એનિમલની શાનદાર સફળતા બાદ રણબીર કપૂર હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ રામાયણના શૂટિંગમાં વ્યસ્ત છે. થોડા સમય પહેલા રણબીર કપૂરની ફિલ્મના સેટ પરથી કેટલાક ફોટો સામે આવ્યા છે. જેમાં રણબીર કપુર ભગવાન રામના અવતારમાં જોવા મળ્યો હતો. તો સાંઈ માતા સીતાના રોલમાં આ ફોટો સામે આવતા જ વાયરલ થયા હતા. તો ફિલ્મના શૂટિંગ વચ્ચે હાલમાં રણબીર કપૂર એક ઈવેન્ટમાં સામેલ થયા હતા. જેના કેટલાક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
હાલમાં રણબીર કપૂર સુરતના એક જ્વેલરી સ્ટોરની ઓપનિંગ સેરેમનીમાં પહોંચ્યો હતો. આ દરમિયાન રણબીર બ્લેક લુકમાં જોવા મળ્યો હતો. જ્યારે અભિનેતા જ્વેલરી સ્ટોરની ઓપનિંગ બાદ સ્ટોરમાંથી બહાર નીકળી રહ્યો હતો તો તે મીડિયાને પોઝ આપી રહ્યો હતો તે દરમિયાન સીડી પર અચાનક તેનો પગ લપસી ગયો હતો અને તે પડતા પડતાં બચ્યો હતો.
રણબીર કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેતા એનિમલ ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેના પાત્રને લોકોએ ખુબ પસંદ કર્યું હતુ. રશ્મિકા મંદાના અને તૃપ્તિ ડિમરીની સાથે અભિનેતાની રોમાન્ટિક કેમિસ્ટ્રી પણ જોવા મળી હતી. હવે અભિનેતા રામાયણમાં રામનું પાત્ર નિભાવતો જોવા મળશે, જેની તૈયારીમાં લાગ્યો છે.
ડાયરેક્ટર નિતેશ તિવારીની રામાયણમાં રણબીર કપૂર અને સાંઈ પલ્લવી લીડ રોલમાં છે. તો કેજીએફ સ્ટાર યશ આ ફિલ્મમાં રાવણનું પાત્ર નિભાવતો જોવા મળશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, બોબી દેઓલ અને વિજય સેતુપતિ એનિમલ પાર્કમાં ડબલ રોલમાં જોવા મળશે.
આ પણ વાંચો : સામંથાએ પોતાના વેડિંગ ડ્રેસ સાથે એવું કર્યું કે લોકો વખાણ કરી રહ્યા છે, જુઓ વીડિયો
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો