AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મલાઈકા અરોરાના બોડીગાર્ડે કોકોને માર્યો ધક્કો!, ગુસ્સે ભરાયેલા નેટીઝન્સે એક્ટ્રેસ પાસે કરી કાર્યવાહીની માંગ, જુઓ Video

મલાઈકા અરોરા (Malaika Arora) અવારનવાર તેના પેટ ડોગ સાથેની સુંદર તસવીરો શેર કરે છે. મલાઈકાનું પેટ ડોગ કોકો તેની સાથે બાંદ્રા બિલ્ડિંગમાં તેની સાથે રહે છે. હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક્ટ્રેસના ડોગને બોડીગાર્ડ ધક્કો મારતો જોવા મળે છે.

મલાઈકા અરોરાના બોડીગાર્ડે કોકોને માર્યો ધક્કો!, ગુસ્સે ભરાયેલા નેટીઝન્સે એક્ટ્રેસ પાસે કરી કાર્યવાહીની માંગ, જુઓ Video
Malaika Arora
TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2023 | 8:41 PM
Share

મલાઈકા અરોરા (Malaika Arora) ચોક્કસપણે જાણે છે કે તેના ફેન્સ અને ફોલોઅર્સને કેવી રીતે એન્ટરટેઈન કરવા. ફિટનેસ ફ્રિક અને ફેશનિસ્ટા હોવા સિવાય તે તેના ફેન્સ સાથે જોડાયેલી રહેવા માટે તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફની ઝલક શેર કરે છે. મલાઈકા અવારનવાર તેના પેટ ડોગ સાથેની સુંદર તસવીરો શેર કરે છે. મલાઈકાનું પેટ ડોગ કોકો તેની સાથે બાંદ્રા બિલ્ડિંગમાં તેની સાથે રહે છે.

કોકો જ્યારે પણ મલાઈકા સાથે કામ, જિમ અથવા અન્ય કોઈ કારણોસર બહાર નીકળે છે ત્યારે તે ચર્ચાનો વિષય બને છે. કોકો પાપારાઝી માટે પણ ચર્ચાનો વિષય બની ગયો છે. પરંતુ હાલના એક વીડિયોમાં જ્યાં મલાઈકા તેના યોગા ક્લાસ માટે બિલ્ડિંગમાંથી બહાર નીકળતી જોવા મળે છે, ત્યાં એક બોડીગાર્ડ કોકોને હેન્ડલ કરતો જોવા મળે છે, જેના કારણે નેટીઝન્સ ગુસ્સે થયા છે. આ વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે અને લોકો મલાઈકાને ટેગ કરીને મામલામાં ધ્યાન દોરે છે.

અહીં જુઓ વાયરલ વીડિયો

એક યુઝરે લખ્યું, “શરમ આવે છે, તમે તે પાલતુ પ્રાણીને માત્ર એક તસવીર માટે કેવી રીતે ધક્કો આપી શકો છો.” બીજાએ મલાઈકાને તેના બોડીગાર્ડ સાથે લઈ જવા વિનંતી કરી અને કહ્યું તે કૃપા કરીને આ જુઓ. તમારા બોડીગાર્ડને તે નિર્દોષ પ્રાણીઓ પ્રત્યે દયા રાખવા કહો. તેઓ કોઈપણ બોલિવુડ સેલેબ્સ કરતાં વધુ કીંમતી છે. દયાળુ બનો.” આ સિવાય ફેન્સ સતત આ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે અને બોડીગાર્ડ પ્રત્યે પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

વર્ક ફ્રન્ટની વાત કરીયે તો મલાઈકા અરોરા હાલમાં ગુરુ રંધાવા સાથે તેરા કી ખયાલ નામના મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી. આ સિવાય તેનો શો – મૂવિંગ ઈન વિથ મલાઈકા પણ રીલીઝ કરવામાં આવ્યો હતો, જેણે દર્શકોને તેના જીવનની વિશિષ્ટ સમજ આપી હતી. આ સિરીઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમિંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Akshay Kumar In Kedarnath Temple : બાબા ભોલેનાથના દર્શન કરવા કેદારનાથ પહોંચ્યો અક્ષય કુમાર, હર હર મહાદેવના નારા લગાવ્યા, જુઓ Video

થોડા સમય પહેલા મલાઈકા અરોરા બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે બર્લિન વેકેશન પર ગઈ હતી. આ કપલે તેમના સોશિયલ હેન્ડલ્સ પર કેટલીક તસવીરો શેર કરી હતી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
AAP પ્રમુખ ઈસુદાન ગઢવીનો ભાજપ-કોંગ્રેસ પર મોટો આરોપ
AAP પ્રમુખ ઈસુદાન ગઢવીનો ભાજપ-કોંગ્રેસ પર મોટો આરોપ
દેલા ગામમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટર, નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
દેલા ગામમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટર, નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
ટિકિટ ના મળે તો 2027માં મારી તાકાત બતાવી દઈશ: તસ્નીમ આલમ
ટિકિટ ના મળે તો 2027માં મારી તાકાત બતાવી દઈશ: તસ્નીમ આલમ
રાજ્યમાં અંગ દઝાડતી ગરમી સહન કરવા માટે થઈ જજો તૈયાર, અંબાલાલની આગાહી
રાજ્યમાં અંગ દઝાડતી ગરમી સહન કરવા માટે થઈ જજો તૈયાર, અંબાલાલની આગાહી
પાટણ: ચૂંટણી ફોર્મ ભરવા બળદગાડામાં નીકળ્યા ઉમેદવારો!
પાટણ: ચૂંટણી ફોર્મ ભરવા બળદગાડામાં નીકળ્યા ઉમેદવારો!
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર
કોંગ્રેસ ઉમેદવાર પાસે નથી ચૂંટણી લડવાના પૈસા, મતદારો પાસેથી ઉઘરાવ્યા
કોંગ્રેસ ઉમેદવાર પાસે નથી ચૂંટણી લડવાના પૈસા, મતદારો પાસેથી ઉઘરાવ્યા
Breaking News: અંતિમ દિવસે પણ 14 વોર્ડમાં સસ્પેન્સ યથાવત, જુઓ Video
Breaking News: અંતિમ દિવસે પણ 14 વોર્ડમાં સસ્પેન્સ યથાવત, જુઓ Video
Breaking News: આચારસંહિતામાં સરકારી કર્મચારી ભાજપ કાર્યાલયમાં!
Breaking News: આચારસંહિતામાં સરકારી કર્મચારી ભાજપ કાર્યાલયમાં!
g clip-path="url(#clip0_868_265)">