Flood Crisis: દિલ્હીના પૂરને કારણે જાહ્નવી કપૂરને પણ થયું નુકસાન, આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું પોસ્ટપોન
Delhi Flood Crisis: એક્ટ્રેસ જાહ્નવી કપૂરની (Janhvi Kapoor) અપકમિંગ દેશભક્તિ થ્રિલર ફિલ્મ 'ઉલઝ'નું દિલ્હીમાં શૂટિંગ પોસ્ટપોન રાખવામાં આવ્યું છે. કારણ કે યમુના નદીના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે શૂટિંગ શિડ્યુલ ખોરવાઈ ગયું છે.
Ulajh Movie of Janhvi Kapoor Shooting Postponed: એક્ટ્રેસ જાહ્નવી કપૂરે તેની અપકમિંગ દેશભક્તિ થ્રિલર ફિલ્મ ‘ઉલઝ’ માટે દિલ્હીમાં શૂટિંગ પોસ્ટપોન રાખ્યું છે. કારણ કે યમુના નદીના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે શૂટિંગ શિડ્યુલ ખોરવાઈ ગયું છે. જાહ્નવી કપૂરનું આ શૂટિંગ 10 જુલાઈથી શરૂ થવાનું હતું, જે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં લગભગ 15 દિવસ ચાલવાનું હતું. રિપોર્ટ્સ મુજબ જાહ્નવી કપૂર સહિતની આખી ટીમ 10 જૂને દિલ્હી પહોંચવા માટે તૈયાર હતી, પરંતુ દિલ્હીમાં પૂરના સંકટને કારણે તેમનું શૂટિંગ હાલ પૂરતું પોસ્ટપોન કરવામાં આવ્યું છે.
ફિલ્મ ‘ઉલઝ’ માટે દિલ્હીમાં શૂટિંગ પોસ્ટપોન રાખવું પડ્યું કારણ કે ભારે વરસાદ અને ત્યારબાદ આવેલા પૂરને કારણે થોડા દિવસોમાં પરિસ્થિતિમાં ફેરફાર થયો હતો. આ શૂટિંગ દિલ્હીના વિવિધ આઈકોનિક સ્થળો જેમ કે જૂની દિલ્હી, લાલ કિલ્લો, કુતુબ મિનાર, લાજપત નગર બજાર અને દક્ષિણ દિલ્હીના વિસ્તારો સહિત અન્ય સ્મારકોમાં થવાનું હતું. પરંતુ વર્તમાન સંજોગો અને સુરક્ષાના મહત્વને જોતાં ટીમ પાસે શૂટિંગમાં પોસ્ટપોન કરવા સિવાય કોઈ વિકલ્પ ન હતો.
શૂટિંગ પૂર્ણ કરવામાં સફળ રહ્યો કરણ વાહી
મેકર્સે હજુ વૈકલ્પિક સ્થાન પર શૂટ કરવાનું નક્કી કર્યું નથી, ત્યારે તેઓ ઓરિજિનલ પ્લાન મુજબ ઈચ્છિત સ્થળોને કેપ્ચર કરીને ઓગસ્ટના મધ્યમાં દિલ્હીમાં શૂટ ફરી શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ દરમિયાન એક્ટર કરણ વાહી અને માનવી ગગરુ અતિભારે વરસાદ શરૂ થાય તે પહેલાં જ તેમની અપકમિંગ વેબ સિરીઝ માટે તેમનું શૂટિંગ પૂર્ણ કરવામાં સફળ થયા. તેઓએ કોઈપણ મુશ્કેલીનો સામનો ન કર્યો અને શૂટને અધવચ્ચે અટકાવવાથી બચી ગયા હતા. તેમની ટીમ સલામત છે અને તેઓ સમયસર સિરીઝનું શેડ્યૂલ પૂર્ણ કરવામાં સફળ રહ્યા.
આ પણ વાંચો : નવી ઓફિસની શોધમાં નીકળી સારા અલી ખાન, માતા અમૃતાની હાલત જોઈ લોકો થયા હેરાન, જુઓ Video
દિલ્હીમાં પૂરના સંકટને કારણે ઊભા થયેલા પડકારો છતાં પણ ‘ઉલઝ’ની પ્રોડક્શન ટીમ પરિસ્થિતિ સુધરે પછી દિલ્હીમાં શૂટિંગ ફરી શરૂ કરવાનું લક્ષ્ય રાખે છે. જાહ્નવી કપૂર પણ નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત તેની અપકમિંગ ફિલ્મ ‘બવાલ’ની રિલીઝની તૈયારી કરી રહી છે. ‘બવાલ’ ફિલ્મમાં વરુણ ધવન અને જાહ્નવી કપૂર લીડ રોલમાં જોવા મળશે.