ફિટનેસ ટ્રેનરે શેર કર્યો દીપિકા પાદુકોણનો વર્કઆઉટ વીડિયો, એક્ટ્રેસે આપી પ્રતિક્રિયા, જુઓ Video
દીપિકા પાદુકોણનો (Deepika Padukone) એક વર્કઆઉટ વીડિયો યાસ્મીન કરાચીવાલાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર દીપિકાએ કોમેન્ટ કરીને પ્રતિક્રિયા આપી છે.

ફિટનેસ ટ્રેનર યાસ્મીન કરાચીવાલાએ દીપિકા પાદુકોણનો એક વર્કઆઉટ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. દીપિકા પાદુકોણને બોલિવુડની સૌથી ફિટ એક્ટ્રેસમાં એક માનવામાં આવે છે. સોશિયલ મીડિયા પર દીપિકાનો વર્કઆઉટ વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પિલાટેસ કરતી જોવા મળી રહી છે.
ફિટનેસ ટ્રેનરે શેયર કર્યો દીપિકાનો વર્કઆઉટ વીડિયો
આ વીડિયો દીપિકાની ફિટનેસ ટ્રેનર યાસ્મીન કરાચીવાલાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં દીપિકા (મૂવમેન્ટ ઓન ધ રોલર) પિલાટેસ મશીનથી એક્સરસાઈઝ કરતી જોવા મળી રહી છે. યાસ્મિને કહ્યું કે ‘મૂવમેન્ટ ઓન ધ રોલર એક્સરસાઈઝ’ એ લોકો માટે એક ટૂલ છે જેઓ ટ્રાવેલ કરવાનું અને ફિટ રહેવાનું પસંદ કરે છે.
અહીં જુઓ દીપિકાનો વાયરલ વીડિયો
View this post on Instagram
દીપિકા પાદુકોણે કોમેન્ટ કરીને આપી પ્રતિક્રિયા
આ સિવાય તમે આ પિલાટેસ મશીનને ગમે ત્યાં લઈ જઈ શકો છો. દીપિકાનો વીડિયો શેર કરતી વખતે ટ્રેનરે કેપ્શનમાં લખ્યું છે કે દીપિકા પાદુકોણની મૂવમેન્ટ, ‘રોલર પિલાટેસ રૂટિન, એનર્જી અને સકારાત્મકતા સાથે શરૂઆત કરવાની એક પરફેક્ટ રીત. આ વીડિયો પર દીપિકાએ કોમેન્ટ કરતાં દીપિકાએ લખ્યું છે કે ‘મારા વિશે પણ કેટલીક સારી વાતો કહો…જેમ કે હું ખૂબ જ મહેનતુ છું, મારું ફોર્મ સારું છે, હું તમારી બેસ્ટ સ્ટૂડન્ટ છું.’
ફેન્સ કરી રહ્યા છે વખાણ
દીપિકાના ફેન્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને કોમેન્ટ સેક્શનમાં તેના વખાણ કરી છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, ‘દીપિકા તમે ખૂબ જ ફિટ છો.’ અન્ય એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, દીપિકા ઓન ફાયર. તો અન્ય એક યુઝર્સે કોમેન્ટ કરતાં લખ્યું છે કે ‘સુપર ફિટ લેડી’.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…