બીજી તરફ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સનું પણ કહેવું છે કે રાજની ફિલ્મના પ્રમોશનની આ નવી રીત છે અથવા તેનું ટ્વીટ કંઈક બીજી વસ્તુને લઈને હોઈ શકે છે. કેટલાક યુઝર્સ કોમેન્ટ દ્વારા તેને પબ્લિસિટી સ્ટંટ ગણાવી રહ્યા છે. રાજ કુન્દ્રાની અપકમિંગ ફિલ્મ UT69 વિશે વાત કરીએ તો આ ફિલ્મમાં તેને પોતાની જેલની સ્ટોરી દર્શકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. તેની સાથે શું થયું અને તેને કઈ કઈ મુશ્કેલીનો સામનો કર્યો, રાજ પોતે જ તેની એક્ટિંગ દ્વારા બધાને જણાવવા માંગે છે.
આ પણ વાંચો: શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની દરિયાદિલી, મુંબઈના રસ્તા પર કર્યું આ કામ, જુઓ Video