Viral Video: બોબી દેઓલને 54 વર્ષની ઉંમરે ડમ્બેલ્સ ઉપાડતા જોઈને ધર્મેન્દ્રએ કહ્યું- તે કોઈ સારા રોલ માટે તૈયાર થઈ રહ્યો છે
Dharmendra Shares Video Of Bobby Deol: ધર્મેન્દ્રએ હાલમાં જ તેના પુત્ર અને એક્ટર બોબી દેઓલનો (Bobby Deol) એક વીડિયો શેયર કર્યો છે. આ વીડિયોમાં એક્ટર જીમમાં કસરત કરતો જોવા મળે છે. એક્ટરે પોસ્ટમાં શું લખ્યું તે જુઓ.
Dharmendra Instagram Post: ધર્મેન્દ્રએ હાલમાં જ એક વીડિયો શેયર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ પોસ્ટમાં ધર્મેન્દ્રએ પોતાના પુત્ર અને એક્ટર બોબી દેઓલનો એક વીડિયો શેયર કર્યો છે. આ વીડિયોમાં એક્ટર કસરત કરતા જોવા મળે છે. પરંતુ, ખાસ વાત એ છે કે ધર્મેન્દ્રએ વીડિયોની સાથે એક હિંટ પણ આપી છે, જે તેના કેપ્શનમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે.
કોઈ સારા રોલ માટે તૈયાર થઈ રહ્યો છે : ધર્મેન્દ્ર
ધર્મેન્દ્રએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર બોબી દેઓલનો એક વીડિયો શેયર કર્યો છે જે જીમ દરમિયાનનો છે. આ વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે 54 વર્ષની ઉંમરમાં પણ બોબી કેટલી મહેનતની સાથે જીમમાં વર્કઅઉટ કરી રહ્યો છે. આ શેયર કરતી વખતે ધર્મેન્દ્રએ કેપ્શનમાં લખ્યું છે કે ‘મિત્રો, મારો બોબ કોઈ સારા રોલ માટે તૈયાર થઈ રહ્યો છે’.
અહીં જુઓ વીડિયો
View this post on Instagram
આ પહેલા પણ 18 માર્ચે ધર્મેન્દ્રએ એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેને બોબી દેઓલની સાથે સાથે મોટા પુત્ર સની દેઓલની પણ એક તસવીર શેયર કરી હતી. આ સાથે કેપ્શનમાં લખ્યું હતું કે કસરત એ પણ ઈબાદત છે… મિત્રો, તે ભલાઈને બચાવે છે. આ વીડિયો પર તેના ફેન્સ ઘણો પ્રેમ વરસાવ્યો હતો. તમને જણાવી દઈએ કે ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ પોતાના ફેન્સ સાથે પોતાની તસવીરો શેયર કરતો રહે છે.
આ પણ વાંચો: રેમ્પ વોક પર મલાઈકાએ ફેલાવ્યો તેના હુસ્નનો જાદુ ! અંદાજના દિવાના થયા ફેન્સ , જુઓ VIDEO
આ ફિલ્મમાં જોવા મળશે એક્ટર
વર્કફ્રન્ટની વાત કરીએ તો ધર્મેન્દ્ર ઘણા વર્ષોથી ઈન્ડસ્ટ્રીથી દૂર છે. હવે તે ફરી એકવાર કમબેક કરી રહ્યો છે. ટૂંક સમયમાં જ એક્ટર અપકમિંગ ફિલ્મ રોકી અને રાનીની લવસ્ટોરીમાં જોવા મળશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, રણવીર સિંહ, પ્રીતિ ઝિંટા, શબાના આઝમી અને જયા બચ્ચન સાથે એક્ટર સ્ક્રીન શેયર કરશે.