‘નિયમો તોડનારાઓને હું ખરેખર નફરત કરું છું’ અલાયા ફર્નિચરવાલા કેમ ગુસ્સે થઈ, જુઓ Viral Video
Alaya Furniturewala Video: બોલિવુડ એક્ટ્રેસ અલાયા ફર્નિચરવાલા (Alaya Furniturewala) કારમાં બેસીને એટલી ગુસ્સે થઈ ગઈ કે તેને નિયમો તોડનારાઓ પર ગુસ્સો કર્યો છે. આલિયાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ટ્રાફિકના નિયમો તોડનારાઓને પર ગુસ્સો કરી રહી છે.

Alaya Furniturewala Video: બોલિવુડની યંગ અને હોટ એક્ટ્રેસમાં પૂજા બેદીની પુત્રી અલાયા ફર્નિચરવાલાનું નામ સામેલ છે. અલાયા તેની ફિલ્મો કરતાં તેના ગ્લેમરસ લુક માટે વધુ ચર્ચામાં રહે છે, પરંતુ હાલમાં અલાયા તેના નિયમો અને એક સારા નાગરિક હોવાના કારણે ચર્ચામાં છે. અલાયાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેયર કર્યો છે જેમાં તે ટ્રાફિકના નિયમો તોડનારાઓ માટે ગુસ્સો કરતી જોવા મળી રહી છે.
અહીં જુઓ વીડિયો
View this post on Instagram
આ વીડિયોમાં અલાયા કારમાં બેઠી છે અને અચાનક તેની નજર ખોટો યુ-ટર્ન લઈ રહેલા બાઈકર્સ પર પડે છે. આ જોઈને અલાયા અચાનક ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે ‘તમે જોયું 2 વધુ બાઈકર્સે ખોટો યુ-ટર્ન લીધો છે. બેદરકારીની પણ એક હદ હોય છે. આવા લોકો સામે કોઈ પગલાં લેવા જોઈએ. આવા લોકોને ન તો ડ્રાઈવિંગ સેન્સ હોય છે કે ન તો ટ્રાફિકિંગ સેન્સ હોય છે અને ન તો તેમની પાસે સામાન્ય કોમનસેન્સ હોય છે. આવા લોકોના કારણે રોજ ન જાણે કેટલા લોકોનો એક્સિડેન્ટ થાય છે.
ફેન્સે આપી સલાહ
અલાયાના આ વીડિયો પર ફેન્સ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક ફેન્સ અલાયાને જાતે જ ટ્રાફિક નિયમોનું પાલન કરવાની સલાહ આપી રહ્યા છે. અલાયાએ પોતે સીટ બેલ્ટ નથી પહેર્યો, જેના માટે ફેન્સ તેના ક્લાસ લઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે પહેલા તમે તમારો સીટ બેલ્ટ પહેરો. અન્ય એક યુઝરે લખ્યું છે કે તમે તમારો સીટ બેલ્ટ કેમ બાંધ્યો નથી.

આ પણ વાંચો : પુલકિત સમ્રાટે ખુલ્લેઆમ વરુણ શર્માને કરી કિસ, લોકોએ કહ્યું- આ લોકોની વચ્ચે શું ચાલી રહ્યું છે? જુઓ Viral Video
તમને જણાવી દઈએ કે અલાયા હાલમાં ખૂબ ચર્ચામાં છે. તેનું કારણ છે ગ્લોબલ આઈકન બની ગયેલી પ્રિયંકા ચોપરા દ્વારા આપવામાં આવેલ કોમ્પલિમેન્ટ. એક ઈન્ટરવ્યુ દરમિયાન પ્રિયંકાએ અલાયાને બોલિવુડની અપકમિંગ સુપરસ્ટાર ગણાવી હતી. હવે અલાયા પ્રિયંકાના મોઢેથી આ સાંભળીને ખૂબ જ ખુશ છે. એક ઈન્ટરવ્યુમાં અલાયાએ જણાવ્યું કે જ્યારે તે પ્રિયંકા ચોપરાનો આ ઈન્ટરવ્યુ જોઈ રહી હતી ત્યારે તેના હાથ-પગ ધ્રૂજી રહ્યા હતા.