AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાન્હવી કપૂરના હાથમાં એરપોર્ટ પર જોવા મળ્યું ઓશીકું! યુઝર્સે પૂછ્યાં ફની સવાલો, જુઓ Viral Video

જાન્હવી કપૂરનો (Janhvi Kapoor) એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે હાથમાં ઓશીકું લઈને ફરતી જોવા મળી રહી છે. આ વીડિયો પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે અને ફની સવાલો પૂછી રહ્યા છે.

જાન્હવી કપૂરના હાથમાં એરપોર્ટ પર જોવા મળ્યું ઓશીકું! યુઝર્સે પૂછ્યાં ફની સવાલો, જુઓ Viral Video
Janhvi Kapoor
TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2023 | 10:02 PM
Share

બોલિવુડ એક્ટ્રેસ જાન્હવી કપૂર (Janhvi Kapoor) તેની એક્ટિંગ સાથે તેની સ્ટાઈલને કારણે પણ ચર્ચામાં રહે છે. તે તેની ફિલ્મોથી ફેન્સના દિલ જીતી રહી છે. આવી પરિસ્થિતિમાં લોકો તેમની દરેક એક્ટિવીટી પર ચાંપતી નજર રાખે છે. આ જ કારણ છે કે તેની તસવીરો અને વીડિયો સામે આવતાં જ વાયરલ થઈ જાય છે. હાલમાં ફરી એકવાર તેનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેના હાથમાં ઓશીકું છે અને તેને લઈને એરપોર્ટ પર ફરતી જોવા મળે છે.

હાથમાં ઓશીકું જોઈ લોકો રહી ગયા દંગ

સેલિબ્રિટી ઘણીવાર તેમના સ્ટાઈલિશ એરપોર્ટ લુક્સને કારણે ચર્ચામાં રહે છે. પરંતુ તે દરમિયાન વિરલ ભાયાણીએ એક વીડિયો શેર કર્યો જેમાં બોલિવુડ એક્ટ્રેસ જાન્હવી કપૂર મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ વીડિયોમાં તે સમર આઉટફિટમાં સ્ટાઈલિશ લાગી રહી છે. પરંતુ તેના હાથમાં સફેદ ઓશીકું જોઈને લોકો દંગ રહી જાય છે.

અહીં જુઓ વાયરલ વીડિયો

લોકોએ કરી ફની કોમેન્ટ

જાન્હવી કપૂર એરપોર્ટ પર આ ઓશીકું લઈને જતી હોવાનો વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા પર કોમેન્ટનો વરસાદ કરી રહ્યા છે. ફેન્સ જાન્હવીને આ ઓશીકું લઈને ફરવાનું કારણ પૂછે છે. એક યુઝરે લખ્યું છે કે, ‘બિચારી એટલી થાકી ગઈ છે કે તે ગમે ત્યાં સૂઈ જાય છે.’ જ્યારે બીજાએ એક યુઝરે લખ્યું છે કે, ‘શું આ ઓશીકું કોઈ ફિલ્મના પ્રમોશનનો ભાગ છે?’ ત્રીજા યુઝરે જાન્હવીને પૂછ્યું કે શું તે બિઝનેસ ક્લાસ કે ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી નથી કરતી? કારણ કે ત્યાં આરામનું ધ્યાન રાખવામાં આવે છે.

લોકોને યાદ આવ્યો આમિર ખાન

જાન્હવીને જોઈને કેટલાક લોકોએ તેની સરખામણી આમિર ખાન સાથે કરી છે. કારણ કે આ પહેલા આમિર ખાન પણ એરપોર્ટ પર ઓશીકું લઈને જોવા મળ્યો છે. લોકોએ તેને જાન્હવીની સહજતા કહી છે, તો કોઈએ ફ્લાઈટમાં સૂવા માટે સમયનો યોગ્ય ઉપયોગ કહ્યું છે જેથી બાકીનો સમય એક્ટિવ રહી શકે.

આ પણ વાંચો : મલાઈકા અરોરાના બોડીગાર્ડે કોકોને માર્યો ધક્કો!, ગુસ્સે ભરાયેલા નેટીઝન્સે એક્ટ્રેસ પાસે કરી કાર્યવાહીની માંગ, જુઓ Video

આ ફિલ્મોમાં જોવા મળશે જાન્હવી

જાન્હવી કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં બેક ટુ બેક ફિલ્મોમાં જોવા મળશે. હાલમાં તે તેના સાઉથ ડેબ્યૂને લઈને સતત ચર્ચામાં છે, તે ટૂંક સમયમાં ‘NTR 30’માં લીડ રોલમાં જોવા મળશે. આ સિવાય તે રાજકુમાર રાવ સાથે ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’માં જોવા મળવાની છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">