AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: શ્રીનગર એરપોર્ટ પર ભીડમાં ફસાયો શાહરૂખ ખાન, વીડિયો જોઈને ફેન્સે કર્યા વખાણ

Shah Rukh Khan Viral Video: કાશ્મીરમાં 'ડંકી'ના શૂટિંગ માટે પહોંચેલા શાહરૂખ ખાનને (Shah Rukh Khan) જોવા માટે શ્રીનગર એરપોર્ટ પર એટલી ભીડ હતી કે સ્ટારને ત્યાંથી નીકળવું મુશ્કેલ થઈ ગયું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Video: શ્રીનગર એરપોર્ટ પર ભીડમાં ફસાયો શાહરૂખ ખાન, વીડિયો જોઈને ફેન્સે કર્યા વખાણ
Shah Rukh Khan
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2023 | 5:06 PM
Share

Shah Rukh Khan Viral Video: ફિલ્મ ‘પઠાણ’ની શાનદાર સફળતા બાદ શાહરૂખ ખાન હવે તેની અપકમિંગ ફિલ્મના શૂટિંગમાં બિઝી છે. હાલમાં તે રાજકુમાર હિરાણી દ્વારા નિર્દેશિત ‘ડંકી’નું શૂટિંગ પૂરું કરવા માટે તેના શેડ્યુલમાં વ્યસ્ત છે. સુપરસ્ટાર ફિલ્મના બીજા શેડ્યૂલના શૂટિંગ માટે કાશ્મીર ગયો છે. જ્યાંથી હાલમાં જ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં શાહરૂખ ખાન એરપોર્ટ પર ભીડમાં અટવાયેલો જોવા મળી રહ્યો છે.

ભીડની વચ્ચે ફસાયો શાહરૂખ ખાન

રાજકુમાર હિરાનીની નિર્દેશિત ફિલ્મ ડંકી માટે શાહરૂખ ફરી ફ્લોર પર આવ્યો છે. તાપસી પન્નુ સાથેની તેની ફિલ્મ આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. તેથી જ સ્ટાર સતત શૂટિંગ પૂર્ણ કરવામાં વ્યસ્ત રહે છે. એક વીડિયોમાં બોલિવુડ સુપરસ્ટાર શ્રીનગરથી ફ્લાઈટ માટે નીકળતો જોવા મળ્યો હતો જ્યાં સાથી મુસાફરોએ તેને ઘેરી લીધો હતો. વાયરલ વીડિયોમાં શાહરૂખ ખાન તેની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરતા ફેન્સના ટોળાથી ઘેરાયેલો જોવા મળે છે. આ દરમિયાન શાહરૂખ રસ્તો શોધવા માટે પરેશાન જોવા મળે છે.

કિંગ ખાનનો લુક

સોશિયલ મીડિયા પર ઘણા ફેન પેજ પર શેર કરવામાં આવેલી વાયરલ તસવીરમાં શાહરૂખ સફેદ ટી-શર્ટ અને કાર્ગો પેન્ટ સાથે બ્લેક જેકેટ પહેરેલો જોવા મળે છે. શાહરુખે બ્લેક સનગ્લાસ સાથે તેના લુકને કમ્પલીટ કર્યો છે. લોકો શાહરૂખના આ લુક અને તેના શાંત સ્વભાવના વખાણ કરી રહ્યા છે. લોકો કોમેન્ટમાં કહી રહ્યા છે કે જો કોઈ અન્ય સ્ટાર હોત તો તે અત્યાર સુધીમાં પરેશાન થઈ ગયો હોત. પરંતુ શાહરૂખ ખરેખર શાનદાર છે.

આ પણ વાંચો : Jiah Khan Case: સૂરજ પંચોલીએ નિર્દોષ જાહેર થયા બાદ સલમાન ખાન અને સુનીલ શેટ્ટી માટે કેમ કહી આ વાત

આ ફિલ્મોમાં જોવા મળશે શાહરૂખ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ ખાન હાલમાં ખૂબ જ બિઝી છે. હાલમાં તે દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ સાથે બ્લોકબસ્ટર ફિલ્મ ‘પઠાણ’માં જોવા મળ્યો હતો. ‘પઠાણ’એ ઘણા રેકોર્ડ તોડ્યા અને અત્યાર સુધીની સૌથી સફળ હિન્દી ફિલ્મ બની. આ સિવાય શાહરૂખ ટૂંક સમયમાં નયનતારા અને વિજય સેતુપતિ સાથે એટલીની ‘જવાન’માં જોવા મળશે. આ ફિલ્મ 2 જૂન, 2023ના રોજ રિલીઝ થવાની છે. આ સાથે શાહરૂખ જલ્દી જ સલમાન સાથે ‘ટાઈગર 3’માં એક્શન સિક્વન્સમાં જોવા મળશે. આ સિવાય શાહરુખ ખાન તાપસી પન્નુ સાથે ડંકીમાં જોવા મળશે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">